બોડેલી ખાતે આવેલા હોન્ડા શોરૂમમા વિકરાળ આગ 36 જેટલી બાઇકો બળી ને ખાખ..
…………….
શોરૂમની બાજુમાં આવેલ સંગમ હોસ્પિટલના દર્દીઓને પણ સાવચેતીના ભાગરૂપે ત્યાંથી અલગ જગ્યાએ રીફર કરાયા
………….. ….
શોરૂમમાં 36 બાઈક, કોમ્પ્યુટર સિસ્ટમ અગત્યના દસ્તાવેજો ફર્નિચર રોકડ રકમ સહિત શોરૂમમાં રાખેલ તમામ સર સામાન બળીને ભસ્મિભૂત થઈ જતા લગભગ 50 લાખ રૂપિયા નુ નુકસાન થયાનું અંદાજ
…………………
બોડેલી નાં ઢોકલીયા વિસ્તારમાં આવેલ બાઈક ના શોરૂમમાં આજે વહેલી સવારે કોક કારણોસર આગ લાગતા બાઈકો સાથે સરસામાન ભસ્મિભૂત થઈ જતા લાખોનું નુકસાન….
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના ઢોકલીયા વિસ્તારમાં આવેલ અંબે વિંગ્સ્ હોન્ડા શો રૂમ માં આજે વહેલી સવારે કોક કારણસર આગ લાગી હતી જે આગે ધીમે ધીમે તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની અગન જ્વાળાઓ અને ધુમાડા શોરૂમની બહાર નીકળતા શોરૂમની બરોબર પાછળ આવેલ સંગમ હોસ્પિટલ ના માણસોએ તે જોતા તુરત જ શો રૂમ ના માલિક મિલાપભાઇ ઠક્કરને ફોન કરી જાણ કરી હતી જેથી મિલાપભઈ ઠક્કર તાબડતોબ શોરૂમ પર આવી પહોંચ્યા હતા ત્યારે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ પણ ટોળે વળ્યા હતા.
મિલાપ ઠક્કરે આગ નું સ્વરૂપ જોતા જ તુરંત બોડેલી એપીએમસી માં જાણ કરતા એપીએમસીના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરી હતી ત્યારે આ બનાવવાની જાણ છોટાઉદેપુર નગરપાલિકા ના ફાયર ફાઈટર વિભાગને થતા ત્યાંથી પણ ફાયર ફાઈટર ઓફિસર યુવરાજસિંહ ગોહિલ તેમની ટીમ સાથે ફાયર ફાઈટર લઈ દોડી આવી આગને કાબુમાં લેવા પાણીનો માળો ચલાવતા લગભગ ત્રણેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી ત્યારબાદ પણ ફાયર ફાઈટર દ્વારા કુલીન ની કામગીરી ચાલુ રાખી હતી.
આ ઘટનાની જાણ બોડેલી પોલીસને થતા પી.એસ.આઇ.. વી.આર ચૌહાણ તેમના પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી મદદરૂપ થયા હતા.
આગનો બનાવ બનતા શરૂઆતના સમયમાં સ્થાનિક યુવાનોએ પણ હોસ્પિટલમાંથી ફાયર સેફટી ના બોટલો લાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
શોરૂમના માલિક મિલાભાઇ ઠક્કર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે શોરૂમમાં 36 બાઈક, કોમ્પ્યુટર સિસ્ટમ અગત્યના દસ્તાવેજો ફર્નિચર રોકડ રકમ સહિત શોરૂમમાં રાખેલ તમામ સર સામાન બળીને ભસ્મિભૂત થઈ જતા લગભગ 50 લાખ રૂપિયા નુ નુકસાન થયાનું અંદાજ હોવાનું જણાવ્યું હતું અને આગ નું કારણ હજી જાણવા મળ્યું ન હોવાનું પણ જણાવ્યું હતું
સુલેમાન ખત્રી ; છોટાઉદેપુર