Author: 1nonlynews
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન છે. જો કે તે અગાઉ સી વોટરના ઓપિનિયન પોલમાં ચોંકાવનારા વલણો સામે આવ્યા છે. 18મી લોકસભાની રચના માટે દેશમાં કુલ 543 લોકસભા સીટો માટે ચૂંટણી થઈ રહી છે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થવાનું છે. એનડીએને 47% અને ઈન્ડિયા એલાયન્સને 40% મત સી વોટરના સર્વે મુજબ એનડીએને તમામ સીટો પર 47 ટકા વોટ મળવાની સંભાવના છે અને ઈન્ડિયા એલાયન્સને 40 ટકા વોટ મળવાની સંભાવના છે. આ સિવાય અન્ય રાજકીય પક્ષોને 13 ટકા વોટ મળવાની શક્યતા છે. સી વોટરના ઓપિનિયન પોલ અનુસાર, લોકસભા ચૂંટણી 2024માં એનડીએને કુલ 373 સીટો, ઈન્ડિયા…
લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતની 26 બેઠકો પરની લડાઈ એકતરફી માનવામાં આવતી હતી, પરંતુ રાજ્યમાં હોળી પછી રાજકોટની બેઠક પર રોચક ટક્કર જોવા મળી હતી. ક્ષત્રિય સમાજમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા થવાની અપેક્ષા છે. જ્યારે ભાજપે અમરેલીના રહેવાસી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચી નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મોટો જુગાર રમતા અમરેલીના રહેવાસી પરેશ ધાનાણીને રાજકોટમાં ઉતાર્યા છે. ધાનાણી 18 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ધાનાણી ગુજરાતમાં વિપક્ષી નેતા રહી ચૂક્યા છે. તેમણે 2002ની વિધાનસભા ચૂંટણીમાં પણ રૂપાલાને હરાવ્યા હતા. રાજકોટમાં ધાનાણીની એન્ટ્રી બાદ હવે તમામની નજર આ બેઠક પર ટકેલી છે. ધાનાણી 2002નું પુનરાવર્તન કરશે કે રૂપાલા 22 વર્ષ પહેલા રાજકોટની લડાઈમાં…
ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ઘુંઘવાટ, રોષ અને નારાજગી જોવા મળી છે. મુખ્યમંત્રીનાનિવાસસ્થાને આ મીટીંગ યોજવાથી ક્ષત્રિયોને તેમની માંગ સ્વીકારવવામાં તો સફળતા ન મળી પરંતુ, આંદોલનાત્મક કાર્યક્રમોને બ્રેક લાગી જતા રાજકોટમાં રૂપાલા નિર્વિઘ્ને ઉમેદવારી નોંધાવી શક્યા છે. જૌહરની જાહેરાત કરનાર પાંચ ક્ષત્રાણીઓ વતી એક ક્ષત્રાણીએ વીડિયો નિવેદન આપીને જણાવ્યું કે અમે જૌહર કરવા ગયા ત્યારે ચાર મોટી હસ્તીઓ કે જેઓ ડાયરેક્ટ મોદીજી સાથે વાત કરી શકે તેવા અગ્રણીઓ અમને મળવા આવ્યા અને રૂપાલાની ટિકીટ રદ થશે, બધું સરખું થઈ જશે તેવી ખાત્રી આપી હતી. હવે…
Accident:ગુજરાતના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો છે. અહીં ટ્રેલર સાથે અથડાતા કારમાં સવાર 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી. ઘટના નડિયાદ નજીક બની હતી આ ઘટના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને હાઈવે જામ થઈ ગયો હતો. કાર ટ્રેલરના પાછળના ભાગે ઘુસી ગઈ હતી અને વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી.અકસ્માત થતાં જ 108ની બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ…
@Nilesh Maru રાજકોટનાં કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં આજે રામનવમીનાં રોજ અનોખા લગ્ન યોજાયા. જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું કોટડા સાંગાણી તાલુકાના, રામોદ ગામમાં રાઠોડ પરિવારને ત્યાં યોજાયો અનોખો પ્રસંગ રાજકોટનાં કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં આગામી આજે એટલે કે રામનવમીનાં રોજ અનોખા લગ્ન યોજાયા. જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા તમેજ જાનેયા સહિત પરિવારને ઉતારો આપી, કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતહાસિક લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો અપ્યો. બૌધ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં…
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ગુજરાતમાં જોર પકડી રહી છે. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો. લાખોની ભીડ વચ્ચે ક્ષત્રિય સમાજે અલ્ટીમેટમ આપ્યું હતું કે જો રૂપલની ટીકીટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એક થઈને તેની સામે વોટ આપશે. ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટના મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે જો ભાજપ રૂપાલાની ટીકીટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર સમાજ ઓપરેશન રૂપાલા ચલાવશે. સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી બેઠકોમાં જ્યાં ક્ષત્રિય મતદારો એક થઈને અન્ય…
BJP Manifesto: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના નેતૃત્વમાં ભાજપ ફરી એકવાર વિજય પથ પર આગળ વધવા તૈયારી કરી રહ્યો છે. ભાજપને આશા છે કે મોદીના નેતૃત્વમાં તેઓ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં જીતવામાં સફળ રહેશે. આ વખતે ભાજપે 400 પારનું લક્ષ્ય રાખ્યું છે. જોકે લોકસભા 2024 ચૂંટણી માટે વડાપ્રધાન મોદી તથા ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી.નડ્ડા વગેરેની હાજરીમાં આજે ભાજપનો મેનિફેસ્ટો સંકલ્પ પત્ર (Sankalp Patra) જાહેર કરવામાં આવ્યો. #WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा का चुनावी घोषणा पत्र ‘संकल्प पत्र’ जारी होने पर कहा, “जिनको किसी ने नहीं पूछा, उनको मोदी पूजता है। यही…
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું છે. રિપોર્ટ અનુસાર, આ ફાયરિંગ આજે સવારે લગભગ 5 વાગ્યે બે અજાણ્યા લોકોએ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે ત્રણ રાઉન્ડ ગોળીબારના અહેવાલ છે. ખબર છે કે ‘દબંગ’ અભિનેતાનું ઘર મુંબઈના બાંદ્રામાં આવેલું છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફાયરિંગ કરનારા બંને બદમાશો બાઇક પર સવાર થઈને આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ગોળીઓ ચલાવ્યા બાદ તરત જ ત્યાંથી ભાગી ગયા હતા. ઘટના સમયે બંનેએ હેલ્મેટ પહેરી હતી. આ કારણોસર તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. ગોળીબારના કારણે જાનમાલના નુકસાનના કોઈ…
રશિયા યુક્રેન વચ્ચે આશરે બે વર્ષથી વધુ સેમીથી યુદ્ધ ચાલી રહ્યું છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ છેલ્લા સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન હવે ઈરાને અડધી રાત્રે ઈઝરાયેલ પર 200થી વધુ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. જેરુસલેમ સહિત ઈઝરાયેલના અનેક શહેરોમાં વિસ્ફોટ અને સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. સમગ્ર દેશની કિલ્લેબંધી કરવામાં આવી છે. હાઈ એલર્ટ ચાલુ છે. યુએસ અને ઇઝરાયેલી દળોએ મોટા પાયે છોડેલી મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા છે. જો કે, કેટલીક મિસાઈલોને કારણે ઈઝરાયેલના સૈન્ય મથકોને પણ નુકસાન પહોંચ્યું છે. ઇઝરાયેલી સૈન્ય IDFના પ્રવક્તાએ કહ્યું કે ઇરાની હુમલામાં દક્ષિણ ઇઝરાયેલમાં સૈન્ય મથકને…
ઈરાને શનિવારની મોડી રાત્રે ઈઝરાયેલની સરહદે પર પહેલો સીધો હુમલો કર્યો. હવે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવાથી ક્ષેત્રમાં તણાવ વધવાનો ખતરો વધી ગયો છે. અહેવાલ અનુસાર, ઇઝરાયેલમાં મોડી રાત્રે અચાનક સાયરન વાગવા લાગ્યા અને પછી જોરદાર ગડગડાટ અને વિસ્ફોટનો અવાજ સંભળાવા લાગ્યો હતો. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના તાત્કાલિક સમાચાર સામે નથી આવ્યા. ઈઝરાયેલે કહ્યું કે ઈરાન દ્વારા 100થી વધુ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ કહ્યું – અમે જવાબ આપીશું. આ દરમિયાન ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કરાયા બાદ ઈઝરાયેલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ રક્ષણાત્મક અને આક્રમક રીતે જવાબ આપવાનું વચન આપ્યું છે અને…