Author: 1nonlynews
સુરેન્દ્રનગર ચોટીલા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળ પર જ 3 લોકોના મોત નિપજયા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના આપાગીગાના ઓટલા પાસે ભયંકર અકસ્માત બનવા પામ્યો. આપાગીગા પાસે ચોટીલાથી રાજકોટ તરફ જઇ રહી હતી એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજયા છે. ગમખ્વાર અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક અને બે મહિલા સહિત ત્રણના ઘટનાસ્થળ પર મોત થયા છે.…
શિસ્ત બદ્ધ ભાજપમાં ભડકો! માત્ર સાબરકાંઠા જ નહિ આ લોકસભા ઉમેદવાર સામે પણ કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ
ભાજપે 2 લોકસભાની સીટના ઉમેદવારો બદલી દેવાનો પ્રયોગ કરવો પડ્યો છે. આમ છતાં હજુ પણ મોદી સરકારના 2 મંત્રી અને સાબરકાંઠાના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ ઓછો થયો નથી. ગુજરાતમાં ભાજપે 26 ઉમેદવારો જાહેર તો કરી દીધા છે, હવે આ લોકો ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે. ગુજરાતમાં બનાસકાંઠા લોકસભામાં રેખાબેન ચૌધરી, વલસાડમાં ધવલ પટેલ, આણંદમાં મિતેશ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના નામનો કકળાટ શરૂ થયો હતો. વડોદર લોકસભામાં તો વિવાદ અટક્યો છે પણ સાબરકાંઠા લોકસભામાં નવા ઉમેદવાર સામે પણ વિરોધ શરૂ થઈ ગયો છે. ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે એટલે જાહેરમાં બળાપો કાઢનારને ઘરભેગા થવું પડે…
Gujarat By-Election 2024 : ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. ચોંકવનારી બાબત એ છે કે, ભાજપે પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસી નેતાઓને આ બેઠકો પર ટિકિટ આપી છે. ભાજપે છેલ્લા ત્રણ મહિનામાં કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારોને પેટાચૂંટણીમાં ટિકિટ આપી છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામા આવી છે. જે બતાવે છે કે ભાજપે આખરે વચન પાળ્યું છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે. કોને કોને મળી ટિકિટ વિજાપુર – સીજે ચાવડા પોરબંદર – અર્જુન મોઢવાડિયા માણવદર – અરવિંદ લાડાણી ખંભાત – ચિરાગ પટેલ વાઘોડિયા…
મેટ્રોમાં બે છોકરીઓનો ડાન્સ અને હોળી રમતા વીડિયો વાયરલ થયો હતો.આ વીડિયો વાયરલ થયા બાદ આ યુવતીઓના ઘણા વીડિયો સામે આવતા લોકોએ દિલ્હી મેટ્રો પાસે કાર્યવાહીની માંગ કરી હતી. કેટલાક વીડિયોમાં સ્કૂટર પર બેસીને તો કેટલાક વીડિયોમાં હદ વટાવીને સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. હવે તેનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી મેટ્રોમાં ડાન્સનો વીડિયો સામે આવ્યો છે બંને છોકરીઓ હવે સબવે પર સૂઈ રહી છે અને રીલ બનાવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને રસ્તા પર પડેલા ‘મોહે રંગ રાગા દે’ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. મેટ્રોમાં હોળી રમીને લાઇમલાઇટમાં આવેલી આ યુવતીઓ એક…
બાગપત જિલ્લાના બરૌતમાં કમલાનગર કોલોનીમાં એક યુવકે તેના 65 વર્ષીય સસરાને સળિયાથી માર મારીને હત્યા કરી નાખી. ઘટના બાદ હત્યારો સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતકની પત્નીએ તેના જમાઈ સામે કેસ દાખલ કર્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. હોળીના તહેવાર પર બનેલી ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છે. કમલા નગર કોલોનીમાં રહેતા 65 વર્ષીય વેદપાલ રવિવારે રાત્રે ઘરેથી રોજની જેમ પોતાના સર્કલમાં સુવા માટે ગયા હતા. સોમવારે સવારે વેદપાલ ઘરે ન આવતાં પરિવારજનોએ વેદપાલને બોલાવવા માટે તેની આસપાસ ભેગા થઈ ગયા હતા. ત્યાં ખાટલા પર વેદપાલની લોહીલુહાણ લાશ પડેલી જોઈ પરિવારજનો ગભરાઈ ગયા હતા. આ પછી વેદપાલની…
