આજે અમૃત કળશ’ યાત્રા કાર્યકર્તા, હોદેદારો, અલગ અલગ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા..અંતિમ દિવસે સંપન્ન થયો હતો.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ઉમળકાભેર ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં ઉના ગીરગઢડા વિધાનસભા વિસ્તારમાં તા.6 થી 13 ઓકટોબર 2023 સુધીની કળશ’ યાત્રા જીલ્લા પંચાયત સીટ મૂજબ રથ બનાવી તાલુકાના ગામે ગામ ઘરે ઘરેથી માટી એકત્ર કરી હતી. આ માટીને કળશમાં પધરાવી અને દિલ્હી મોકલવામાં આવશે. અને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં કર્તવ્ય પદ પર જે અમૃત વાટિકા બનવાની છે. ત્યાં પહોંચાડવાની છે આજે અંતિમ દિવસે ઉના ત્રીકોણબાગથી અમૃત કળશ યાત્રા શહેરના માર્ગો પર નીકળી નગર પાલિકા ટાઉન હોલ ખાતે પહોચી હતી. આ ‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમા ઉના ધારાસભ્ય કે સી રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા, ડાયાભાઇ જાલોધરા, રાજુભાઈ ડાભી, પ્રકાશભાઈ ટાંક, નગર પાલિકા પ્રમુખ પરેશભાઇ બાંભણીયા સહીતનાં ભાજપ કાર્યકર્તા હોદ્દેદારો સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયાં હતાં.
દેશભક્તિના આ મહાપર્વમાં દેશભરમાંથી એકઠી કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. જેના ભાગરૂપે ‘અમૃત કળશ’ યાત્રા યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ માટે લડનાર શહીદોનો મારી માટી મારો દેશ કાર્યક્રમથી શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામની એકત્ર કરવામાં આવેલી માટીને ‘અમૃત કળશ’માં ભરવામાં આવી હતી. ગ્રામ પંચાયતો માંથી એકઠી કરવામાં આવેલી અને આ માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં ‘અમૃત વાટિકા બનવાનીછે ત્યાં પહોચાડવામાં આવશે.
રીપોર્ટર કાર્તિક વાજા ઊના