Author: 1nonlynews
આજે સરસાઇદની ઉજવણી કરી દેશ અને દુનિયામા અમન સુખ શાંતિ સમૃદ્ધિ, અને પોતાના પરિવાર માટે નાના ભૂલકાઓ દ્વારા દુઆઓ ગુજારવામા આવી એક સપ્તાહ અગાઉ રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી જેને ઈદ-ઉલ-ફિત્ર અથવા તેમજ રમઝાન ઈદ પણ કહેવાય છે પવિત્ર માસ રમઝાનના પૂર્ણ થતા ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે. એની સાથે જ રોઝા અને રમઝાન પૂર્ણ થઇ જાય છે. આખી દુનિયામાં મુસ્લિમો હર્ષોઉલ્લાસ સાથે ઈદનો જશ્ન ઉજવે છે. પવિત્ર રમઝાન મહિનામા રોઝા રાખવામાં આવે છે. અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે. પરંતુ તેનાથી કંઈક અલગ સવા ત્રણ મહિનાના રોજા રાખી ને ઈબાદત કરવામાં આવતી હોય છે અને રમજાન ઈદના એક સપ્તાહ બાદ…
Nestle cerelac : જો તમે પણ Nestle ઉત્પાદનોનો ઉપયોગ તમારા બાળકો માટે કરી રહ્યાં છો, તો સાવચેત રહો! એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે Nestle ભારત, અન્ય એશિયન અને આફ્રિકન દેશોમાં બાળકોને આપવામાં આવતા દૂધ અને (Nestle cerelac)સેરેલેકમાં ભેળસેળ કરે છે, જ્યારે યુરોપ અને બ્રિટનના બજારોમાં તે શુદ્ધ અને ભેળસેળ વગરના સેરેલેક પ્રદાન કરે છે. નેસ્લેના આ કાળા કૃત્યથી વિશ્વ આરોગ્ય સંસ્થા ગુસ્સે છે. તેમણે કહ્યું છે કે આવા ઉત્પાદનો બાળકોને શરૂઆતથી છ મહિના અને બે વર્ષ સુધી આપવામાં આવે છે. ઉત્પાદનોમાં ભેળસેળ એ બાળકો માટે ખૂબ જોખમી છે. આનાથી બાળકોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર…
તાજેતરમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોરદાર જંગ જામી રહ્યો છે ત્યારે વિવિધ બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરીને તેમનું નોમિનેશન કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે. આ સૌની વચ્ચે ઉમેદવારો દ્વારા જાહેર કરાતી માહિતીઓને પગલે કેટલાંક ઉમેદવારો વિવાદોમાં ફસાઈ રહ્યા છે. આવો જ એક મામલો સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર સાથે બન્યો છે. તેમના પર કોંગ્રેસ દ્વારા ડિગ્રી અંગેનો આરોપ મૂકવામાં આવ્યો છે. શું છે મામલો? સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારની ડિગ્રીમાં વિસંગતતાઓ જોવા મળી છે. તેમના ઉમેદવારી ફોર્મમાં અને બાયોડેટામાં અલગ અલગ ડિગ્રી દર્શાવાયાનો આરોપ લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ તેમના…
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના પગલે હવે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપની જાહેરસભામા કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ક્ષત્રિયોના આંદોલનને ડામવા માટે રાજ્યના ગૃહ વિભાગે પોલીસના ચૂંટણી લક્ષી જાહેરનામામાં પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવવા નહી તે વાતનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. આ પ્રકારના જાહેરનામાં દ્વારા સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષત્રિય આંદોલનના વિરોધને અટકાવવા માટે પોલીસને કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર, દ્વારા લોકસભાની ચૂંટણી સંદર્ભમાં સત્તાવાર રીતે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામુ સામાન્ય રીતે હાર પાડવામાં આવતા જાહેરનામાની માફક જ બહાર પડાયું છે. પરંતુ, ક્ષત્રિય સમાજના દ્વારા ભાજપની સભા અને…
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધતા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલાં કમોસમી વરસાદ બાદ આજે તાપમાનનો પારો ઉંચે ચડી જતા ચારેબાજુ જાણે આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવી અનુભૂતિ લોકોને થઇ હતી. ગુજરાતનું અમરેલીમાં ૪૪ ડીગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જ્યારે રાજકોટમાં ૪૩.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૩.૪, મહુવામાં ૪૩.૪, કેશોદમાં ૪૨.૭, જૂનાગઢમાં ૪૨.૧ અને ભાવનગરમાં ૪૧.૭ ડીગ્રી નોંધાયું હતું. ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર થઇ ગયું હતું. ભારતીય હવામાન વિભાગે ઓડિશામાં ૧૮ થી ૨૦ એપ્રિલ સુધી ભીષણ ગરમી પડવાની…
