@paresh parmar amreli
બગસરા શહેર અને ગ્રામ્ય ભાજપની હોદ્દેદારોની બેઠક આજે બગસરામાં મળી હતી તેમાં રાજકીય મહાનુભાવો સહિત હોદ્દેદારો ગેરહાજર રહેતા ભાજપનો અંદરો અંદરનો વિખવાદ નજરે ચડ્યો હતો.
આજે બગસરામાં તાલુકાના પ્રભારી અશ્વિન સાવલિયા તથા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાના અધ્યક્ષ સ્થાને તાલુકા તથા શહેર ભાજપના હોદ્દેદારોની બેઠકનું ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ભાજપના હોદ્દેદારોમાં વિખવાદ ચાલી રહ્યો હતો જેને પગલે આજે અનેક વિરુદ્ધ કાર્યવાહી પણ થવાની પણ ચર્ચા હોદ્દેદારોમાં થઈ રહી હતી. પરંતુ આજની આ બેઠકમાં વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા, શહેર, તાલુકાના તથા ગ્રામ્ય વિસ્તારના અને હોદ્દેદારો ગેરહાજર રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભાની ચૂંટણી દરમિયાન અનેક હોદ્દેદારો દ્વારા પક્ષ વિરોધી કરવામાં આવેલી હતી જેની પક્ષમાં ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો પણ થયેલી છે. તેમ છતાં પક્ષ દ્વારા આજ દિન સુધી પગલાના લેવાતા હોદ્દેદારોમાં કચવાટ ફેલાયેલો હતો જે આજે સપાટી પર આવી ગયો હતો. શિસ્ત બદ્ધ પક્ષ હવે ગેરહાજર રહેનાર વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.