Author: 1nonlynews

બિહારના બેગુસરાઈમાં સોમવારે (29 એપ્રિલ)ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર એક મોટી દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગયું હતું. ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ અમિત શાહ પરત ફરી રહ્યા ત્યારે હેલિકોપ્ટર ટેક ઓફ કરતી વખતે અચાનક ભારે પવનને કારણે અસંતુલિત થઈ ગયું હતું. આ દરમિયાન પાયલોટે સૂઝબૂઝ બતાવતા હેલિકોપ્ટરને પરત ફેરવીને પછી ટેક ઓફ કરતા મોટી દુર્ઘટના ટળી હતી. Concerning: Home Minister @AmitShah’s helicopter briefly lost control during takeoff. Wishing him safety and well-being. 🙏🏻@HMOIndia pic.twitter.com/eA02fylS7k — Veer Solanki (Modi ka Parivar) (@InvincibleBabu) April 29, 2024 જનસભાને સંબોધીને પરત ફરતી વખતે હેલિકોપ્ટરનું સંતુલન ખોરવાઈ ગયું હતું. અમિત શાહનું હેલિકોપ્ટર જોરદાર…

Read More

– ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું, બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે : ગૃહમંત્રી – અમિત શાહે બે હાથ જોડી ભરૂચવાળાને વિનંતી કરી મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહિ મળે – કોઈ ભૂલ કરશો તો અર્બન નક્સલ આવી જશે કહી આપ અને કોંગ્રેસને જુઠ્ઠાણાનું જોડાણ કહ્યું ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું મેદનીને સંબોધન. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં…

Read More

રાજા બાબુ બની યુવક રસ્તાની વચ્ચે બનાવી રહ્યો હતો રીલ, તરત જ પોલીસે પકડીને બનાવી દીધો તેતર સોશિયલ મીડિયા પર લોકો તેમના ફોલોઅર્સ વધારવા માટે કેટલી હદે જાય છે? કેટલાક જીવલેણ સ્ટંટ કરે છે તો કેટલાક અશ્લીલ હરકતો કરે છે. કેટલાક લોકો તેમની શાહી શૈલી બતાવે છે. તેઓ લોકોનો ખોટો મહિમા બતાવીને ખોટા વખાણ કરે છે. વાયરલ થવાનું લોકોનું વળગણ એટલું બધું છે કે તેમને કાયદા અને વહીવટીતંત્રનો ડર પણ નથી લાગતો. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુકીને ખતરનાક સ્ટંટ…

Read More

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં એક યુવતીએ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ સગીર તેના પિતાની દારૂ પીવાની લતથી પરેશાન હતી. યુવતીએ એક સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેણે તેના પિતા સિવાય બરવાહ પોલીસ અને દારૂના વેપારીઓને તેના મોત માટે જવાબદાર ગણાવ્યા છે. યુવતીએ 12માની પરીક્ષામાં 74 ટકા માર્ક્સ મેળવ્યા હતા. મામલો ખરગોન જિલ્લાના બરવાહ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં પૂજા ચૌહાણ રાવત તેના માતા-પિતા સાથે પલાસિયા ગામમાં રહેતી હતી. તેના પિતા દારૂના વ્યસની હતા. આનાથી આખો પરિવાર પરેશાન હતો. તેના પિતા દારૂના નશામાં રોજ તેની માતાને મારતા હતા. આ જોઈને પૂજા પરેશાન થઈ ગઈ હતી. તેણે તાજેતરમાં…

Read More

કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી Google અને તેના વિડિયો પ્લેટફોર્મ યુટ્યુબ (BJP Google Ads ખર્ચ) પર રાજકીય જાહેરાતો માટે રૂ. 100 કરોડથી વધુ ખર્ચ કરનાર ભારતનો પ્રથમ રાજકીય પક્ષ બન્યો છે. ભાજપ દ્વારા ખર્ચવામાં આવેલી આ રકમ (રૂ. 101 કરોડ) કોંગ્રેસ, DMK અને રાજકીય સલાહકાર પેઢી ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) દ્વારા સામૂહિક રીતે ખર્ચવામાં આવેલી રકમની બરાબર છે. આ આંકડો મે 2018 પછીનો છે, જ્યારે ગૂગલે ગૂગલ એડ ટ્રાન્સપરન્સી રિપોર્ટ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું. ઈન્ડિયા ટુડે સાથે સંકળાયેલા શુભમ તિવારી અને આકાશ શર્માના અહેવાલ મુજબ, 31 મે 2018 થી 25 એપ્રિલ 2024 વચ્ચે ગૂગલ પર કુલ 390 કરોડ…

