Author: 1nonlynews
દિલ્હીએ RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ જીતી હતી. તે જ સમયે, મેચ પહેલા વિરાટ કોહલીનો સામનો તેના બાળપણના કોચ રાજકુમાર શર્મા સાથે થયો હતો. પોતાના મેન્ટરને જોઈને કોહલી ભાવુક થઈ ગયો અને કોચના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. વાસ્તવમાં દિલ્હી અને બેંગ્લોર વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. કોહલીએ પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત આ મેદાન પર કરી હતી, કોહલીનો આ મેદાન સાથે જૂનો સંબંધ હતો. તે જ સમયે, કોચ પ્રત્યે કોહલીના આવા હૃદયસ્પર્શી વર્તનને જોઈને, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને(kevin pietersen ) ટ્વિટ કરીને દિલ્હી કેપિટલ્સ ટીમ મેનેજમેન્ટને અપીલ કરી. વાસ્તવમાં પીટરસન ઇચ્છે છે કે કોહલી તેના…
RCBને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં RCBને દિલ્હીએ 7 વિકેટે હરાવ્યું હતું. આરસીબીનો પરાજય ચોક્કસ થયો પરંતુ મેચ દરમિયાન આવી ઘટના પણ બની જેના વિશે ફેન્સ સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે. વાસ્તવમાં એવું બન્યું કે જ્યારે દિનેશ કાર્તિક(Dinesh Karthik) બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તે ઝડપી રન લેવાના પ્રયાસમાં પિચની વચ્ચે દોડ્યો હતો, જ્યારે બોલરે બોલ પકડીને ફેંકી દીધો હતો પરંતુ કાર્તિક પીચની વચ્ચે ભાગી ગયો હતો. બોલરો સ્ટમ્પ મારવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે કાર્તિકની ચોરી પકડાઈ ત્યારે દિલ્હીનો કેપ્ટન વોર્નર ગુસ્સે થયો હતો, પરંતુ વોર્નરે કાર્તિકના ‘ફિલ્ડમાં અવરોધ ઊભો કરવાના ઈશારા…
તમિલનાડુમાં થિયેટર માલિકોએ ‘The Kerala Story’ ના પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે. ઘણા ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ્સે તેને ચેન્નાઈની લિસ્ટિંગમાંથી હટાવી દીધી છે. હાલમાં રાજ્યમાં 13 થિયેટરોમાં આ ફિલ્મ પ્રદર્શિત થઈ રહી છે. થિયેટર માલિકોનું કહેવું છે કે આ ફિલ્મના પરફોર્મન્સની અસર મલ્ટીપ્લેક્સની અન્ય ફિલ્મો પર પડી શકે છે. થિયેટર ઓનર્સ એસોસિએશનના એક વરિષ્ઠ સભ્યએ એનડીટીવીને જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાની ચિંતાને કારણે અમે આ પગલું ભર્યું છે. મલ્ટિપ્લેક્સમાં દેખાડવામાં આવતી અન્ય ફિલ્મોને પણ નુકસાન થશે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમિલનાડુ સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો નથી. હાલમાં, મણિરત્નમની પોનીયિન સેલવાન 2 અથવા PS2 બોક્સ ઓફિસ પર…
એસ જયશંકરે કહ્યું કે SCO મીટિંગ રૂમની બહાર બિલાવલ ભુટ્ટોએ (pakistan minister) ભારતની રાજનીતિથી લઈને કાશ્મીર અને G20થી લઈને BBCની ડોક્યુમેન્ટરી સુધીના દરેક મુદ્દા પર નિવેદનો આપ્યા હતા. pakistan વિદેશ મંત્રીએ બેઠક છોડીને SCO સિવાય દરેક મુદ્દા પર વાત કરી, આવું કરવું યોગ્ય નથીઃ એસ જયશંકર વિદેશ મંત્રી એસ જયશંકરે એક કાર્યક્રમમાં બિલાવલ ભુટ્ટો પર આકરા પ્રહારો કર્યા હતા. મૈસુરમાં એક થિંક ટેન્ક કાર્યક્રમમાં બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે SCO મીટિંગ રૂમની બહાર બિલાવલ ભુટ્ટોએ ભારતના રાજકારણથી લઈને કાશ્મીર અને G20થી લઈને BBC ડોક્યુમેન્ટરી સુધીના દરેક મુદ્દા પર નિવેદનો આપ્યા. આ યોગ્ય ન હતું. વસ્તુઓને ખોટા સંદર્ભમાં રજૂ…
@vimalbhai patel, gambhoi ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ હતી. જેમા ઉમેદવારનુ પરીક્ષા કેન્દ્ર નિકોડાનુ હોઇ પરંતુ શરત ચુકથી સલાટપુર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયેલ હતો. તલોદ પોલીસ દ્વારા ઉમેદવારને ફર્સ્ટ મોબાઇલમાં બેસાડી તાત્કાલીક તેના મુળ પરીક્ષા કેન્દ્ર નિકોડા ખાતે પહોચાડીમાં મદદ કરવામાં આવી હતી. તેવી જ રીતે એક પરીક્ષાર્થીને મોડું થઈ ગયેલ હતું આથી મહિલા પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ થી પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
@vimalbhai patel, gambhoi ઇડર police વિભાગ દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવેલા 20 થી વધુ ઉમેદવારોને બસ સ્ટેન્ડમાં સુતા જોઈ પોલીસ લાઈન ખાતે વ્યવસ્થા કરી સેવાની સુવાસ પ્રસરાવી police સાચા અર્થમાં પ્રજાના મિત્રની પ્રતીતિ કરાવતો ઇડરનો પોલીસ સ્ટાફ રાજ્ય સરકાર દ્વારા વિવિધ કેડરની પરીક્ષાઓ યોજાતી હોય છે. જેમાં તાજેતરમાં પંચાયત સેવાની પરીક્ષા યોજાઈ હતી. નિષ્પક્ષ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની કામગીરી ખુબ જ આવશ્યક બની બની જાય છે. પોલીસ વિભાગ પ્રજાના મિત્ર બની ને વિવિધ પ્રજાલક્ષી કામગીરી કરતા હોય છે. આવું જ એક ઉમદા કાર્ય કર્યું છે ઇડરના પોલીસ સ્ટાફે જે સાચા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર…
તારીખ ૭ / ૫ / ૨૦૨૩ ના રોજ યોજાનાર talati ક્રમ મંત્રીની પરિક્ષા નિમિત્તે અલગ અલગ જિલ્લા માં થી પરીક્ષા આપવા હિંમતનગર (સાબરકાંઠા) આવતા પરીક્ષાર્થીઓ માટે રાત્રી રોકાણ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ , રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા દ્વારા હિંમતનગર માં ૐ ભવન , AHP કાર્યાલય, માણેકકૃપા હાઇસ્કુલ ની સામે , પોલોગ્રાઉન્ડ, ખાતે નિ:શુલ્ક રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 46 પરીક્ષાર્થીઓ એ સેવા નો લાભ લીધો હતો . talati પરીક્ષાર્થીઓને રહેવા માટે કોઈ તકલીફ ના પડે એ માટે ગાદલાં, ટેબલ ફેન , અને પીવાના પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવાઓ માં ગાદલાં માટે વિપુલભાઈ પટેલ, સુનિલભાઈ…
@પી.ડી. ડાભી, તળાજા તળાજાના પીથલપુર ગામે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ માં પરિવારને બેંક દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તળાજાના પીથલપુર ગામે નગર પ્લોટ વિસ્તાર માં રહેતા ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈ નું કુદરતી મૃત્યુ થયુ હતું. જેમાં ભોપાભાઇ ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બેંક મિત્ર મહેશભાઈ ઢાપા પાસે તેમને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો કરાવેલ હતો આથી ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈને કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ભોપાભાઈએ પ્રીમિયમ 342 PMJJY પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજનાનું ભરેલ હતું આ પ્રીમિયમ આખા વર્ષ નું પ્રીમિયમ 436 છે તેમના પત્ની વારસદાર ભરવાડ હકુબેન…
@વિમલ પટેલ ગાંભોઈ સાબરકાંઠા જીલ્લામાં આવેલ જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ , દીપડો, ઝરખ, શિયાળ, જંગલીભુંડ, જંગલી બીલાડી, સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. નોંધનીય છે કે વન વિભાગના સુત્રો દ્રારા મળેલી માહિતી પ્રમાણે ૨૦૧૬ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૧૮ રીંછ, ૧૦ દીપડા સહીત અન્ય ૩૮૫ વન્ય પ્રાણીઓ નોધાયા હતા. તો ગત સાલે રીંછની ગણતરી હાથ ધરવામાં આવી હતી જે હાથ ધરાયેલ ગણતરીમાં ૩૦ રીંછ, ૨૬ દીપડા સહીત ૭૧૪ અન્ય વન્ય પ્રાણીઓ નોધાયા હતા. એટલે કે ૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨3…
એક સાથે અનેક બ્રાન્ડના વાહનોમાં ગરબડ જોવા મળી છે( honda, ford, BMW). કંપનીઓ વતી, કાર માલિકો અને ડ્રાઇવરોને તેમના વાહનો પાર્ક કરવા અને ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી વાહન ન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. કાર ચાલકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક-બે નહીં પરંતુ અનેક બ્રાન્ડના વાહનોમાં મોટા પાયે ખામી હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર રિકોલ આવી છે. એકલા BMW એ 90,000 સેડાન અને SUV ના માલિકોને તેમના વાહનો તાત્કાલિક પાર્ક કરવા અને જ્યાં સુધી કંપની સમસ્યાનું સમાધાન ન કરે ત્યાં સુધી વાહન ન ચલાવવાની અપીલ કરી છે. આ…