ભાવનગરમાં તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ખેડૂત તાલીમ કેન્દ્ર, શામળદાસ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે, ભાવનગર ખાતે ક્લસ્ટરબેઝ તાલીમનું પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે આયોજન કરવામાં આવેલ છે
ભાવનગર જીલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી વધારેમાં વધારે ખેડૂતો અપનાવે તે માટે જિલ્લામાં ક્લસ્ટરબેઝ તાલીમનું આયોજન કરવા આવેલ છે. જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા અને દેશી ગાય ધરાવતા ખેડૂતોને પ્રશિક્ષક (ફાર્મર માસ્ટર ટ્રેનર) તરીકે કામગીરી કરવા માટે સરકારશ્રીના નિયમોનુસાર પસંદગી પ્રક્રીયા માટે તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ સમય- સવારે ૧૧:૦૦ કલાકે ખેડૂત તાલીમ કેન્દ્ર, ખાતે આધાર પુરાવા સાથે હાજર રહેવા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્માની કચેરીની યાદીમાં જણાવવામાં આવેલ છે.
@અહેવાલ પી.ડી ડાભી તળાજા ભાવનગર