Author: 1nonlynews
@નિલેશ મારું ઉપલેટા ઉપર આવેલ માઁડાસણ ગામે સોમયજ્ઞ માં પરિવાર દર્શન કરવા ગયેલ દર્શન કરી પરત ફરતી વેરાએ સર્જાયો અકસ્માત ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા ધોરાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી પરિવાર ને સાંત્વના આપી પોરબંદર લોકસભા ના ઉમેદવાર લલિત વસોયા એ પોતાનો પ્રવાસ ટૂંકાવી હોસ્પિટલ ખાતે પહોચીયા રાજકોટ જિલ્લા ના ધોરાજી મા રહેતા દિનેશભાઈ ઠુંમ્મર પોતાના પરિવાર સાથે ઉપલેટા ઉપર આવેલ માંડાસણ ગામે ચાલતો સોમયજ્ઞ મા દર્શન કરવા ગયેલ ત્યારે સવારે પરત ફરતી વેરાએ ધોરાજી ભાદર 2 ડેમ ની નદીમાં કાર ડિવાઈડર તોડી ખાબકતા ચારેય લોકો ના મોત નીપજેલ સ્થાનિક તરવૈયા ની મદદ થી ચારેય મૃતદેહ ને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ…
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે નવ દિવસ જેટલો સમય બાકી છે જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં રાજકીય પક્ષો તડામાર તૈયારી કરીને પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જો કે ગુજરાતમાં રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો હાલ ચર્ચામાં છે અને હજુ સુધી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. રૂપાલાએ બે વખત માફી માગી અને ભાજપ પ્રદેશ પ્રમુખે પણ ક્ષત્રિય સમાજને માફી આપવા અપીલ કરી તેમ છતાં ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે અને રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માગ પર અડગ છે. આ વચ્ચે જામનગરના જામ સાહેબે મંગળવારે એક પત્ર લખીને પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે આજે તેમનો વધુ એક પત્ર સામે…
લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ માટે ચાર રાજ્યો કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા અને બિહારના રાજકીય અને સામાજિક સમીકરણો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ રાજ્યોમાં ભાજપને પોતાના આંતરિક મામલાઓ ઘણી બેઠકો પર વિપક્ષ તરફથી પડકારની પણ મોટી શક્યતા છે. આ રાજ્યોમાં છેલ્લી ચૂંટણીમાં ભાજપ અને એનડીએને મોટી સફળતા મળી હતી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં, જ્યારે ભાજપે ત્રણસોનો આંકડો પાર કર્યો હતો, ત્યારે પાર્ટી અને તેના ગઠબંધનને આ ચાર રાજ્યોમાં 103માંથી 99 બેઠકો મળી હતી અને માત્ર ચાર જ બેઠકો વિપક્ષના ખાતામાં ગઈ હતી. ભાજપ આ ચૂંટણીમાં પણ આ આંકડાને રિપીટ કરવા માંગે છે, પરંતુ ટિકિટ વહેંચણી, બહારથી આવતા નેતાઓને ટિકિટ આપવી, નવા સાથી પક્ષો…
સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપત્તિના ખુલાસાને લઈને મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ચૂંટણી લડતા ઉમેદવારે પોતાની માલિકીની તમામ મિલકતો જાહેર કરવી જરૂરી નથી. ઉમેદવારે માત્ર તે જ નોંધપાત્ર સંપત્તિ જાહેર કરવાની જરૂર છે જેથી મતદારો તેની આર્થિક સ્થિતિ અને જીવનશૈલીને સમજી શકે. કોર્ટે કહ્યું કે ચૂંટણી લડનારા ઉમેદવારોને ગોપનીયતાનો અધિકાર છે અને તેમણે તેમની સંપત્તિની દરેક વિગતો જાહેર કરવાની જરૂર નથી. અરુણાચલ પ્રદેશના એક અપક્ષ ધારાસભ્યના કેસમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. હકીકતમાં, ગૌહાટી હાઈકોર્ટે અરુણાચલ પ્રદેશના સ્વતંત્ર ધારાસભ્ય કરીખો ક્રીની ચૂંટણીમાં જીતને અમાન્ય જાહેર કરી હતી. કરીખો ક્રીએ 23 મે 2019 ના રોજ…
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પર ભાજપનો વિશ્વાસ આટલા વિરોધ વચ્ચે પણ અકબંધ છે. ક્ષત્રિય સમાજના આટઆટલા વિરોધ બાદ પણ ભાજપના પેટનું પાણી પણ હાલ્યું નથી. પાટીદાર સમાજના પરષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે. ગુજરાતના અમરેલી જિલ્લાના ખેડૂત પરિવારમાંથી આવતા પરષોત્તમ રૂપાલા એક નિવેદનને કારણે ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં ક્યારેક ક્ષત્રિયોની પકડ હતી. તેમનું વર્ચસ્વ હતું, પરંતુ હવે તેઓ પાટીદારોના વર્ચસ્વ જોવા મળી રહ્યુંછે. આંદોલન અને વિરોધના 15 દિવસ બાદ પણ ભાજપે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી નથી. એવું લાગે છે કે તેમને આ સમગ્ર વિવાદમાં કેન્દ્રીય નેતૃત્વ તરફથી જીવતદાન મળી ગયું છે. રૂપાલા એમ જ કદાવર…
જામનગર (Jamnagar)નું એરપોર્ટ ફરી ધમધમી રહ્યું છે. દંબગ સ્ટાર સલમાન ખાન અને ઈન્ટરનેટ સેન્સેશન ઓરી સહિતના ઘણા સેલિબ્રિટી અહી આવી રહ્યા છે. ત્યારે આ વખતે પણ હૉસ્ટ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના (Mukesh Ambani-Neeta Ambani)પુત્ર અનંત અંબાણી (Anant Ambani) જ છે. તો જો તમે વિચારમાં પડી ગયા હોય કે હમણા તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ એનિવર્સરી હતી અને ત્રણ દિવસ સુધી જામનગર બોલીવૂડ અને હોલીવૂડના સિતારાઓ સહિત તમામ ક્ષત્રેના મહાનુભાવોથી ચમકતું હતું ત્યારે ફરી શું પ્રસંગ આવ્યો છે અંબાણી પરિવાર તો. તો આ પ્રસંગ છે અનંત અંબાણીના જન્મદિવસનો. આવતીકાલે એટલે કે 10મી એપ્રિલે નીતા-મુકેશ અંબાણીના નાના પુત્ર…
એક તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજમાં રૂપાલાને લઈને નારાજગી યથાવત છે તે પાછળનું કારણ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદન છે. ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ઉગ્ર બની છે અને રાજ્યભરમાં ઠેર-ઠેર દેખાવ અને વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે ગાંધીનગરના કમલમ ખાતે રાજપૂત સમાજે ઘેરાવ કર્યો છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે રાજ શેખાવતની પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી છે. અગાઉ એરપોર્ટ પરથી તેમણે વીડિયોમાં આત્મવિલોપન કરવા મજબૂર ન કરો તેમ જણાવ્યું હતું. મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો : રાજ શેખાવત રાજશેખાવતે એક…
@nilesh maru, jetpur જેતપુરમાં આંગડીયા પેઢીનો કર્મચારી એક લાખ રૂપિયા ભરેલો થેલો બાઈકમાં રાખીને ઓફિસમાં તાળું મારતો હતો તે સમય દરમિયાન પાછળથી બાઈક ઉપર આવેલ બે શખ્સો થેલો ચોરી કરી નાશી ગયા હોવાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. જે બાબતે સીટી પોલીસ અને LCB એ સીસીટીવી ફૂટેજ પરથી અમદાવાદ જિલ્લાના છારા ગેંગના બે રીઢા ચોરોને ઝડપી લીધા હતાં. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના જુના પાંચપીપળા રોડ પર રહેતા અને એમજી રોડ પર આવેલ ઈશ્વર બેચાર નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હરિભાઈ ગોસાઈએ સીટી પોલીસ સ્ટેશનમાં એક ચોરીની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ મુજબ, હરિભાઇ ૪ એપ્રિલના સાંજના આશરે છએક વાગ્યે આંગડીયા…
iQoo એનિવર્સરી સેલ શરૂ થઈ ગયો છે. આ સેલ દરમિયાન, કંપનીએ તેના ઘણા હેન્ડસેટ પર મજબૂત ડિસ્કાઉન્ટ અને ડીલ્સની જાહેરાત કરી હતી. આ સેલ દરમિયાન iQOO Z9, iQOO Neo9 Pro, iQOO Z7 Pro અને iQOO 11 સ્માર્ટફોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફોનમાં તમને મજબૂત પરફોર્મન્સ અને ઉત્તમ ફોટોગ્રાફીનો અનુભવ મળશે. અમને તેના વિશે વિગતવાર જણાવો. iQOO એ ભારતીય બજારમાં 4 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે, કંપનીએ iQoo એનિવર્સરી સેલની જાહેરાત કરી છે, જેમાં હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ સેલ 9 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ચાલશે. આ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ, બેંક ઓફર્સ, એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યા છે.…
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણમાં એક સગીર છોકરીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારવા બદલ કોર્ટે એક વ્યક્તિને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2019માં બની હતી. પાંચ વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ જિલ્લા અને સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગુનેગારને 8000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ રકમ પીડિતને વળતર તરીકે આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. એડિશનલ સેશન્સ કોર્ટના જજ એ.આર. અષ્ટુરકરે આ કેસમાં દોષિત દીપક ઉર્ફે ગબરૂ સોનવણેને સજા સંભળાવતા, રાજ્ય સરકારની મનોધૈર્ય યોજના અથવા અન્ય કોઈ સંબંધિત યોજના હેઠળ વળતરની ચુકવણી માટે કેસ ડીએલએસએ (જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ)ને પણ મોકલ્યો છે. ને…