પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ રાઠોડ અને ડિવિઝનલ રેલ્વે મેનેજરના વરદ્દ હસ્તે બે લિફ્ટનું લોકાર્પણ કરાયું.!!
પશ્ચિમ રેલ્વે વિભાગમાં સમાવિષ્ટ થતા ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ રાઠોડ અને ડિવિઝનલ રેલ્વે મેનેજરના વરદ્દ હસ્તે બે લિફ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ગોધરા રેલ્વે સ્ટેશન દિલ્હી- મુંબઈ રેલમાર્ગ પર મહત્વનું સ્ટેશન છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવર જવર રહેતી હોય છે, ત્યારે આજે પ્લેટફોર્મ નં ૧ અને ૨ પર મુસાફરોની સુવિધા માટે બે યાત્રીક લિફ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ લિફ્ટ તૈયાર થતા ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરી માટે આવતાં દિવ્યાંગ તેમજ વૃધ્ધ મુસાફરોને અવર જવર કરવામાં સુગમતા રહેશે. પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળના ગોધરા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ અને ૨ પર મુસાફરોની સુવિધા માટે ૨૦ પેસેન્જર ક્ષમતા વાળી લિફ્ટનું ઉદ્દઘાટન સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું.જેનો ઉપયોગ આવતા- જતા તમામ મુસાફરો કરી શકશે. વડોદરા મંડળ રેલ પ્રબંધક જીતેન્દ્રસિંહ કાર્યક્રમ દરમિયાન માહિતી આપી હતી કે તે ખાસ કરીને વિકલાંગ અને વૃધ્ધો માટે ખુબ જ ઉપયોગી થશે. તો બીજી તરફ સાંસદ એ પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાઓ વધારવાના સતત પ્રયાસો માટે રેલ્વે તંત્રની પ્રશંસા કરી હતી.
પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લા મુખ્ય મથક ગોધરા ખાતે રેલ્વે વિભાગના ડી.આર.એમ.ની ઉપસ્થિતિમાં પ્લેટફોર્મ નં.૧ અને ૨ પર લિફ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં હવે રેલ્વેમાં અવરજવર કરતા મુસાફરો, સિનિયર સિટીઝનો, દિવ્યાંગો તેમજ વૃધ્ધ લોકોને જે અગવડતાઓ પડતી હતી, તે અગવડતાઓ હવે નહીં પડે અને આવનાર સમયમાં ગોધરા રેલ્વે સ્ટેશન ભારત અમૃ લતમ સ્ટેશનમાં સમાવેશ કરી, અંત્યાધુનિક બને તે માટે રેલ્વે તંત્ર ખાસ મહેનત કરી રહી છે અને આવનાર દિવસોમાં મુસાફરો અને આમ જનતાને સુવિધા મળી રહે તે માટે આજે લિફ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જ્યારે ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેનોનો સ્ટોપેજ નથી તે માટે ૧૮મી એ ચાલુ થનાર સત્રમાં પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા રજૂઆત કરવામાં આવશે.
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU