Author: 1nonlynews
શિયાળાની વિદાય બાદ રાજ્યમાં ગરમીની શરુ આત થઇ ચુકી છે. જો કે હજુ તો શરુ આત છે, ત્યારે જ રાજ્યમાં ભુકા બોલાવી દે તેવી ગરમી પડી રહી છે. ગુજરાતમાં સીઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી 40 ડિગ્રીને પાર થઈ છે. હજુ તો માર્ચ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં કેવી હાલત હશે…? આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ખુબ જ ભારે રહેવાના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર, અરવલ્લી અમદાવાદ, ગાંધીનગર વગેરે શહેરોમાં રાત્રિ દરમિયાન ઉકળાટનો…
સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવણીમાંથી ટકાવારી લેતા હશે? ભરતસિંહ ડાભીને જાહેરમાં આ પ્રકારનો ખુલાસો કેમ કરવો પડ્યો? લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થતા તમામે જોરદાર પ્રચાર શરૂ કરી દીધો છે. આવામાં ભાજપના એક ઉમેદવાર જાહેર મંચ પર ના બોલવાના શબ્દો બોલી ગયા છે. અને હવે પોતાના જ નિવેદન પર ફસાયા છે. આપણે વાત કરિર્હ્યાએ છીએ ભાજપના પાટણ લોકસભાના ઉમેદવાર ભારત સિંહ ડાભીની. ચાણસ્માના પીપળ ગામે પ્રચાર કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરમાં ગ્રાન્ટમાં કટકી મામલે એવું નિવેદન આપ્યુ કે બરાબરના ફસાયા. ત્યારે લોકસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે સાંસદના ગ્રાન્ટમાં કટકી પર રાજકારણ આવ્યું છે. શું સાંસદો ટકાવારી લે છે? સાંસદની ગ્રાન્ટમાં ટકાવારી બાબતે ભરતસિંહ ડાભીએ…
ગુજરાતની વિવિધ લોકસભા બેઠકો પર ગુજરાત ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉમેદવારી જાહેર કર્યા બાદ ઘણી બેઠકો પર આંતરીક અસંતોષ અને જૂથવાદ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપના આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ યથાવત રહ્યો છે. ભીખાજીના સમર્થકોએ ચક્કા જમણો કાર્યક્રમ યોજ્યો હતો. અને શામળાજી- ઇડર સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. ભીખાજીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ભીખાજી ઠાકોરની ‘ના’ સામે કાર્યકરોની ‘હા’ જેવા નારા લગાવ્યા હતા. ભાજપ કાર્યકરોની મોટી ચીમકી ઉચ્ચારી હતી, દેવાની ચીમકી આપવામાં આવી હતી. આયાતી ઉમેદવાર સામે કાર્યકરોનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તો વધુમાં હિંમતનગર શહેરમાં આવેલી કચ્છી સમાજવાડી ખાતે ભાજપની…
બાધા રાખનાર એક લાકડાના માંચડા ઉપર દોરડા ઉપર લટકીને વિધી પુરી કરે છે છોટાઉદેપુર ના કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયા નો મેળો ભરાયો જેમાં બે રાજ્યના આદિવાસી સમાજના લોકો આવ્યા ગોળ ફળિયાના મેળામાં આદિવાસી સમાજના લોકોએ શ્રીફળ ફોડી પૂજા અર્ચના કરી બાધા રાખનાર વ્યકતિ લાકડાના માંચડા ઉપર દોરડું બાંધી ગોળ ગોળ ફર્યા જયારે આદિવાસી સમાજના લોકો રામ ઢોલ વગાડી આદિવાસી ટીમલી ના તાલે નાચ્યા હતા જ્યારે આદિવાસી મહિલાઓ એક જ કલરના કપડા તેમજ ચાંદીના આભૂષણો પહેરીને આવી હતી કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયાનો મેળો ભરાયો જેમાં ગોળ ફળિયા ના મેળામાં ગામ લોકો દ્રારા લાકડાનો એક સ્થમ્ભ ગામના સીમાડે…
‘ઘરમાં બૈરૂ પાણીનો ય ભાવ નથી પૂછતી, ને મને શિખામણ દેવા નીકળ્યા…’: નીતિન પટેલ ભરાયા ગુસ્સે સામાન્ય રીતે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જાહેર મંચ પરથી એકદમ બિદાસ્ત થઈને વિરોધીઓને મૂંહતોડ જવાબ આપતા ઘણી વખત આપણે જોયા છે, ત્યારે ફરી એકવાર નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ટોણો માર્યો હતો. તેમણે મંચ પરથી સલાહ આપતા નેતાઓને કહ્યું હતું કે જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા. તેમણે સલાહ આપનારને આડે હાથ લઈને કહ્યું કે ‘જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે.’ આવા નેતાઓએ સલાહ આપવાનું બંધ કરી દેવું જોઈએ.…
ભાજપની છઠ્ઠી યાદીમાં વધુ ત્રણ સાંસદોની ટિકિટ કપાઇ હતી. હજુ સુધી ભાજપે દસ મંત્રીઓ સહિત કુલ 103 સાંસદોના પત્તાં કાપી નાખ્યા છે. 2019ની ચૂંટણીમાં પાર્ટીએ 119 સાંસદોને ટિકિટ આપી હતી. આ વખતે ભાજપે માત્ર ઓછા લોકપ્રિય સાંસદોને જ નહીં પરંતુ પોતાના વિવાદિત નિવેદનોથી વિવાદો સર્જનારાઓથી પણ કિનારો કરી લીધો છે. તેમાં ગોડસેને મહાન ગણાવનાર ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા, ચોક્કસ સમુદાય વિરુદ્ધ ટિપ્પણી કરનાર પ્રવેશ વર્મા, સંસદમાં લઘુમતી સમુદાયના સાંસદ વિરુદ્ધ ટિપ્પણી કરનાર રમેશ બિધુરી અને પાર્ટી નેતૃત્વને નિશાન બનાવનાર વરુણ ગાંધી જેવા નેતાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સપાટો બોલાવ્યો પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં સૌથી વધુ સાંસદોની ટિકિટો કેન્સલ…
ઇતિહાસમાં પહેલીવાર એવું થશે જ્યારે કોઇ એક ઈસ્લામિક દેશ મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેશે. ખરેખર અમે વાત કરી રહ્યા છીએ સાઉદી અરબની જે પહેલીવાર તેના દેશની મહિલા ઉમેદવારને મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેવા માટે મંચ પર મોકલશે. આ મામલે માહિતી ખુદ રુમી અલકાહતાનીએ આપી છે જે મિસ યુનિવર્સ 2024ની સ્પર્ધામાં સાઉદી અરબનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં આવું પહેલીવાર થશે જ્યારે મિસ યુનિવર્સના મંચ પર એક ઈસ્લામિક દેશ સાઉદી અરબનો ઝંડો જોવા મળશે. રુમી અલકાહતાની 27 વર્ષીય મોડલ છે જે સાઉદી અરબમાં રહી ચૂકી છે. આટલું જ નહીં મિસ અરબ વર્લ્ડ પીસ 2024 અને મિસ વૂમન (સાઉદી અરબ) પણ…
પૌરાણિક કથાઓથી લઈને ઘણી હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં સાપની નજીક ‘નાગમણી’નો ઉલ્લેખ જોવા મળે છે. એવો દાવો કરવામાં આવે છે કે કિંગ કોબ્રા જેવા સાપની અમુક પ્રજાતિઓના મગજમાં ચોક્કસ ઉંમર પછી રત્ન બને છે. તે અમૂલ્ય છે અને જે તેને પ્રાપ્ત કરે છે તે અપાર સંપત્તિ અને કીર્તિનો માલિક બને છે. પણ શું ખરેખર એવું છે? શું ‘નાગમણી’ જેવી કોઈ વસ્તુ છે? વિજ્ઞાન શું કહે છે… એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વાતિ નક્ષત્ર દરમિયાન વરસાદના ટીપા કિંગ કોબ્રાના મુખમાં પ્રવેશ કરે છે, ત્યારે નાગમણી બને છે. નાગમણી કિંગ કોબ્રાના હૂડમાં રચાય છે. કહેવાય છે કે નાગમણીને ભગવાન શિવના આશીર્વાદ…
ચૂંટણી કોઈપણ હોય ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે પછી લોકસભા દરેક ચૂંટણીમાં પૈસા અને દારૂની રેલમછેલમ જોવા મળતી હોય છે. ક્યારેક ચૂંટણીના સમયગાળામાં મોટી માત્રામાં રોકડ રકમ અથવા મોટી માત્રામાં દારૂ ઝડપાતો હોય છે તેમાં પણ ગુજરાત જેવા દારૂબંધી વાળા રાજ્યમાં ખાસ. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ ઝડપાયેલા દારૂ અથવા તો રોકડ રકમનું શું થાય છે શું તે જે તે વ્યક્તિને પાછી આપવામાં આવે છે કે પછી સરકારી તિજોરીમાં જમા થાય છે તો આવો જાણીએ આ વિશે વિગતે. …
કળિયુ બરાબરનો જામ્યો છે આજના ઇન્ટરનેટના યુગમાં માણસની મનોવૃત્તિ અભણાઈ ગઈ સંબંધો એમનું મહત્વ ગુમાવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રામોલમાં નશાની હાલતમાં પિતાએ પોતાની સગી દીકરી સાથે અડપલા કરી આબરૂ લેવાની કોશિષ કરી છે, જોકે 11 વર્ષની સગીરાએ પ્રતિકાર કરતા પિતા ઘરમાંથી જતો રહ્યો અને આ અંગે પરિવારના અન્ય સભ્યોને જાણ થતાં પોલીસ મથકે દીકરી સાથે છેડતી કરનાર નરાધમ પિતાની ધરપકડ કરી છે. કોણ છે આ આરોપી અને શું છે સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલમાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી બે દીકરીઓ અને બે બહેન-બનેવી સાથે રહે છે. આરોપીની પત્નીનું…