Author: 1nonlynews

સુરત લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર ૧૫ ઉમેદવારોમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન ૬ ઉમેદવારના ફોર્મ રદ થતા હવે ૯ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આવતકાલ સોમવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય તો સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બને તો નવાઈ નહીં. સુરત લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે બપોર સુધી કોગ્રેસના ઉમેદવારના ફોર્મને લઇને ધમાચકડી ચાલ્યા બાદ સુરત જિલ્લા કલેકટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનુ ફોર્મ રદ કર્યું હતુ. આ ફોર્મ રદ થતા જ ફોર્મ ચકાસણીની પ્રકિયા પણ પૂર્ણ થઈ છે. સુરતની બેઠક પરથી કુલ ૧૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ફોર્મ ચકાસણી વખતે છ ઉમેદવારના ફોર્મ રદ થતા હવે…

Read More

જો તમારા માતા-પિતાની ઉંમર 65 વર્ષથી વધુ છે અને તમે તેમના માટે સ્વાસ્થ્ય વીમા પોલિસી લેવા માંગો છો, તો હવે તમારા માટે તે શક્ય બનશે. વાસ્તવમાં, વીમા નિયમનકાર IRDAI એ સ્વાસ્થ્ય વીમો ખરીદવા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને પોલિસી ખરીદનારા લોકો માટે 65 વર્ષની વય મર્યાદા હટાવી દીધી છે. અગાઉ, ગ્રાહકો 65 વર્ષની ઉંમર સુધી જ નવી સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદી શકતા હતા. આરોગ્ય વીમા સંબંધિત IRDAI ની જાહેરાત પીટીઆઈના અહેવાલ મુજબ, આરોગ્ય વીમો ખરીદવા પરની મહત્તમ વય મર્યાદાને દૂર કરીને, IRDAI નો ઉદ્દેશ્ય વધુ સમાવિષ્ટ અને સુલભ આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે, જે અણધાર્યા તબીબી ખર્ચાઓ સામે…

Read More

ચમકદાર આંખો, મોં પર પટ્ટી… ‘કલ્કી 2898 એડી’માંથી અમિતાભ બચ્ચનનો અશ્વત્થામા લુક જાહેર નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કી 2898’માં પીઢ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના દમદાર પાત્રને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોમાં ઘણી ચર્ચા થઈ રહી હતી. આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત દીપિકા પાદુકોણ અને પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે, પરંતુ ફિલ્મમાં બિગ બીનો રોલ સૌથી મહત્વનો હોવાનું કહેવાય છે. RCB vs KKR ની લાઈવ IPL મેચ દરમિયાન ‘Kalki 2898 AD’ નો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. નિર્માતાઓએ બિગ બીનો લુક પણ શેર કર્યો છે, જેમાં તે એકદમ અલગ અને નવા પાત્રમાં જોવા મળશે. અમિતાભ બચ્ચન આ પાત્રથી હલચલ…

Read More

MDH સ્પાઈસીસ અને એવરેસ્ટ સ્પાઈસીસ બ્રાન્ડના ચાર ઉત્પાદનોમાં કેન્સર પેદા કરતા તત્વો છે. આ ઉત્પાદનોની તપાસ હોંગકોંગની ફૂડ રેગ્યુલેટરી ઓથોરિટી, સેન્ટર ફોર ફૂડ સેફ્ટીના રિપોર્ટમાં સામે આવી છે.  ભારતની બે અગ્રણી મસાલા બ્રાન્ડ્સ – MDH અને એવરેસ્ટના કેટલાક ઉત્પાદનો પર પ્રશ્નો ઉભા થયા છે. હકીકતમાં, હોંગકોંગ અને સિંગાપોરમાં ખાદ્ય નિયમનકારોએ MDHની 3 મસાલા બ્રાન્ડ અને એવરેસ્ટમાંથી એક પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે ગ્રાહકો માટે એક એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. ખાદ્ય નિયમનકારોના જણાવ્યા અનુસાર, આ ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઈડનું પ્રમાણ ખૂબ વધારે છે, જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર એ…

Read More

રાજકોટમાં ઉમેદવારોના ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રજૂ કરાયા તેમાં વિસંગતતા બહાર આવી છે. કોંગ્રેસના પરેશ ધાનાણી અને અપક્ષોએ પણ રૂ. 300ની કિંમતના સ્ટેમ્પપેપર ઉપર નિયમોનુસાર સોગંદનામા રજૂ કર્યા હતા ત્યારે ભાજપના પરસોત્તમ રૂપાલાએ રૂ 50ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ કર્યું છે.  આ અંગે અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ જણાવ્યું કે અમને સ્પષ્ટ સૂચના અપાઈ હતી કે રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા કરવાના છે અને રૂપાલાએ રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર રજૂ કર્યું છે, એટલુ જ નહીં, ઈન્કમટેક્સ રિટર્નમાં પણ તેણે જરૂરી વિગતો ભરી નથી અને 10 જગ્યાએ ક્ષતિઓ કરી છે. ઉપરાંત ડિપોઝીટ કઈ તારીખથી મુકાયેલી છે તે વિગત આપી…

Read More

ઉમેદવારનું નામ, પિતાનું નામ અને અટક પણ એક સરખી દમણ-દિવ લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને ડમી સહિત ૧૩ ઉમેદવારી પત્રક ભરાયા છે. જો કે આ બેઠક પરથી એક સરખા નામ ધરાવતા ત્રણ ઉમેદવારે ફોર્મ ભર્યા છે. ત્રણ પૈકી બે ઉમેદવારનું નામ, પિતાનું નામ અને અટક પણ એક સરખી જ છે. ત્રણેય ઉમેદવાર ફોર્મ પરત નહી ખેંચે તો મતદાન વેળા ભારે મુંઝવણ ઉભી થશે. દમણ-દીવ અને દા.ન.હવેલીમાં ૭મી મેના રોજ લાસભાની યોજાનારી ચૂંટણીને લઇ શુક્રવારે પત્રકો ભરવાની અંતિમ અવધી પૂર્ણ થઈ હતી. જેમા દા.ન.હવેલીમાં ભાજપ, કોંગ્રેસ, ભારતીય આદિવાસી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અપક્ષ અને ડમી સહિત કુલ ૧૩ ફોર્મ…

Read More

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના અકલેરા વિસ્તારમાં NH-52 પર એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે, આ માર્ગ અકસ્માતમાં નવ લોકોના દુઃખદ મોત થયા છે. મળતી માહિતી મુજબ, મારુતિ વાન અને ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો મધ્યપ્રદેશમાં લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. મારુતિ વાનમાં મુસાફરી કરી રહેલા લોકો રાજસ્થાનના ડુંગરગાંવના બાગરી સમુદાયના હોવાનું કહેવાય છે, જેઓ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તમામ મૃતકોના મૃતદેહને અકલેરા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. અકલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. લગ્નના મહેમાનો ભરેલી વાન સાથે ટ્રોલી…

Read More

કર્ણાટકમાં કોંગ્રેસના રાજમાં હુબલમીમાં કોંગ્રેસના જ કોર્પોરેટર નિરંજન હિરેમથની પુત્રી નેહાની ગુરુવારે બીવીબી કોલેજના કેમ્પસની અંદર ધોળા દિવસે હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. એમસીએ ડ્રોપઆઉટ ફયાઝ નામના યુવકે બીવીબી કોલેજમાં એમસીએનો અભ્યાસ કરતી નેહાને ગુરુવારે ધોળા દિવસે ચાકુના સાત ઘા મારી મારી નાંખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. નેહાની હત્યાના પગલે હિન્દુ સંગઠનોએ રાજ્યમાં ફરી એક વખત લવજેહાદનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લવજેહાદ નહીં પરંતુ અંગત કારણોસર નેહાની હત્યા કરાઈ હોવાનો દાવો કર્યો હતો. ત્યાર પછી નેહાના પિતા અને કોંગ્રેસ કોર્પોરેટર નિરંજન હિરેમથે લવજેહાદમાં જ તેની પુત્રીની હત્યા કરાઈ હોવાનો દાવો કર્યો હતો.…

Read More

પ્રથમ તબક્કામાં મુરદબાદમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મુરાદાબાદ લોકસભા સીટના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું શનિવારે સાંજે અવસાન થયું હતું. તેમણે 71 વર્ષની વયે દિલ્હી એઈમ્સમાં સાંજે 6:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે કુંવર સર્વેશને ભાજપમાંથી ટિકિટ મળી, ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. કુંવર સર્વેશ કેન્સરથી પીડિત હતા. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ આ સીટ પર શુક્રવારે 19 એપ્રિલે મતદાન થયું હતું. પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ‘તેમનું નિધન પાર્ટી માટે મોટી ખોટ છે.’ શું ચૂંટણી રદ થશે? સર્વેશ સિંહના નિધનની માહિતી સામે આવતાં જ રાજકીય વર્તુળોથી…

Read More

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા સુરતમાં કોંગ્રેસ સામે મોટું સંકટ ઊભું થયું છે. સુરતમાં પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણીના સમર્થકોએ પીછેહઠ કરી છે. જેના કારણે તેમનું ફોર્મ રદ થવાની શક્યતા વધી ગઈ હતી. નાટકીય ઘટનામાં કોંગ્રેસના ઉમેદવારે પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ 21 એપ્રિલે સવારે 11 વાગ્યે નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષે ભાજપ પર પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ થવાની સંભાવનાને લઈને વહીવટીતંત્રનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉમેદવારી રદ થવાના મામલે કોંગ્રેસ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. આ વખતે ભાજપે સુરતથી મુકેશ ભાઈ દલાલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અત્યાર સુધી દર્શના જરદોશ…

Read More