ઓછી બેઠકો પર લડતી કોંગ્રેસ શા માટે વધુ પરિણામોની અપેક્ષા રાખે છે? લોકસભાની ચૂંટણીનો રંગ હવે પૂરેપૂરો છવાઈ ગયો છે. પ્રથમ તબક્કાની બેઠકો પર પ્રચાર પૂરો થઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જીતની હેટ્રિક લગાવવાનો પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ ‘આ વખતે 400 પાર કરો’નું સૂત્ર આપ્યું છે. વિપક્ષ ઈન્ડિયા બ્લોકનું નેતૃત્વ કરતી કોંગ્રેસ પ્રાદેશિક ક્ષત્રપની મદદથી ભાજપના વિજય રથને રોકવાની આશા રાખે છે. આ ચૂંટણી જંગમાં વધુ એક વાતની ચર્ચા થઈ રહી છે અને તે છે કોંગ્રેસ ઓછી બેઠકો પર ચૂંટણી લડે છે. આઝાદી પછી સૌથી વધુ સમય દેશ પર શાસન કરનારી પાર્ટી કોંગ્રેસ આ વખતે…
ગુજરાત “વાઘોડીયા વિધાનસભા બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ” BJP-INC સામે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે “વાઘોડીયા વિધાનસભા બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ” BJP-INC સામે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે વડોદરા ગ્રામ્યની વાઘોડીયા વિધાનસભા બેઠક પર આગામી 7 મે ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુભાઇ ગોહીલએ ગત રોજ ઉમેદવાર પત્ર નોંધાવી દીધું હતુ. તેવામાં ચૂંટણી લડવા વાંચ્છુક મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસે ટિકિટ ન આપતા આખરે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનુ મન મનાવી લીધું છે. જેથી તેઓ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવશે તેવી તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત કરી છે. જેથી હવે વાઘોડીયા વિધાનસભા…
ભરૂચમાં પહેલીવાર ભાજપ સામે કોઈ વિપક્ષનો જોવા મળ્યો ઝંઝાવાતી જુવાળ “યે ચૈતર વસાવા હે ઝુકેગા નહિ” : ભગવંત માન ભરૂચ લોકસભાની ચૂંટણીના 72 વર્ષના ઇતિહાસમાં પેહલી વખત કોઈ શાસક પક્ષ સામે વિપક્ષનો ઝંઝાવાતી જુવાળ આજે આપના ચૈતર વસાવાની જન આશીર્વાદ રેલીમાં જોવા મળ્યો હતો. ભરૂચ લોકસભા બેઠક પર પહેલીવાર આજે શાસક ભાજપ પર વિપક્ષ આપના ઇન્ડિ ઉમેદવાર ચૈતર વસાવા ભારે પડ્યા હોવાનું જાહેર સભા તેમજ રેલીમાં જોવા મળ્યું છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી આપના ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રા હતી. ભરૂચ જિલ્લા અને દેડિયાપાડાથી આદિવાસી મેદની વાહનોમાં ઉમટી પડી હતી. જનસેલાબ અને ડી.જે. ના કાફલા વચ્ચે ઇન્ડિ ઉમેદવાર ચૈતર વસાવા સાથે…
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા શૂટરોની કચ્છમાંથી ધરપકડ બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું કચ્છ કનેક્શન ફરી સામે આવ્યું છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે મુંબઈ ક્રાઈમ બ્રાંચ સાથે વધુ સારા સંકલનના કારણે બંને શૂટરોની ધરપકડ પર પોલીસને બિરદાવી છે. તો બીજી તરફ પોલીસની ચિંતા પણ વધારી દીધી છે. આ પહેલીવાર નથી કે લોરેન્સનું કચ્છ કનેક્શન પ્રકાશમાં આવ્યું હોય. આ પહેલા પણ કચ્છ કનેક્શન સામે આવ્યું છે. પાકિસ્તાનમાંથી કરોડો રૂપિયાની દવાઓ આયાત કરવા બદલ કચ્છની નલિયા કોર્ટમાં લોરેન્સ સામે કેસ ચાલ્યો હતો. એટલું જ નહીં, સલમાન ખાન સિવાય અન્ય બે કેસમાં પણ કચ્છ કનેક્શન સામે આવ્યું છે. કચ્છ પાકિસ્તાન સાથે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત પ્રચાર કરી રહ્યા છે. તેઓ એક દિવસમાં અનેક જાહેર સભાઓને સંબોધિત કરી રહ્યા છે. 17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધવા આસામના નલબારી પહોંચ્યા હતા. પીએમની બેઠક પહેલા આસામના સીએમએ એક વીડિયો શેર કર્યો છે જેના પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. આસામના મુખ્યમંત્રીએ વીડિયો શેર કર્યો છે આસામના સીએમ હેમંત બિસ્વા સરમાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક અપંગ વ્યક્તિ માટીના રસ્તા પરથી સભા સ્થળ તરફ જતી જોવા મળે છે. પાણી અને કાદવ નજીકમાં દેખાય છે. વીડિયો શેર કરીને આસામના સીએમએ તેને પીએમ મોદી માટેનો પ્રેમ ગણાવ્યો છે. આસામના…