Author: 1nonlynews
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આખી કેબિનેટ સાથે આજે રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં નવી સરકારના શપથ લેશે. આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સાથી પક્ષો સાથે પણ લગભગ વાતચીત ચાલી રહી છે, શનિવારે પણ ચર્ચા ચાલુ રહી. એવા સંકેતો છે કે ભાજપના નેતૃત્વએ એનડીએમાં તેના સાથી પક્ષોને તેમની માંગણીઓ મર્યાદામાં રાખવાની સલાહ આપી છે. ભાજપે તેમને ખાતરી આપી છે કે અધૂરી ઈચ્છાઓ પર યોગ્ય સમયે વિચારણા કરવામાં આવશે. કયા કયા મંત્રાલય ભાજપ રાખશે? એક અહેવાલમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિમાં સામેલ ચાર મંત્રાલયો (ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ) સહિત અન્ય ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો છે જેને ભાજપ…
જન સૂરજના વડા અને જાણીતા રાજકીય નિષ્ણાત પ્રશાંત કિશોર (પીકે)એ લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા ઝટકાનું કારણ જણાવ્યું છે. આ ઉપરાંત ભાજપના ઘટી રહેલા ગ્રાફ પાછળ કોણ જવાબદાર છે તે પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પીકેએ ભાજપની ભવ્ય જીતની ભવિષ્યવાણી કરી હતી. પરંતુ આ વખતે ભાજપ બહુમતીના આંકડાને પણ સ્પર્શી ના શક્યો. ભાજપે મોટાભાગની બેઠકો કેમ ગુમાવી? પ્રશાંત કિશોરે કહ્યું કે તેઓ (ભાજપ) માનતા રહ્યા કે અમે ચોક્કસપણે જીતીશું. ભાજપના 208 જૂના સાંસદો જીત્યા છે, પરંતુ હાર્યા એ છે જ્યાં ઉમેદવારને જોયા વિના ગમે તેને ટિકિટ આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ, બિહાર વગેરેમાં જે પ્રકારના ઉમેદવારો આપવામાં આવ્યા તેના કારણે…
રાહુલ ગાંધી માટે કઈ બેઠક છોડવી ફાયદાનો સોદો સાબિત થશે, જાણો રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો જીતી ગયા છે આ સંજોગોમાં તે કઈ બેઠક છોડશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. ચાર જૂનના રોજ પરિણામના દિવસે રાહુલ ગાંધીne આ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી કંઈ નક્કી નથી. કેટલા અંતરથી જીત્યાં રાહુલ? રાહુલ ગાંધી વાયનાડથી 3.90 લાખ અને રાયબરેલીથી 3.64 લાખ મતના અંતરથી ચૂંટણી જીતી ગયા છે. 2019માં રાહુલ ગાંધી 4 લાખ વોટથી ચૂંટણી જીત્યા હતા. 2009ના સીમાંકન બાદ જ્યાંથી વાયનાડ બેઠક બની છે ત્યારથી અહીં સતત કોંગ્રેસ જ જીતે છે. આ માટે જ વાયનાડ…
ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓની આવી ‘ઉદારતા’… EMI જેમ હપ્તાઓમાં લે છે લાંચ અત્યાર સુધી તમે લોન EMI વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ ગુજરાતમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં ભ્રષ્ટ અધિકારીઓએ પણ EMIમાં લાંચ લેવાનું શરૂ કરી દીધું છે, જેથી પીડિતને એકમ રકમ ચૂકવવા કરતાં વધુ બોજ ન ઉઠાવવો પડે. ગુજરાતમાં EMI જેવી લાંચ લેવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. વર્ષ 2024માં, એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ આવા 10 કેસ નોંધ્યા અને તપાસ શરૂ કરી. એજન્સીના જણાવ્યા અનુસાર, રાજ્ય ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ ગુરુવારે કહ્યું કે આ પદ્ધતિ જોકે નવી નથી. એસીબીના ડાયરેક્ટર…
લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજયરથને એકલે હાથે રોકનારાં ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર પક્ષવિરોધીથી ભડક્યાં છે. તેમણે કોંગ્રેસને સલાહ આપી છે કે, જો પક્ષના ગદ્દારોને હાંકી કાઢવામાં નહી આવે તો કોંગ્રેસ પક્ષને વધુ નુકશાન થશે. ભલે મારો સગો ભાઈ હોય, પણ પક્ષવિરોધી પ્રવૃતિ કરતો હોય તો તેને પક્ષમાંથી હાંકી કાઢો. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પક્ષવિરોધી પ્રવૃતિને લઈને ઘણી ફરિયાદો મળી છે ત્યારે કોંગ્રેસ આગામી દિવસોમાં શિસ્તભંગનો કોરડો વિંઝે તેવી શક્યતા છે. ગેનીબેનનું સ્પષ્ટ કહેવુ છેકે, જો પક્ષવિરોધીઓને સજા ન કરો તો બીજા પ્રેરિત થાય છે. પક્ષના ગદ્દારોથી પક્ષને નુકશાન થતું હોય છે. જે કાર્યકરો મારી સાથે કામ કરે છે…
યુપીની રાજધાની લખનૌના દેવા રોડ પર સ્થિત ઓયો રેડ બિલ્ડીંગ ગેસ્ટ હાઉસના રૂમ નંબર 105માંથી 22 વર્ષની યુવતીની લાશ મળી આવી હતી. યુવતી બારાબંકીની રહેવાસી છે. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાની આશંકા છે. તેનો બોયફ્રેન્ડ પણ યુવતી સાથે રૂમમાં રોકાયો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે. પોલીસનું કહેવું છે કે યુવતીનો બોયફ્રેન્ડ રૂમને બહારથી તાળું મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જ્યારે બે દિવસ પછી રૂમમાંથી કોઈ બહાર ન આવ્યું અને રૂમમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને…
How BJP Plan To Tackle Nitish Kumar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની બે લોકસભા ચૂંટણીમાં પોતાના દમ પર બહુમતી મેળવી સરકાર ચલાવી હતી, જોકે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તેઓ ગઠબંધન સરકાર ચલાવવા મજબુર બન્યા છે. ભાજપ બાદ NDAમાં સામેલ પક્ષોમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને નીતીશ કુમારની જનતા દળ યુનાઈટેડે (JDU) સૌથી વધુ બેઠકો જીતી છે, તેથી આ બંને નેતાઓએ ભાજપ પાસે ઘણા મહત્વના મંત્રાલયો માંગ્યા છે. નાયડુએ લોકસભામાં અધ્યક્ષ પદની માંગ કરી છે, તો નીતીશની પાર્ટીએ અગ્નિવીર જેવા મુદ્દાઓ ઉઠાવી મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટો પર સવાલો ઉઠાવ્યા છે. 12 બેઠકો જીતનાર નીતીશ કુમારના આ દબાણને કારણે…
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયેલી કંગના રનૌત સાથે ચંદીગઢ એરપોર્ટ પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. CISFની એક મહિલા સૈનિકે તેને થપ્પડ મારી છે. કંગનાએ ખેડૂત આંદોલનમાં મહિલા ખેડૂતોને લઈને નિવેદન આપ્યું હતું. આનાથી ઘાયલ CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી હતી. કુલવિંદરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ ઘટના બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. કંગનાને ચંદીગઢથી દિલ્હી જવાનું હતું. CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે સુરક્ષા તપાસ દરમિયાન આ કૃત્ય કર્યું હતું. આ પછી કંગનાની સાથે રહેલા મયંક મધુરએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે કંગનાએ…
ચૂંટણી પરિણામોને લઇ ભાજપની ટોચની નેતાગીરી કયા મુદ્દાઓ પર સમીક્ષા કરશે? આ સામાન્ય ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ છે. બેશક તે તેના સાથી પક્ષો સાથે કેન્દ્ર સરકાર બનાવશે. પરંતુ આ બધાની વચ્ચે 18મી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું “આ વખતે ચારસો પાર કરવાનું” સ્વપ્ન સાકાર થઈ શક્યું નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદીએ ચૂંટણીની ગણતરીના દિવસે માત્ર ત્રણથી ચાર રાઉન્ડના મત ગણતરી બાદ સ્વીકાર્યું કે તેમની પાર્ટી આ સામાન્ય ચૂંટણીમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી રહી નથી. તેમણે વચન આપ્યું હતું કે પાર્ટી તેની સમીક્ષા કરશે. ચોક્કસપણે ભાજપ અપેક્ષાઓથી વિપરીત આ પરિણામની સમીક્ષા કરશે. પરંતુ સવાલ એ…
અયોધ્યામાં ભાજપને રામલલ્લાના આશીર્વાદ ન મળ્યા, સાથે આસપાસની બેઠકો પણ ગુમાવી આ વખતે આવનાર લોકસભા ચૂંટણીના પરિણામોએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. આમ કહીએ તો કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર રચાય તેમ લાગી રહ્યું છે, પરંતુ આ વખતે પરિણામો નબળી બહુમતી તરફ ઈશારો કરી રહ્યા છે. ચુંટણીમાં જ્યાં 400 સીટોને પાર કરવાનો સ્લોગન આપવામાં આવ્યો હતો, હાલમાં આપણે 300 સીટો સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. આ ચૂંટણીમાં ભાજપે પણ રામ મંદિરનો મુદ્દો જોર જોરથી ઉઠાવ્યો હતો. રામના નામ પર હિંદુ મતદારોને જીતવા માટે પાર્ટી તરફથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. મોટી વાત એ હતી…