Author: 1nonlynews
આમ આદમી પાર્ટીના નેતા અને મંત્રી સૌરભ ભારદ્વાજે દાવો કર્યો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં ‘ધીમુ ઝેર’ આપવામાં આવી રહ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કેજરીવાલનું ઈન્સ્યુલિન લેવલ સતત વધી રહ્યું છે પરંતુ તેમને ઈન્સ્યુલિનનો ડોઝ આપવામાં આવી રહ્યો નથી. AAP નેતાએ દાવો કર્યો કે, ‘અરવિંદ કેજરીવાલની હત્યાનું કાવતરું ચાલી રહ્યું છે.’ સૌરભ ભારદ્વાજે કહ્યું કે, “(અરવિંદ કેજરીવાલ) વારંવાર (જેલ) ડોક્ટરને કહી રહ્યા છે કે તેમનું સુગર લેવલ વધી રહ્યું છે. તમે (જેલ પ્રશાસન) મને ઈન્સ્યુલિન આપો પરંતુ (જેલના) ડોક્ટરો કહી રહ્યા છે કે કેજરીવાલ જૂઠા છે. બોલતા, પૂછવામાં આવ્યું. ડીજી અને ડીઆઈજી પાસેથી ઈન્સ્યુલીન પરંતુ તેઓએ ઈન્સ્યુલીન આપવાની…
લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર (Gandhinagar)ની બેઠક પરથી લડતા ભાજપ (BJP)ના ઉમેદવાર અને હાલની સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરેલી એફિડેવિટની વિગતો મુજબ તેઓની અને તેમની પત્નીની મળીને 65.67 કરોડથી વધુની સંપત્તિ છે. જો કે તેઓની પાસે કોઈ પણ કાર કે વાહન નથી. ગત ચૂંટણીમાં તેઓએ ઉમેદવારી સમયે રજૂ કરેલી આવકની વિગતો મુજબ 30.49 કરોડની સંપત્તિ હતી. આમ પાંચ વર્ષમાં તેઓની સંપત્તિમાં 100 ટકા કરતા પણ વધુનો વધારો થયો છે. કેન્દ્રીય મંત્રીએ ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં વિગતો રજૂ કરી અમિત શાહે (Amit Shah) જંગી રોડ શો સાથે ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે ત્યારે ઉમેદવારી ફોર્મ સાથે રજૂ…
દીકરીઓના દામનને દાગ લગાડીને ભાજપે મહારાભારત બનાવ્યું : પરેશ ધાનાણી ગુજરાતની તમામ બેઠકો પર આજે(19મી એપ્રિલ) ઉમેદવારી નોંધવવાનો છેલ્લો દિવસ છે, ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી. પરેશ ધાનાણી સભાસ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ તિલક અને પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નયનાબા જાડેજા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તો રાજકોટની રાજનીતિમાં હવે મહાભારતની એન્ટ્રી થઈ છે. રૂપાલાનું કાર્ય દુશાસન જેવું : પ્રતાપ દુધાત આ દરમિયાન પ્રતાપ…
ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટેનું મતદાન ત્રીજા તબક્કામાં સાતમી મેએ થવાનું છે તે પહેલા જ ગુરુવારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગતા સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયાએ ધાર્મિક માલવિયા સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામાં બાદથી અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવા અહેવાલ પ્રકાશિત થયા હતા. ત્યારે હવે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાશે નહીં. લેઉવા પટેલની સૌથી મોટી સંસ્થામાં જોડાયા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ અલ્પેશ કથીરિયાએ લેઉવા પાટીદારોની સૌથી મોટી સામાજિક સંસ્થા ખોડલધામમાં જોડાઈને સંસ્થામાં સેવા કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી દીધી છે કે તેમનો…
સમુદ્ર મંથનની પૌરાણિક કથાઓમાં મંદરાચલ પર્વતની આસપાસ લપેટાયેલા વાસુકી નાગના અસ્તિત્વને સાબિત કરવા માટે જરૂરી વૈજ્ઞાનિક આધારો મળી આવ્યા છે. IIT રૂરકીના એક મહત્વપૂર્ણ સંશોધનમાં, ગુજરાતના કચ્છમાં આવેલી ખાણમાંથી વિશાળ સાપની કરોડરજ્જુના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો 4.7 કરોડ વર્ષ જૂના છે. વૈજ્ઞાનિકોએ જે સાપના હાડકાના અવશેષો મળ્યા છે તેનું નામ વાસુકી ઈન્ડીકસ રાખ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ અવશેષો પૃથ્વી પર અત્યાર સુધીના સૌથી મોટા સાપના હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ કચ્છની પાનંધરાવ લિગ્નાઈટ ખાણમાં 27 અવશેષો શોધી કાઢ્યા છે, જે સાપની કરોડરજ્જુના ભાગો છે. જો વાસુકી આજે જીવતો હોત તો તે મોટા અજગર જેવો દેખાતો. આમાંના કેટલાક…
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉમેદવારી સામે રાજપૂતોનું અલ્ટીમેટમ થોડા જ કલાકોમાં સમાપ્ત થઈ રહ્યું છે. હજુ પણ ભાજપ પુરુષોત્તમ રૂપાલા અંગે મક્કમ છે અને તેઓ રાજકોટથી જ ચૂંટણી લડી રહ્યા છે. રાજપૂતોનું કહેવું છે કે જો રૂપાલાને હટાવવામાં નહીં આવે તો તેઓ ભાજપનો બહિષ્કાર કરશે. એટલું જ નહીં ગુજરાત ઉપરાંત યુપી, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ રાજપૂતોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ભાજપ રાજકોટને લઈને પોતાનો ઈરાદો બદલી રહ્યો નથી. અમિત શાહે પણ ગુરુવારે રૂપાલાને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તેણે દિલથી માફી માંગી છે. અમિત શાહે કહ્યું, ‘મને ખાતરી છે કે અમે ગુજરાતની તમામ…
રાજ્યમાં ધોમધખતો તાપ વરસી રહ્યો છે અને ભેજનું પ્રમાણ પણ ઓછુ રહે છે જેના પગલે જળાશયોમાં પાણીનો બાષ્પીભવન દર પણ વધી રહ્યો છે. જળસપાટી ઝડપથી નીચે ઉતરી રહી છે ત્યારે આજની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં કૂલ 24 જળાશયો મેદાનમાં ફેરવાઈ ગયા છે જ્યાં ઝીરોથી માંડીને 1 ટકા કરતા પણ ઓછું છે અને આ તમામ ડેમો સૌરાષ્ટ્રમાં આવેલા છે. ઉપરાંત 19 જળાશયો એવા છે જે 95થી 99 ટકા ખાલી થઈ ગયા છે. રાજ્યમાં હજુ વરસાદનું આગમન થવાને કમસેકમ બે માસ બાકી છે અને જળાશયોમાં નવા નીર તો સામન્ય સંજોગોમાં જૂલાઈ માસમાં આવતા હોય છે ત્યારે આજે તા. 18 એપ્રિલની સ્થિતિએ સૌરાષ્ટ્રના 141…
વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં શુક્રવારે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૦૨ બેઠકો પર મતદાન થશે. પહેલા તબક્કાના મતદાનમાં ૧૬૨૫ ઉમેદવારો મેદાનમાં છે. તેમજ કેન્દ્રના ૮ મંત્રીઓના નસીબ ઈવીએમમાં લોક થશે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન સાથે અરૂણાચલ પ્રદેશ (૬૦ બેઠકો) અને સિક્કિમ (૩૨ બેઠકો)માં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી પંચ મુજબ પહેલા તબક્કાના મતદાનમાં કુલ ૧૬૨૫ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૧૪૯૧ પુરુષ અને ૧૩૪ મહિલા ઉમેદવારો છે. પહેલા તબક્કાના મતદાનમાં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, પૃથ્વી વિજ્ઞાાન મંત્રી કિરણ રિજિજૂ સહિત ૮ કેન્દ્રીય મંત્રી,…
જેલમાં કેજરીવાલ જાણી જોઈ કેરીઓ ખાઈ રહ્યા છે આજે દિલ્હીની કોર્ટમાં લિકર પોલિસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં EDએ દાવો કર્યો કે, ‘તેઓ મેડિકલ આધારે જામીન મેળવવા માટે જાણીજોઈને શુગર લેવલ વધરવા મીઠી વસ્તુ ખાઈ રહ્યા છે.’ ઈડીએ કોર્ટમાં કહ્યું કે, ‘કેજરીવાલને ટાઈપ-2 ડાયાબિટિઝ (Diabetes) છે, પરંતુ તેઓ મેડિકલ જામીન મેળવા જાણીજોઈને જેલમાં બટેટા-પુરી, મીઠાઈ અને કેરી ખાઈ રહ્યા છે. EDએ કેજરીવાલના આરોગ્ય અંગે કોર્ટમાં શું કહ્યું ? ઈડીએ કહ્યું કે, ‘કોર્ટે તેમને ઘરનું જમવાનું આપવા માટે મંજૂરી આપી છે. અમને જેલનાં ડીજીએ કેજરીવાલનો ડાયટ પ્લાન મોકલ્યો છે. તેમને…
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. ધાર્મિક-અલ્પેશે ઈસુદાન ગઢવીને રાજીનામુ મોકલ્યું છે. બંને ભાજપમાં જોડાઈ તેવી શક્યતા આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા બંને નેતાઓએ લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીને અલવિદા કહી દીધું છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ બંને આગેવાનો કેસરિયા કરે તેવા સંકેતો છે. અલ્પેશ અને ધાર્મિક બંને વિધાનસભા ચૂંટણીમાં હાર્યા હતા વર્ષ 2022માં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.…