Author: 1nonlynews
ભાજપે લોકસભા ચૂંટણી માટે આજે તેની પાંચમી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની છ બેઠકો માટે પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં સાબરકાંઠા બેઠક ઉપર ભીખાજી ડામોરે ચૂંટણી લડવાની મનાઈ કરતા તેમના સ્થાને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ના પત્ની શોભનાબેન બારૈયા ને ટિકિટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી-2024 માટે ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે પહેલા 15 અને બાદમાં 7 એમ 22 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા હતા અને 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી હતા. જાહેર થયેલા 22 ઉમેદવારોમાંથી વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. ભાજપે વડોદરા અને સાબરકાંઠા સહિત બાકી રહેલી 4…
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. બીજી તરફ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રવિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે મંડી બેઠક પર ટિકિટ આપી છે. ભાજપે ત્રીજી યાદીમાં તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, જ્યારે ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ચોથી યાદીમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 291 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન-3ના સફળ ઉતરાણે વિશ્વભરના દેશોની અવકાશ એજન્સીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સફળતા પછી, 26 ઓગસ્ટ, 2023 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઇટને ‘શિવ શક્તિ પોઇન્ટ’ તરીકે ઓળખાવ્યું. દરમિયાન, 19 માર્ચે, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ આ નામને મંજૂરી આપી. આ સફળતાના ત્રણ દિવસ પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કના વૈજ્ઞાનિકોને મળ્યા. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું ચંદ્રયાન-3 14 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને LVM3-M4 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. વિક્રમ…
મોસ્કોમાં આતંકવાદી હુમલા બાદ ક્રોકસ હોલ ખંડેરમાં ફેરવાઈ ગયો છે. જે લોકો આગ અને ગોળીબારના કારણે બચી શક્યા ન હતા તેમના મૃતદેહ બિલ્ડિંગના અલગ-અલગ ભાગોમાંથી મળી રહ્યા છે. બાથરૂમ, સીડીઓ અને કોરિડોરમાં પણ સળગેલા મૃતદેહો મળી આવ્યા હતા. હકીકતમાં આતંકી હુમલા બાદ હોલમાં આગ ફાટી નીકળી હતી. હુમલાનો નવો વીડિયો હ્રદયસ્પર્શી છે. તે જ સમયે, હુમલા પછી જોવા મળેલી તસવીરો વધુ ડરામણી છે. રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. 2004 પછી છેલ્લા 20 વર્ષમાં આ સૌથી મોટો અને સૌથી નિંદનીય હુમલો બની ગયો છે. જેમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે અને…
દેશની રાજધાની દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવાર, 21 માર્ચની મોડી સાંજે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે દેશમાં થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પહેલા તબક્કાની 102 લોકસભા સીટો માટે પણ નોમિનેશન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, જ્યાં એક તરફ AAP અને કોંગ્રેસના કેટલાક સમર્થકો દાવો કરે છે કે કેજરીવાલની જેલની સજા લોકસભાની ચૂંટણીમાં રાજકીય સંભાવનાઓ માટે હથિયાર તરીકે કામ કરી શકે છે, તો બીજી તરફ કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે કેજરીવાલની ધરપકડ ચૂંટણીની આટલી નજીક છે. આનાથી માત્ર આમ આદમી પાર્ટીને જ નહીં…
