- કલેકટરના ખાનગી વાહનો માટેની પ્રર્વેશબંધીના ફરમાનમાં એસ.ટી.બસની ગેરહાજરીમાં…..
@મોહસીન દાલ ગોધરા
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે આવેલા મધ્યપ્રદેશ અને સુરત તેમજ વડોદરાના ૪૦ જેટલા યાત્રાળુઓ ગતરાત્રીના ખાનગી વાહનોના પ્રવેશબંધીના જાહેરનામાનો ભોગ બન્યા હતા અને ના છૂટકે ગતરાત્રીના વરસાદી માહૌલના ઘોર અંધકારમાં માસૂમ બાળકો, વૃધ્ધો સમેત વાહન સુવિધાઓ વગર ફસાયેલા આ શ્રધ્ધાળુઓ માંચી ડુંગર ઉપરથી પગે ચાલીને તળેટી સુધી નીચે ઉતરવા મજબુર બન્યા હતા.
પાવાગઢમાં ચોક્કસ દિવસોમાં ખાનગી વાહનોના પ્રવેશબંધી ના જિલ્લા કલેક્ટરની જાહેરાતના આજે પહેલા દિવસે મહાકાળી માતાજીના દર્શને આવેલા મધ્ય પ્રદેશ, અને ગુજરાત ના ૪૦ થી વધારે યાત્રાળુઓ માતાજીના દર્શન કરી રાત્રે પરત માંચી ઉતર્યા હતા, મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિતના યાત્રિકો ને માંચીથી તળેટીમાં પરત ફરવા માટે કોઈ જ વાહન ન મળતા તમામ યાત્રિકો ડુંગર ઉપર જ ફસાયા હતા. અઢી કલાક કોઈ વાહન મળે તેની રાહ જોયા પછી આ તમામ યાત્રાળુઓ પગપાળા ચાલીને તળેટી સુધી પહોંચ્યા હતા.
પંચમહાલ કલકેટરના જાહેરનામામાં શનિવાર, રવિવાર રજાના દિવસો અને તહેવારોના દિવસમાં ડુંગર ઉપર ભારે ભીડ થતી હોવાથી ખાનગી વાહનોને ડુંગર ઉપર લઈ જવા દેવા ઉપર મનાઈ ફરમાવી છે, ગઈ કાલે આ જાહેરનામા નો અમલ શરૂ થતાં જ સ્થાનિક પોલીસે માર્ગ બેરીકેટ કરી ખાનગી વાહનો ને તળેટી માં જ અટકાવ્યા હતા, બપોર બાદ અહીં માતાજીના દર્શને આવેલા ભક્તો અને સહેલાણીઓ રાત્રે મંદિરેથી ઉતર્યા હતા અને માંચી પહોંચ્યા હતા.
અત્રે આવેલા ભક્તો અને સહેલાણીઓ ખાનગી વાહનો બંધ હોવાથી અને પોતાના વાહનો પણ તળેટી માં હોવાથી એક માત્ર એસટી બસ ના સહારે ઉપર પહોંચ્યા હતા. આ તમામ ને માચી થી નીચે ઉતારવા માટે કોઈજ વાહન ન મળતા રાત્રે ૯:૦૦ વાગ્યા પછી આ તમામ યાત્રાળુઓ માંચી માં ફસાયા હતા. નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો તમામ સહેલાણીઓ અને દર્શનાર્થીઓ રાત્રે ૧૨:૦૦ વાગ્યે અંધારા માં પાંચ કિલોમીટર નું અંતર પગપાળા ચાલી ને તળેટીએ પહોંચવા મજબુર બન્યા હતા.
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
શું હવે કોર્ટના ચુકાદા બાદ Rahul Gandhi જેલમાં જશે?
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો