SURAT: સુરતના અઠવા ગેટ નજીક પિન્ટુ નવસારીવાલાની જાહેરમાં જ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગેંગવોર ફરી સક્રિય થયું હોય તે રીતે સૂર્યા મરાઠી ગેંગના સભ્યોએ હત્યાને અંજામ આપ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. તિક્ષ્ણ હથિયારના 6 જેટલા ઘા ઝીંકી હત્યા (murder) કરવામાં આવી હતી. મધરાતે થયેલી હત્યાને લઈને ઉમરા પોલીસએ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની જાણ મોડી રાત્રે ઉમરા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે મરના યુવક પીન્ટુ નવસારીવાલાના મૃતદેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે પીન્ટુ નવસારીવાળાની હત્યા રૂપિયાની લેતીદેતીમાં કરવામાં આવી છે. જેમાં તેના સાથી મિત્રો વચ્ચે રૂપિયાની લેવડદેવડમાં માથાકૂટ થતાં મામલો ઉગ્ર ચાલી થઈ હતી અને જેમાં પીન્ટુની હત્યા કરી દેવામાં આવી છે.
હત્યા કરનાર આરોપીઓ સુરતની માથાભારે ગેંગ સૂર્યા મરાઠીના સાગરીતો હોવાનું હાલ જાણવા મળ્યું છે. જ્યારે મરનાર પીન્ટુ નવસારીવાળા પોલીસનો બાતમીદાર હોવાનું જાણવા મળ્યું છે. પીન્ટુ જમીનની લે વેચ સહિત ફાઇનાન્સના ધંધા સાથે પણ સંકળાયેલો હતો. હત્યા કરનાર આરોપીઓ અને મરનાર પીન્ટુ સાથે મિત્રો જ હતા. તેમના વચ્ચે રૂપિયાને લઇ છેલ્લા થોડા દિવસોથી વાદવિવાદ ચાલી રહ્યો હતો.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
મહાત્મા ગાંધીના મર્ડર કેસની FIR? ગોડસે જ નહીં આ 12 પણ હતા આરોપી , આ જજે સંભળાવ્યો હતો ચુકાદો