‘ભાજપથી મુસ્લિમો ક્યાં સુધી દૂર રહેશે? : પાર્ટીના ઉમેદવાર અબ્દુલ સલામ કાલિકટ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર એમ અબ્દુલ સલામ એક માત્ર મુસ્લિમ ચહેરો છે. લગભગ 290 ભાજપ ઉમેદવારોની લોકસભા ચૂંટણી માટે પાર્ટીએ અત્યાર સુધીમાં જાહેર કરી છે તેમાંથી એક માત્ર મુસ્લિમ છે. ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સલામને કેરળની મુસ્લિમ બહુમતીવાળી મલપ્પુરમ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જે કોંગ્રેસના સહયોગી IUMLનો પરંપરાગત ગઢ છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની એક મુલાકાતમાં, સલામે CAA વિવાદ, હિન્દુત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે મુસ્લિમ સમુદાયના વલણ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી. પોતાની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસ અને CPI(M) દ્વારા…
લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. આ દરમિયાન વધુ એક નામ હેડલાઇન્સમાં આવ્યું છે. તે માર્યા ગયેલા કુખ્યાત ચંદન દાણચોર અને ડાકુ વીરપ્પનનું નામ છે. વાસ્તવમાં, વીરપ્પનની પુત્રી વિદ્યા રાની લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. વિદ્યા રાનીએ શનિવારે કહ્યું કે તે તામિલનાડુના કૃષ્ણાગિરી મતવિસ્તારમાંથી આગામી લોકસભા ચૂંટણી લડશે. તે તમિલ નેશનાલિસ્ટ પાર્ટી ઓફ કાચી (NTK)ની ટિકિટ પર કૃષ્ણાગિરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. વ્યવસાયે વકીલ વિદ્યા રાની જુલાઈ 2020માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. અહીં તેમને તમિલનાડુ ભાજપ યુવા પાંખના ઉપાધ્યક્ષનું પદ મળ્યું, પરંતુ તાજેતરમાં જ તેણે અભિનેતા-નિર્દેશક સીમનના નેતૃત્વમાં…
ચૂંટણી આવતાજ રાજ્યમાં દારૂ અને ચલણી નોટોની ઘુષણ ઘોરી શરુ થઇ જાય છે. હાલમાં જ શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પરથી પોલીસ દ્વારા મોટી માત્રામાં ચલણી નોટો ઝડપાઇ છે. 500 અને 100 રૂપિયાના દરની ચલણી નોટો ઝડપાઈ છે. ગ્રાન્ડ i 10 કારમાંથી પોલીસે આશરે 1 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. કારમાં ગુપ્ત ખાનું બનાવીને આ રૂપિયા ગુજરાતમાં લાવવામાં આવી રહ્યા હતા. શામળાજી પોલીસે રાજસ્થાનના સંભુજીસિંહ રતનસિંહ રાજપૂતની 1.02 કરોડના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત- રાજસ્થાન સરહદ પરથી શામળાજી પોલીસે I-10 કારમાંથી 1 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી, કાર ચાલક ડ્રાઇવરની ધરપકડ કરી છે. લોકસભાની ચૂંટણી…
મોબાઈલ ચાર્જમાં મૂકી રમી રહ્યા હતા ગેમ, અચાનક શોર્ટ સર્કિટ થતા લાગી આગ, ચાર બાળકોના મોત આજકાલ બાળકોમાં મોબાઈલ ફોનનું જબરું ઘેલું છે. ખાતા પિતા હાથમાંથી મોબાઈલ છૂટતો જ નથી . ઘણી વાર બાળકો ફોનમાં બેટરી નહિ હોવાથી ચાર્જિંગ પોઈન્ટમાં મૂકી અને પાસે બેસીને જ ફોનમાં ગેમ રમતા જોવા મળે છે. જે ખરેખર જોખમી છે. અને અવારનવાર વાલીઓ દ્વારા બાળકોને આપવામાં આવતી હોય છે. પરંતુ મોબાઈલના વ્યસની બાળકો ફોન મુક્તા જ નથી. અને ક્યારેક તેનું ગંભીર પરિણામ પણ ભોગવવું પડતું હોય છે. આવી કેજ એક ઘટનામાં ચાર બાળકોએ જીવ ગુમાવ્યા છે. મેરઠના પલ્લવપુરમ વિસ્તારમાં એક ઘરમાં મોબાઈલ ચાર્જમાં…
ભારત સરકાર એક એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેના પછી તમે ઇન્ટરનેટ વગર તમારા મોબાઈલ પર વીડિયો જોઈ શકશો. આ તમને થોડું વિચિત્ર લાગશે પણ એ સાચું છે કે ભારત સરકાર D2M એટલે કે ડાયરેક્ટ ટુ મોબાઈલ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જો તમે પણ ઘણા સમયથી ઇન્ટરનેટ વગર મોબાઈલ પર વીડિયો જોવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે. આ બધું D2M થી જ શક્ય બનશે. D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી અંગે સરકારે કહ્યું છે કે તે આ વર્ષના અંત સુધીમાં દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવશે. D2M ટેક્નોલોજીની મદદથી વીડિયો અને અન્ય…