Author: 1nonlynews
તમિલનાડુના પ્રધાન અને DMK નેતા ઉધયનિધિ સ્ટાલિને શનિવારે (23 માર્ચ) ભંડોળની ફાળવણીને લઈને ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યએ ટેક્સ તરીકે ચૂકવેલા દરેક રૂપિયા માટે રાજ્યને માત્ર 28 પૈસા ચૂકવ્યા, જ્યારે ભાજપ શાસિત રાજ્યોને વધુ પૈસા મળે છે. રામનાથપુરમ અને થેનીમાં અલગ-અલગ રેલીઓને સંબોધતા મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો અને કહ્યું, “હવે, આપણે વડાપ્રધાનને ’28 પૈસા પીએમ’ કહેવા જોઈએ.” ઉધયનિધિ સ્ટાલિને ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર સામે પોતાનો હુમલો શરૂ કરતા કહ્યું કે તે તમિલનાડુમાં બાળકોના ભવિષ્યને નષ્ટ કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) સાથે આવી છે.…
વૈષ્ણોદેવી ઝુંડાલ રોડ પર 8 વર્ષના બાળકનું ગટરમાં પડી જતા મોત વૈષ્ણોદેવી ઝુંડાલ રોડ પર 8 વર્ષના બાળકનું ગટરમાં પડી જતા મોત થયું. ગટરમાં પડી જનાર 8 વર્ષનો બાળક શ્રમિક પરિવારનો હોવાનું સામે આવ્યું છે. ગટરમાં પડેલ બાળકને બહાર કાઢવામાં ભારે જહેમત કરવામાં આવી છતાં નિષ્ફળતા હાથ લાગી. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના વૈષ્ણોદેવી ઝુંડાલ રોડ પર આવેલ ગટરમાં 8 વર્ષનો બાળક પડી ગયો. શ્રમિક પરિવારના દેવાંશ ધર્મેન્દ્રભાઈ ધોબીનો 8 વર્ષનો બાળક ઝુંડાલ રોડ પરની ખુલ્લી ગટરની આસપાસ રમતો હતો અને રમતા-રમતા અચાનક ગટરમાં પડી ગયો. બાળકનો પરિવાર ઝુંડાલ રોડ પર બસની રાહ જોતો ઉભો હતો. બસ આવે ત્યાં સુધી…
Delhi Metro Girl Viral Video: દિલ્હી મેટ્રોમાં રીલ બનાવવાને લઈને ઘણા વિવાદો થયા છે. ડીએમઆરસીએ આ પ્રકારના વિવાદો પર ઘણી વખત નિવેદન જારી કર્યા છે પરંતુ હોળી પહેલા વધુ એક Video વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે યુવતીઓ મેટ્રોમાં ‘અંગ લગા દે રે’ ગીત પર ધૂમ મચાવી રહી છે. Videoમાં જોઈ શકાય છે કે મેટ્રોના ફ્લોર પર બે યુવતીઓ બેઠી છે અને તેમની પાસે ગુલાલ પણ છે. બંને એકબીજા સાથે ફ્લોર પર સૂઈ ગઈ છે. રંગો લગાવી રહ્યા છે અને ‘અંગ લગા દે રે’ ગીત પર ડાન્સ કરી રહી છે. મેટ્રોમાં છોકરીઓનું આ વર્તન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.…
માર્ક ઝકરબર્ગે વિશ્વના ટેક્નોલોજી-સેવી અબજોપતિ છે. પરંતુ હંમેશા તેમની સાદગી માટે જાણીતા છે. તેઓ મેટા પ્લેટફોર્મ્સના સહ-સ્થાપક છે, જે વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે. જો કે અબજોપતિનું જાહેર વ્યક્તિત્વ અને ખાનગી જીવન એક વિરોધાભાસ રજૂ કરે છે. તેઓ મોટે ભાગે કેઝ્યુઅલ કપડામાં જોવા મળે છે. પરંતુ તેમનું સમગ્ર ધ્યાન ટેકનોલોજી પર છે. જેના કારણે એ અનુમાન લગાવવું બહુ સરળ નથી કે તેઓ અપાર સંપત્તિના માલિક છે. તે વૈભવી જીવન જીવે છે અને લાખો ડોલરની ખરીદી કરે છે જે કોઈપણને આશ્ચર્યચકિત કરી શકે છે. તાજેતરમાં, mark zuckerberએ 118-મીટર મેગા યાટ ખરીદે તેવી સંભાવના વિશે અટકળો ચાલી રહી છે.…
આગામી વિધાનસભા ચૂંટણીની લડાઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના બે ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી છે સાબરકાંઠાના ઉમેદવાર ભિખાજી ઠાકોર અને વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાથી ઇન્કાર કરી દીધો છે વડોદરાના લોકસભાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે રંજનબેનને ભાજપે ટિકિટ આપતા પક્ષમાં જ ભળકો થયો હતો અને કેટલાક પક્ષના જ નેતા નારાજ થયા હતા. રંજનબેન ભટ્ટે આજે સોશિયલ મીડિયા એક્સ પર ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવતી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત…
