Author: 1nonlynews
જ્યારે તમે તમારા શાળાના દિવસોને યાદ કરશો, ત્યારે તમે તમારા શિક્ષકોને ચોક્કસપણે યાદ કરશો. પહેલાના જમાનામાં શિક્ષકો અભ્યાસ બાબતે ખૂબ કડક રહેતા હતા. જો કોઈ બાળક હોમવર્ક ન કરે અથવા વર્ગમાં નિયમોનું ઉલ્લંઘન કરે, તો શિક્ષક તેને મારવામાં શરમાતા ન હતા. પણ આજના શિક્ષકો ઘણા બદલાઈ ગયા છે. આજકાલ શિક્ષકો જાણે છે કે બાળકો સાથે બોન્ડિંગ કેવી રીતે બનાવવો અને જ્યારે તેઓને ભણવાનું મન ન થાય ત્યારે તેમની સાથે કેવી રીતે મજા કરવી. શિક્ષકો સાથેના આવા બંધનને કારણે બાળકો પણ તેમની સામે ખુલીને મસ્તી કરે છે. ડાન્સ વીડિયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ…
આ યુગમાં બાળકો પોતાના વૃદ્ધ માતા-પિતાને અનાથાશ્રમમાં મૂકીને નિશ્ચિંત બની જાય છે, જ્યારે આજે પણ આ કળિયુગમાં શ્રવણ કુમાર જેવા પુત્રો છે, જેઓ પોતાના માતા-પિતાને ખૂબ પ્રેમ અને સન્માન કરે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી સામે આવ્યો છે. એક વ્યક્તિ જેણે તેની જાંઘની ચામડીમાંથી ચરણ પાદુકા બનાવી અને તેની માતાને પહેરાવી. શહેરના ધ્યાન ભવન વિસ્તારમાં રહેતો રૌનક ગુર્જર નામચીન હિસ્ટ્રીશીટર રહી ચૂક્યો છે. એક કેસમાં આરોપી એવા રૌનકને પણ પોલીસ દ્વારા પગમાં એક વખત ગોળી વાગી હતી. પરંતુ હવે રૌનક નિયમિત રીતે રામાયણનો પાઠ કરે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરે છે. રૌનકને તેની માતાની સેવા…
પોતાના રબ ને રાજી કરવા નાના ભૂલકાઓ પણ આકરા રોજા રાખી રહયા છે દેશ અને દુનિયા અમન શાંતિ માટે દુઆઓ ગુજારવામા આવી રહી છે મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જીલ્લામા મુસ્લિમ બિરાદરો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી કુરાન ની તીલાવત કરી નમાજ પઢી અને દુઆઓ ગુજારી રહયા છે મુસ્લિમ સંપ્રદાયના મહત્વનો કહી શકાય ધૈર્ય, સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમો માસ એટલે પવિત્ર રમઝાન માસમા નાના ભૂલકાઓ એ પણ રોજા રાખી પોતાના રબ ને રાજી કરવાનો પ્રયાસ કરી રહયા છે કેટલાક નાના ભૂલકાઓ ખત્રી સાદીયા સોયબ ભાઈ.. ખત્રી…
પ્રાચીન સમયથી ભરાતા ભંગોરીયા હાટ ની શરુઆત- વિવિધ જગ્યાઓએ સતત એક સપ્તાહ સુધી યોજાશે ભંગોરીયા હાટ ની એટલી મોટી ભીડમા એક જ સરખો કલરફુલ પહેરવેશ જે તે ગામની આગવી ઓળખ બને છે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં ભંગોરીયા હાટ અને હોળી બાદ ભરાતા વિશ્વ પ્રસિદ્ધ મેળા મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલો ગુજરાત નો છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, હોળી ની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટ ની શરૂઆત થઈ જતી હોય છે. છોટાઉદેપુર જિલ્લા નાં આદિવાસી સમાજ નાં વાલસિંગભાઇ રાઠવા જણાવે છે કે ભંગોરીયા હાટ માં ખાસ કરીને જુવાનિયા ઓ પહેરવા માટે એક જ…
Loksbha election : લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે ગુજરાતમાં શિસ્તબદ્ધ કહેવાતી ભાજપમાં પણ વિરોધના સુર છે. ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. પોતાનું રાજીનામું વિધાનસભના અધ્યક્ષને સોંપ્યું છે. વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. સોમવારે મોડી રાતે તેમણે રાજીનામું આપ્યું છે જો કે વિગતો મુજબ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજીનામું સ્વીકાર્યું નથી. તેમણે રાજીનામું આપતા જણાવ્યુ છે કે, અંતર આત્માને માન આપીને રાજીનામું આપ્યું છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે બે યાદી…
છેલ્લા કેટલાક samythi નેતાઓના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી લોકને ઉઠા ભણાવવાનો ધંધો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર રાજકીય નેતાઓ તેમજ સરકારી કર્મચારીઓના ફેક એકાઉન્ટ બનાવનાર ગેંગ ઘણા સમયથી સક્રિય હતી, તેમના દ્વારા છેતરપિંડી આચરવામાં આવતી હતી. વિવિધ કામો કરવા માટે થઈને નેતાઓ અને સરકારી અધિકારીઓના ફોટાનો અને તેના ફેક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આઈપીએસ અને આઇએએસના સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી નોકરી આપવાની લાલચ તેમજ સરકારી કામ કરી આપવાની લાલચ આપીને પૈસા પડાવવા માં આવતા હતા. 47 ફેક એકાઉન્ટ મળી આવ્યા આ અંગે ટેક્નીકલ સર્વેલન્સના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં…
Chhattisgarh Billaspur Girl Child Rape Murder: છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં એક બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ આરોપો 14 વર્ષના બાળક પર લગાવવામાં આવ્યા છે, જેની પોલીસે ધરપકડ કરી છે. પુરાવાનો નાશ કરવા અને પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ આરોપીના કાકાની પણ ધરપકડ કરવામાં આવી છે. બિલાસપુરના અધિક પોલીસ અધિક્ષક ઉમેશ કશ્યપે માહિતી આપી હતી કે આરોપી છોકરા સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. તેના કાકા પર IPCની કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પાડોશીએ તેને શૌચાલયમાં લઈ જતા જોયો…
લોકસભા ચૂંટણી-2024 પહેલા ચૂંટણી પંચે દેશના છ રાજ્યોમાં ગૃહ સચિવ અને પશ્ચિમ બંગાળમાં ડીજીપી ને હટાવવાના આદેશ આપ્યા છે જેમાં ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગૃહ સચિવને હટાવવાના આદેશો જાહેર કર્યા હતા. આ ઉપરાંત મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (DGP)ને હટાવવા માટે આદેશ આપ્યા હતા. ચૂંટણી પંચના આદેશ બાદ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના DGP પદેથી IPS રાજીવ કુમારને હટાવીને IPS વિવેક સહાયને DGP બનાવ્યા છે. IPS વિવેક સહાય 1988 બેન્ચના IPS ઓફિસર છે. પશ્ચિમ બંગાળના DGP પદે IPS વિવેક સહાયની નિમણૂંક…
ભરૂચના વસંત મિલ ચાલ વિસ્તારમાં ચોકાવનારી ઘટના ઘટી છે. યુવાનને અજાણ્યા શખ્સે ઘરમાં પેટ્રોલ સાથે ઘૂસી જઈ જીવતો સળગાવવાનો પ્રયાસ કરતા આસપાસના લોકોએ દોડી આવી આવ્યા હતા અને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસને બનાવની જાણ થતાં તપાસ હાથ ધરી છે. ભરૂચના વસંત મિલ ચાલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવાન કિશન વસાવા ફળિયાના બીજા લોકો સાથે જઇ હોળી માટે કાદવ લઈને આવ્યા બાદ ઘરમાં હતો. તે દરમ્યાન ઘરનું બારણું કોઈકે ખખડાવતા તેણે બારણું ખોલ્યું હતું. સામે એક બુકાનીધારી અજાણ્યો શખ્સ હાથમાં સળગટી દિવેટ વળી બોટલ તેમજ પેટ્રોલ લઈને ઉભો હતો. તેણે ઘરમાં ઘૂસી પેટ્રોલ છાંટી કિશન વસાવાને જીવતો સળગાવવનો…
લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે ભાજપ એક તરફ ઉભું છે અને બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ લડત આપવા ઉભું રહ્યું છે. આ વખતે પીએમ મોદીને ટક્કર આપવા માટે મોટાભાગના રાજ્યોમાં વિપક્ષ એક થઈ ગયા છે. આવી સ્થિતિમાં, વિપક્ષનો દાવો છે કે આ વખતે મતોનો વિખેર ઓછો થવાનો છે અને તેનો સીધો ફાયદો મળી શકે છે. પરંતુ કાગળ પર રચાયેલ ગઠબંધન અને વાસ્તવમાં જમીન પર રચાયેલા સમીકરણો અલગ છે. આવી સ્થિતિમાં એનડીએ અનેઇન્ડિયા એલાયન્સ વચ્ચેની આ રાજકીય લડાઈનું વિશ્લેષણ જોઈએ. ઉત્તર ભારતમાં શું છે સ્થિતિ? 2014થી ઉત્તર ભારતમાં ભાજપની સ્પષ્ટ લીડ સ્પષ્ટ દેખાઈ રહી છે. એમના…