Read More

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે. હવે પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. પોલીસને CCTV ફૂટેજ મળ્યા છે જેમાં અપહરણનો મામલો સામે આવ્યો છે. ગુરચરન સિંહના પિતા હરગીત સિંહે કહ્યું હતું કે- SHOએ મુધેને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરનને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુરચરન ઠીક હશે જ્યાં પણ હશે ખુશ હશે. ભગવાન તેને આશીર્વાદ આપે. પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ…

Read More

કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના રહે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે : જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગના મતદારોને અવશ્ય મતદાન કરવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તારીખ ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે, છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવવા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સાયકલ રેલી યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અવસર પર’ 400 પાર’નો નારો આપ્યો છે, આ વખતે તેઓ તેમની સરકારના પ્રદર્શનના આધારે જનતા પાસેથી ‘400 પાર’ની માંગણી કરી રહ્યા છે. મોટી વાત એ છે કે પહેલા તબક્કાના મતદાન સુધી દરેક રેલી અને દરેક પ્રચારમાં આ નારા સંભળાતા હતા. પરંતુ પ્રથમ તબક્કાના મતદાન બાદ આ બધું બદલાઈ ગયું, એક તરફ 400 પારનું સૂત્ર ગાયબ દેખાઈ રહ્યું હતું, તો બીજી તરફ ક્યાંક તેનો ઉપયોગ થયો હોય તો પણ તે કોઈ અલગ જ હેતુ અને ઉદ્દેશ્ય સાથે હોય તેવું લાગી રહ્યું હતું. તે સમજી શકાય છે કે મતદાનના પ્રથમ તબક્કા સુધી, જ્યારે પણ 400ને પાર કરવાનો ઉલ્લેખ…

Read More

લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયો વિરુધ્ધ ટિપ્પણી કર્યા પછીય પરષોત્તમ રૂપાલાની તરફેણ કરવી ભાજપ માટે અઘરૂ સાબિત થઈ રહ્યું છે. હવે ભાજપને ગળે હાડકુ ભરાયુ છે. જો ક્ષત્રિયો એકતરફી ભાજપ વિરૂધ્ધ મતદાન કરે તો પરિણામ પરં ભલે અસર થાય નહીં પણ ભાજપને ધાર્યો લક્ષ્યાંક પાર પડી શકે નહીં.  આ જોતાં હવે ભાજપ ક્ષત્રિયોના મનામણા માટે ધમપછાડા કરી રહ્યુ છે. એટલુ જ નહીં, ક્ષત્રિયો પીછેહટ કરવાના મતમાં નથી એટલે ભાજપે હવે રાજપૂતોની સામે ‘ભાજપૂતો’ને મેદાને ઉતારવા નક્કી કર્યું છે. આ જોતા ભાજપ હાઈકમાન્ડે પર હવે ભાજપ તરફી ક્ષત્રિય ધારાસભ્યો, નેતાઓ પર પર દબાણ કરી સૂચના આપી છે કે, પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી. હવે…

Read More

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં વેપાર-ધંધા બંધ રાખવા નિર્ણય કરાયો હતો, જેમાં તમામ સમાજના લોકોએ સમર્થન આપ્યુ હતુ અને આખો દિવસ સોનગઢ ગામ સજ્જડ બંધ રહ્યું હતું. રૂપાલા અને ભાજપના વિરોધમાં બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ગુરૂવારે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં પરશોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધમાં ગામ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકોને અન્યસમાજના લોકોએ સમર્થન આપ્યુ હતુ અને વેપાર-ધંધા બંધ રાખવામાં આવ્યા હતાં. સોનગઢ ગામ આખો દિવસ સજ્જડ બંધ રહ્યુ હતુ અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સોનગઢ ગામના લોકો ભેગા થયા હતા અને રૂપાલાના…

Read More