Author: 1nonlynews
મુંબઈથી મોડલો બોલાવી સુરતના પોશ વિસ્તારમાં સારા ઘરના નબીરાઓને સપ્લાય કરવાના હાઈ પ્રોફાઈલ સેક્સરેકેટનો ક્રાઈમ બ્રાંચના એન્ટિ-હ્યુમન ટ્રાફિટીંગ યુનિટે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર મોડલોને મુક્ત કરાવાની સાથે બે દલાલને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત એન્ટિ-હ્યુમન ટ્રાફિટીંગ યુનિટને બાતમી મળી હતી કે, વેસુ વીઆઈપી રોડ પાસે આવેલ એટલાન્ટિસ સ્ક્વેરમાં આવેલી ધ પાર્ક સેલિબ્રેશન નામની હોટલમાં મુંબઈની કેટલીક મોડલો રોકાય છે. દલાલો યુવરાજ અને જાવેદ મારફતે આ મોડલોને નબીરાઓને સપ્લાય કરવામાં આવે છે. જેથી પોલીસે ડમી ગ્રાહક ઊભો કર્યો હતો. દલાલ યુવરાજ ઉર્ફે રાજુ ઉર્ફે રાહુલને નિયમિત કસ્ટમરના રેફરન્સથી વોટ્સએપ પર હાઈ મેસેજ કરાયો હતો.રેફરન્સના કારણે દલાલ યુવરાજે વાતચીત કરી હતી…
અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને વિરોધ થઈ રહ્યો છે. જો કે, અહીં ભાજપ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગઈ અને પક્ષે ભૂપેન્દ્ર ચુડાસમાને અમરેલી દોડાવ્યા હતા. આ વિવાદને લઈને ભૂપેન્દ્ર ચુડાસમાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘અમરેલીમાં કોઈ વિરોધ નથી કે કોઈ રોષ નથી. ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે. અમરેલી બેઠક પર ભાજપે ભરત સુતરીયાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુમર લડી રહ્યા છે ત્યારે ભરત સુતરિયા સામે આંતરિક વિરોધ એટલો ઉગ્ર બન્યો છે કે શનિવારે મોડી રાતે સુતરિયાને બદલવાની માગણી કરનારા કાર્યકરો પર પક્ષના જ બીજા જૂથના કાર્યકરોએ હુમલો કર્યો હતો. અમરેલી બેઠક…
એસ.ટી.વર્કર્સ યુનિયન હિંમતનગર વિભાગ ની સાધારણ સભા ફેડરેશનના પ્રમુખ શ્રી ઇન્ર્દસિંહ પી જાડેજાના પ્રમુખ સ્થાનને તા.31-3-2024 નારોજ ઈડર મુકામે યોજાયેલ જેમાં ફેડરેશન નાજનરલ સેક્રેટરી શ્રી જયંતિભાઇ પટેલ, ખજાનચી શ્રી જયોતિન્ર્દ વ્યાસ, સં.મંત્રીશ્રી અજમેરીભાઇ, વિભાગ ના કા પ્રમુખ શ્રી અજીતસિંહ જેતાવત, શ્રી રીયાઝભાઇ, જનરલ સેક્રેટરી શ્રી સતીષભાઇ પટેલ, અમદાવાદ વિભાગ ના એડી જનરલ સેક્રેટરી શ્રી અલ્પેશભાઇ કલોત્રા, શ્રી પરબતસિંહ ચૌહાણ, શ્રી વિક્રમસિંહ, વિભાગ ના હોદ્દેદારો ને આગેવાનો, કર્મચારી ઓ મોટી સંખ્યામાં હાજર રહેલા. સૌનું સ્વાગત કરવામાં આવ્યું, જનરલ સેક્રેટરી શ્રી સતીષભાઇ એ સ્વાગત પ્રવચન કરી વિભાગ ની સંગઠન ની કામગીરી ને સભ્ય સંખ્યા અંગે વિગતે સમજ આપી હતી. જયંતિભાઇ પટેલે…
કેજરીવાલને લાંબા સમય સુધી જેલમાં નહિ રાખી શકે : દિલ્હીના સીએમની પત્ની સુનીતા લોકસભા ચૂંટણી 2024 શરૂ થઈ ગઈ છે અને તમામ પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આજે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A એલાયન્સ દ્વારા એક મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિપક્ષી દળોના અનેક અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. વિપક્ષી ગઠબંધને આ રેલીને ‘લોકશાહી બચાવો રેલી’ નામ આપ્યું છે. આ રેલીમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પણ ભાગ લીધો હતો. આ આગેવાનો જોડાયા હતા રેલીમાં સોનિયા ગાંધી (કોંગ્રેસ), એમ ખડગે (કોંગ્રેસ), રાહુલ ગાંધી (કોંગ્રેસ), શરદ પવાર (એનસીપી), ઉદ્ધવ ઠાકરે (યુબીટી), આદિત્ય ઠાકરે (યુબીટી), અખિલેશ…
કલ્લાકો સુધી લાઈન મા લાગી રહયા બાદ પણ પૂરતો ગેસ મળતો ના હોવાની સમસ્યામાથી રાહત મળશે… છોટાઉદેપુર જીલ્લામા બોડેલી ખાતે આવેલા CNG પંપ પર ગેસ ના પ્રેસર ની સમસ્યા ને લઇ ગેસ થી ચલાવતા વાહન ચાલકો રિક્ષા ચાલકો ની હાલત કફોડી બની હતી ત્યારે હવે CNG ગેસ પમ્પ ના શરૂ થયાને બાર વર્ષ બાદ અહીં બુસ્ટર લગાવી ગેસ ભરવાનું શરુ કરવામા આવતા બાર વર્ષે બાવો બોલ્યો છે એમ કહી શકાય એક તરફ સરકાર દ્વારા પ્રદુષણ ને લઇ ડીઝલ થી ચાલતા વાહનો બંધ કરી CNG તરફ લોકો વળે તે પ્રકાર ના પ્રયાસો હાથ ધરવામા આવ્યા બાદ લોકો પોતાની પેટ્રોલ કાર કે…
બે માથા, પણ એક શરીર… જન્મથી જોડાયેલી બહેનોમાંથી એકના લગ્ન થયા, બીજી હજુ કુંવારી, લગ્નનો Video જુઓ જન્મથી જોડાયેલી બે બહેનોમાંથી એકના લગ્ન થઈ ગયા છે. આ બંનેના નામ એબી હેન્સલ અને બ્રિટ્ટેની હેન્સેલ છે. આમાંથી, ડાબી બાજુએ એબીએ ભૂતપૂર્વ સૈનિક અને નર્સ જોશ બોલિંગને તેના જીવન સાથી તરીકે પસંદ કર્યા છે. હકીકતમાં, તેઓએ વર્ષ 2021 માં લગ્ન કર્યા હતા. પરંતુ હવે આ વાતનો ખુલાસો થયો છે. 34 વર્ષીય બહેનો એબી અને બ્રિટ્ટેની જ્યારે 1996માં ઓપ્રાહ વિન્ફ્રેના શોમાં જોવા મળી ત્યારે તે પ્રખ્યાત થઈ. પાછળથી, તેણીની પોતાની TLC રિયાલિટી શ્રેણી આવી, જેમાં તે લોકોને તેમનું રોજીંદુ જીવન બતાવતી હતી. Conjoined…
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. સમગ્ર આમ આદમી પાર્ટી (AAP) પોતાના નેતાની ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરી આવી છે. આ બધા વચ્ચે AAPના જ સાંસદ રાઘવ ચઢ્ઢાની ગેરહાજરી પર સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ ભાજપે સવાલો ઉઠાવ્યા હતા. હવે ભારતીય ગઠબંધનના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)એ પણ સવાલો પૂછવાનું શરૂ કર્યું છે. શરદ પવાર કેમ્પના નેતા જિતેન્દ્ર આવ્હાડે શનિવારે AAP નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રશ્ન પૂછ્યો હતો, તેમણે કહ્યું કે ચડ્ઢા એક બુદ્ધિશાળી વ્યક્તિ છે. તેઓ તેમની પાર્ટી માટે ખૂબ જ મૂલ્યવાન…
લોકસભા ચૂંટીમાં ભાજપમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાનો રાજકોટ બેઠક પર ભારોભાર વિરોધ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ અનુ.જાતિના કાર્યક્રમમાં ક્ષત્રિયો, રાજા મહારાજાઓ વિષે તથ્યવિહીન, ખોટી અને ઉતારી પાડતી ટિપ્પણી કરતા રાજ્યભરમાં વિરોદ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ગોંડલમાં આ મુદ્દે મંચ પરથી માફી માંગવા ગયા ત્યારે ત્યાં અનુ.જાતિ વિષે કરેલી ટિપ્પણીથી આ સમાજમાં રોષ અને નારાજગી પ્રસરી છે અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માંગણી સાથે વંથલી પોલીસમાં અરજી થઈ છે. પોલીસે શું કહ્યું…? વંથલીના…
પંજાબમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પટિયાલામાં રહેતા એક પરિવારનો દાવો છે કે તેમની 10 વર્ષની બાળકીનું બર્થડે કેક ખાવાથી મોત થયું છે. આ કેક ઓનલાઈન ઓર્ડર કરવામાં આવી હતી. તેના મૃત્યુના થોડા કલાકો પહેલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે પોતાનો જન્મદિવસ ઉજવતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. વીડિયોમાં બાળકી સુરક્ષિત દેખાઈ રહી છે. તેના પરિવારજનોનું કહેવું છે કે કેક ખાધા બાદ તેની હાલત ખરાબ થઈ ગઈ હતી, થોડા કલાકો પછી તેનું શરીર ઠંડુ થઈ ગયું હતું, જ્યારે તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા તો ખબર પડી કે બાળકી હવે આ દુનિયામાં…
ઇન્દિરા ગાંધીએ ભારતીય ટાપુ શ્રીલંકાને કેવી રીતે આપ્યો ? RTIમાં થયો ખુલાસો લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કચ્ચાથીવુ ટાપુનો મુદ્દો સામે આવ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ વડાપ્રધાન મોદીએ આ ટાપુનો ઉલ્લેખ કર્યો હતો. આઝાદી પછી પણ આ જમીનનો ટુકડો ભારત પાસે હતો. પરંતુ શ્રીલંકા તેના પર દાવો કરતું હતું. 1974માં એક સમજૂતી હેઠળ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ ટાપુ શ્રીલંકાને સોંપ્યો હતો. હિંદ મહાસાગરમાં કચ્ચાથીવુ ટાપુ ભારતના દક્ષિણ છેડે અને શ્રીલંકા વચ્ચે મધ્યમાં આવેલું છે. જ્વાળામુખી ફાટવાને કારણે આ ટાપુ પર કોઈ રહેતું નથી. જો કે, તેના પર સંપૂર્ણ નિયંત્રણ શ્રીલંકા પાસે છે. આ ટાપુ પર એક ચર્ચ છે.…