Author: 1nonlynews

ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલો છે અહી નાં માછીમારો અહીયા અન્ય કોઈ ઔધોગિક વિકાસ નહીં હોવાથી લોકો ખેતી અને માછીમારી ઉપર નિર્ભર છે.ઉના તાલુકાના આસપાસના ગામડાના લોકો વર્ષના 7 થી 8 મહિના દરિયામાં માછીમારી કરવા જાય છે. માછીમારોના આ વ્યવસાયમાં ખૂબ મોટું જોખમ રહેલું છે. અવારનવાર માછીમારોને બોટ સાથે દરિયામાંથી પાકિસ્તાન એજન્સીઓના ઉઠાવી જાય છે અને પકડીને પાકીસ્તાન માં કેદ કરી દે છે.આ માછીમારોને છોડાવવામાં સરકારને ત્રણ થી ચાર વર્ષ લાગે છે અને ક્યારેય માછીમારોની લાશ પણ આવે છે. પાકિસ્તાનમાં કેદ ભારતીય માછીમારોની પરિસ્થિતી ખૂબ દયનીય છે.અનેક રોગથી પીડાતા લોકોની ત્યાં સારવાર પણ યોગ્ય રીતે કરવામાં…

Read More

જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ નિરીક્ષક સુમિત ગજભીયેએ ડભોઈ વિધાનસભા મતદાર વિભાગની મુલાકાત લીધી સ્ટ્રોંગરૂમ, મતદાન મથક અને એસ.એસ.ટી.ની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. 7 મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે. જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રી સુમિત ગજભીયે એ 140-ડભોઈ વિધાનસભા મતદાર વિભાગમાં કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ગુજરેશ્વર કુમારપાળ જૈન…

Read More

‘અમેરિકામાં અમીરોના મૃત્યુ બાદ સરકાર અડધી મિલકત લઈ લે છે…’, સામ પિત્રોડાના નિવેદનથી રાજકીય ખળભળાટ હાલ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો વિવાદમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ભારતીય નાગરિકોની સંપત્તિ ગરીબોમાં વહેંચશે. ત્યારે હવે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. અમેરિકાનો ઉલ્લેખ કરીને પિત્રોડાએ એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. સામ પિત્રોડાએ કહ્યું છે કે અમેરિકામાં વારસાગત ટેક્સ છે. જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ હોય તો તેના મૃત્યુ પછી 45 ટકા તેના બાળકો અને 55 ટકા સરકારને જાય છે. આ એક ખૂબ જ રસપ્રદ કાયદો છે.…

Read More

“જનતા કરે પુકાર…”, અમેઠીમાં રોબર્ટ વાડ્રાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર લોકસભા ચૂંટણી (લોકસભા ચૂંટણી 2024) ને ધ્યાનમાં રાખીને, ઘણા રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ બધા વચ્ચે અમેઠી લોકસભા બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. આ વખતે કોઈ દાવો કરી રહ્યું છે કે રાહુલ ગાંધી ફરી અમેઠીથી ચૂંટણી લડશે તો કોઈ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની ચૂંટણી યાત્રા અહીંથી શરૂ કરવાની વાત કરી રહ્યું છે. પરંતુ આ તમામ અટકળો વચ્ચે કોંગ્રેસે હજુ સુધી આ બેઠક પરથી પોતાના કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, આ બધા વચ્ચે સોમવારે અમેઠીમાં રોબર્ટ વાડ્રાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ…

Read More

વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani)એ ભાજપને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનાં ઉદ્દઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસ (Congress)ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને નપુંસક કહેતા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢ (Junagadh) જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાયાણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આપમાંથી ભાજપમાં લાવીને તેમને વિસાવદરની પેટા ચૂંટણી લડાવવાનું વચન આપી ભાજપે જ ભૂપત ભાયાણીને નપુંસક બનાવી દીધા છે. ગુજરાતભરનાં રાજકારણમાં ગરમાવો આવ્યો લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર બહારમાં ચાલી રહ્યો છે. ભાજપ (BJP)ના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા (Rajesh Chudasama)ના વિસાવદર વિધાનસભા ખાતેના મધ્યસ્થ કાર્યાલયનું ગઈકાલે ઉદ્દઘાટન હતું. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)માંથી…

Read More

કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ આપેલા મંગલસૂત્ર પરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે પોતાની જનસભામાં કહ્યું કે છેલ્લા બે દિવસમાં ભાજપે વાહિયાત વાતો શરૂ કરી છે. તેમણે કહ્યું, “શું કોંગ્રેસે 55 વર્ષમાં કોઈનું સોનું કે મંગળસૂત્ર છીનવી લીધું? જ્યારે દેશ યુદ્ધ લડી રહ્યો હતો ત્યારે ઈન્દિરાજીએ તેમનું મંગળસૂત્ર અને ઘરેણાં દાનમાં આપ્યા હતા. મારી માતાએ દેશ માટે મંગળસૂત્રનું બલિદાન આપ્યું છે.  #WATCH | Bengaluru: Congress leader Priyanka Gandhi Vadra says, “From last 2 days it is being said that Congress Party wants to snatch your ‘Mangalsutra’ and your gold from…

Read More

આધુનિક કારોમાં એકથી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવી રહ્યા છે જેથી કરીને મુસાફરીને વધુ આરામદાયક બનાવી શકાય, સમય સાથે, જે સુવિધાઓ એક સમયે પ્રીમિયમ હતી તે હવે એન્ટ્રી લેવલની કારમાં પણ આપવામાં આવી રહી છે. તે પૈકીની એક વિશેષતા સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ છે, આજે માર્ગ અકસ્માતોમાં મૃત્યુનું કારણ બની રહી છે. સુરક્ષા માટે આપવામાં આવેલા આ ફીચરને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. શું સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ અવરોધરૂપ છે દુર્ઘટના સમયે આ સિસ્ટમના કારણે કારમાં સવાર લોકોને બહાર નીકળી શકતા નથી. તેઓ દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે, પરંતુ સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમના કારણે કારનો દરવાજો ખુલી શકતો નથી.…

Read More

આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 3 વાગ્યા સુધીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થશે. કારણ કે લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આ વચ્ચે હવે સુરતમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. સુરતમાં રવિવારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ભાજપ સહિત કુલ 9 ઉમેદવારો સુરત બેઠક પર મેદાનમાં હતા, જેમાં ચાર અપક્ષ અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો હતા. આ પૈકી ભાજપ સિવાયના સાત ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે સોમવારે બસપાના ઉમેદવાર પ્યારેલાલે પણ ફોર્મ પરત ખેંચ્યું છે. કલેક્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી છે, પરંતુ થોડીવારમાં આ…

Read More

લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાજપની ૧૧ બેઠકો ઘટાડી છે. એકાદ મહિના પહેલાં ચૂંટણી સટ્ટોની શરૂઆતમાં ભાજપને કુલ ૩૩૩ સીટનો અંદાજ વ્યક્ત કરતી બુકી બજારે એપ્રિલના પ્રથમ સપ્તાહના અંતે ભાજપની ૩૧૯ સીટો અંદાજી હતી. હવે ૧૪ દિવસ અને પ્રથમ તબક્કાના મતદાન પછી ભાજપની કુલ સીટો વધુ ઘટાડો કરીને ૩૦૮થી ૩૧૧ બેઠકો જીતશે કે નહીં તેના ઉપર બુકીંગ શરૂ કર્યું છે.  પ્રથમ તબક્કાનું મતદાન થયું તેમાં પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારત સહિત કુલ ૧૦૨ બેઠકો હતી. આ બેઠકો ભાજપ માટે કપરાં ચઢાણરૂપ હતી અને ધારણાં કરતાં ઓછું મતદાન થયા પછી સટ્ટાબજારે ભાવમાં બદલાવ કર્યો છે. કુલ સાત તબક્કામાં…

Read More

કર્ણાટકમાં 28 વર્ષીય પરિણીત મહિલાને તેના અસ્વસ્થ ફોટાઓનો ઉપયોગ કરીને બ્લેકમેલ કરવા અને તેને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવા બદલ સાત લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેની પત્નીની સામે તેની સાથે બળાત્કાર કર્યો અને તેને બુરખો પહેરવા અને કપાળ પર ‘કુમકુમ’ ન લગાવવા માટે દબાણ કર્યું. પીડિત મહિલાનો આરોપ છે કે આરોપી રફીક અને તેની પત્નીએ પીડિત મહિલાની છેડતી કરી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. તે પછી, તેના અંતરંગ ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા, જેના દ્વારા તેણે પીડિત મહિલાને બ્લેકમેલ કરી અને તેને ઇસ્લામ સ્વીકારવાનું કહ્યું. પોલીસે…

Read More