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની બોલિવૂડ અભિનેત્રી અને મંડીથી બીજેપી ઉમેદવાર કંગના રનૌત વિરુદ્ધ અપમાનજનક પોસ્ટને કારણે રાજકારણ ગરમાયું છે. આ વિવાદ અટક્યો નથી. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેટના સ્પષ્ટીકરણ પર ભાજપના નેતા અમિત માલવિયાએ સવાલ ઉઠાવ્યા છે. માલવિયાએ કહ્યું કે, જો તમારું એકાઉન્ટ પેરોડી એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી વસ્તુ જ પોસ્ટ કરે છે, તો તેનો સીધો અર્થ એ છે કે બંને એકાઉન્ટના સંચાલકો એક જ છે. આ કરવા માટે, વ્યક્તિએ પાગલ બનવા માટે સ્વ-કેન્દ્રિત હોવું જોઈએ. અગાઉ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, કંગનાની રાજનીતિમાં પ્રવેશ એ તમે કોણ છો તેનું પ્રતિબિંબ નથી, પરંતુ તે દર્શાવે છે કે…
અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા હાઇવે પર Smvs સંસ્થા દ્વારા “અનાદિમુક્ત વિશ્વમ્”નું શિલાન્યાસ કરવામાં આવ્યું, SMVS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ ગુરુવર્ય સત્યસંકલ્પદાસ સ્વામીના સંકલ્પ અનુસાર સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના આધ્યાત્મિક સંકુલનું નિર્માણ કરવા માટે અરવલ્લી જિલ્લા ખાતે મોડાસા-ધનસુરા રોડ પર આશરે 350 વિધા જેટલી જમીન સંપાદિત કરવામાં આવી છે. જેમાં એક ભવ્ય આધ્યાત્મિક ધ્યાન સંકુલનું નિર્માણ કરવામાં આવશે. જેને “અનાદિમુક્ત વિશ્વમ્” એવું નામ સ્વામી દ્વારા રાખવામાં આવ્યું છે. ત્યારે દિવ્ય આધ્યાત્મિક ધ્યાન સંકુલ “અનાદીમુક્ત વિશ્વમ્” નો શિલાન્યાસ તા. 25મી માર્ચ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી કુબેર ડીંડોર, ભીખુસિંહ પરમાર, સહિત કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ,…
ભાજપે પોતાની છેલ્લી યાદીમાં સાબરકાંઠા લોકસભા માટે ભીખાજી ડામોર ના સ્થાને શોભનાબેન બારૈયા ના નામની જાહેરાત કરી હતી ભીખાજી ડામોર નો વિરોધ થતાં તેમણે ચૂંટણી લડવાનો નનૈયો ભણ્યો હતો. ત્યારબાદ ભાજપ દ્વારા પ્રાંતિજના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને હાલમાં ભાજપમાં જ છે એવા મહેન્દ્રસિંહ બારૈયા ના પત્ની શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ને સાબરકાંઠા લોકસભા માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા જો કે હવે શોભનાબેન નો પણ સાબરકાંઠામાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલીને થોડા મહિનાઓ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેનને ટિકિટ આપતા ભાજપના વર્ષો જૂના અને સંનિષ્ઠ…
દેશની રાજધાની દિલ્હીમાં ઘરે પરત ફરેલી એક હિન્દુ યુવતીએ તેના સંબંધીઓ સામે સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. વ્યવસાયે મેક-અપ આર્ટિસ્ટ અને ફેશન ડિઝાઈનર પીડિતાનો દાવો છે કે તેણે પોતાની આંખોથી મસ્જિદના મૌલાના દ્વારા છોકરીઓ પર બળાત્કાર થતો જોઈને ઈસ્લામ છોડવાનો નિર્ણય લીધો હતો. પીડિતાનો આરોપ છે કે તેની સાથે ગેંગરેપ કરનારાઓમાં તેના ચાર મામા અને એક મૌલાના પણ હતા. બાદમાં બુરખો પહેરેલા ચાર છોકરાઓએ હથિયારો સાથે પીડિતાને દિલ્હીમાં નગ્ન અવસ્થામાં છોડી દીધી હતી. ઘટના 13 માર્ચ 2024ની છે. પોલીસે 17 માર્ચે FIR નોંધી છે. આ ઘટના અંગે જૂની દિલ્હી પોલીસ સ્ટેશન વિસ્તારમાં FIR નોંધવામાં આવી છે. ફરિયાદમાં 23 વર્ષીય પીડિતાએ…
હોળીની મજા બની સજા, વડતાલના ગોમતી તળાવમાં ડૂબી જતાં કોલેજના ત્રણ વિદ્યાર્થીના મોત ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં ન્હાવા પડેલા 5 પૈકી 3 વિદ્યાર્થીઓ ડૂબતા ત્રણેયના મોત નિપજ્યા છે. જ્યારે 2ને બચાવી લેવાયા છે. યુવાનોના મોત થતાં તહેવાર ટાણે માતમ છવાયો છે. વલ્લભ વિદ્યાનગરની એનવી પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ૧૨ વિદ્યાર્થીઓનું જૂથ ધુળેટી ઉજવવા વડતાલ આવ્યું હતું, ત્યારે તળાવમાં એક વિદ્યાર્થીનો પગ લપસતા ડૂબવા લાગેલ, જેને બચાવવા જતા એક પછી એક ૫ વિદ્યાર્થી તળાવમાં પડેલ, જેમાંથી ત્રણ ડૂબી ગયા હતા અને બે ને બચાવી લેવામાં આવેલ. બુમરાણ મચાવતા સાથે આવેલા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોએ 2 વિદ્યાર્થીઓને બચાવી…