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયમ લીગ (IPL) શરૂ થઈ ગઈ છે. જો કે તમે કરોડો ભારતીયોની ફેવરિટ લીગ વિશે ઘણું જાણતા હશો, પરંતુ આજે અમે તમને એક એવી હકીકત વિશે જણાવીશું જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. તમે આ ઘણી વખત જોયું હશે અને ઘણીવાર એવું બને છે કે કોઈને કોઈ કારણસર કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થવાને કારણે મેચ રદ થઈ જાય છે. આવી સ્થિતિમાં ટીમ અને ખેલાડીની કમાણીનું શું થશે? શું તેમને નુકસાન સહન કરવું પડે છે કે તેની ભરપાઈ થાય છે? આજે અમે તમને આ વિશે સંપૂર્ણ માહિતી આપીશું. વાસ્તવમાં, IPLની દરેક મેચ અને ખેલાડીનો વીમો…
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ ઈરાક (ISIS) એ શુક્રવારે મોસ્કોના ક્રોકસ કોન્સર્ટ હોલમાં ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી છે. આ ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હતા અને 145 લોકો ઘાયલ થયા હતા. ISISએ તેની ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘અમારા લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની બહાર સ્થિત ક્રોકસ કોન્સર્ટ હોલ પર હુમલો કર્યો.’ ISના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો સુરક્ષિત રીતે તેમના ઠેકાણાઓ પર પાછા ફર્યા છે.
દિલ્હી લીકર પોલિસી કેસમાં ગુરૂવારે સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ધરપકડ કરી હતી. ત્યારે આજે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમણે તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે 6દિવસના 28 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલિસી તૈયાર કરવામાં કેજરીવાલની સીધી સંડોવણી : ઈડી ઈડીએ દલીલ રજુ કરી હતી કે, કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી તૈયાર કરવામાં સીધી સંડોવણી છે અને બે વખત રોકડ ટ્રાન્સફર કરાયા છે. પહેલા 10 કરોડ અને પછી 15 કરોડ રૂપિયા અપાયા છે. મુખ્યમંત્રીએ આ રકમ ગોવા અને પંજાબની ચૂંટણી માટે ફંડ માટે ટ્રાન્સફર કરી છે. તેમણે…
પોલીસે ઠગ ટોળકી ને ઝડપી પાડી….. ટોળકી ના સભ્યો છેતરપિંડી લગ્ન કરીને કરાવતા હતા તેનો પર્દાફાશ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં રહેતા એક પરિવાર ના યુવાન સાથે લગ્ન કરી બે દિવસ માં જ યુવતી મધ રાત્રી એ યુવાન ને પડતો મૂકી ફરાર થઇ જવાનો કિસ્સો બહાર આવ્યો છે જયારે આ યુવતી આવા અનેક લોકોને આ ટોળકી ના સભ્યો છેતરપિંડી લગ્ન કરીને કરતા હતા તેનો પર્દાફાશ થતા યુવાને લગ્ન કરાવવા માટે દલાલી લેનાર અને યુવતી નો ભાઈ બની ને આવેલ સામે નસવાડી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા નસવાડી પોલીસ લગ્ન કરાવી આપનાર દલાલ અને લૂંટેરી દુલ્હન ની ધરપકડ કરી નસવાડી ના અયોધ્યાનગર…
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર તેમની પત્ની સુનીતા કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે તમારા ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની પીએમ નરેન્દ્ર મોદીએ સત્તાના ઘમંડમાં ધરપકડ કરી હતી. તેઓ દરેકને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે. તમારા મુખ્યમંત્રી હંમેશા તમારી સાથે ઉભા રહ્યા છે. અંદર હોય કે બહાર, તેમનું જીવન દેશને સમર્પિત છે. જનતા જનાર્દન છે અને બધું જાણે છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ સુનિલા કેજરીવાલના ટ્વીટને રીટ્વીટ કર્યું છે. ગુરુવારે (21 માર્ચ) લગભગ બે કલાકની પૂછપરછ બાદ સીએમ આવાસ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ…