Author: 1nonlynews
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જો કે મજાની વાત એ છે, ભારતમાં દર ચૂંટણી વખતે રાજકીય પક્ષો પણ વધી રહ્યા છે. Twenty 20 Party, Mother India Party, The Imperial Party of India, National Power Party, Sabhi Jana Party, The Humanist Party of India, Watan Janata Party એ ભારતમાં હાજર કેટલાક રાજકીય પક્ષોના નામ છે. કદાચ આમાંથી કોઈ પણ નામ તમે ક્યારેય નહિ સાંભળ્યું હોય… પરંતુ ચૂંટણીઆવતાં જ આ બધા જ પક્ષો સક્રિય બની જતા હોય છે. જો કે ચૂંટણી સમયે, લોકો માત્ર થોડા રાજકીય પક્ષો પર ધ્યાન આપે છે, પરંતુ ભારતમાં રાજકીય પક્ષોની સંખ્યા ખૂબ જ ઝડપથી…
પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવની રવિવારે સાંપના ઝેરની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં નોઈડા પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. તેની સામે પૂરતા પુરાવા મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી સુરજપુર કોર્ટમાં રજૂ કર્યો હતો. આ પહેલા તેમની મેડિકલ તપાસ પણ જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી હતી. યુટ્યુબરની ધરપકડ બાદ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોલીસકર્મીઓ સાથે હસતો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે આ મામલાના ખુલાસા પછી, નોઈડા પોલીસે યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત સાત લોકો સામે કેસ નોંધ્યો હતો. આ પછી પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમના નામ રાહુલ,…
લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતના એક દિવસ બાદ ચૂંટણી પંચે ચૂંટણીના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે. પંચે કહ્યું કે હવે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ ચૂંટણી માટે મતગણતરી 4 જૂનને બદલે 2 જૂને થશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 7 તબક્કામાં શરૂ થશે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની મતગણતરી હવે 2 જૂને થશે. અગાઉ તે 4 જૂને યોજાવાની હતી. ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે આ બે રાજ્યો સહિત ચાર રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે કરાવવાની જાહેરાત કરી છે. બંને રાજ્યોમાં મતદાનની તારીખ 19 એપ્રિલ…
ચૂંટણી પંચે રાજકીય પક્ષો દ્વારા સીલબંધ કવર હેઠળ સબમિટ કરેલા ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરી છે. એવું માનવામાં આવે છે કે વિગતો 12 એપ્રિલ, 2019 પહેલાના સમયગાળા સાથે સંબંધિત છે. ગયા અઠવાડિયે ચૂંટણી પેનલ દ્વારા આ તારીખ પછીના ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ 12 એપ્રિલ, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશના નિર્દેશો અનુસાર સીલબંધ કવરમાં ચૂંટણી બોન્ડ ડેટા ફાઇલ કર્યા હતા. Public disclosure by ECI of the data relating to electoral bonds as returned by the Supreme Court registry can be found at this link : https://t.co/VTYdeSLhcg pic.twitter.com/x1BANQDjfx…
યુટ્યુબર Elvish Yadavની નોઈડા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રવિવારે તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પોલીસે આ કાર્યવાહી સાપના ઝેરની દાણચોરીના કેસમાં કરી છે. ગયા વર્ષે નોઈડા પોલીસે સેક્ટર-39માં FIR નોંધી હતી. આજે Elvish Yadavને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. Elvish Yadavને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે ડીસીપી નોઈડા વિદ્યા સાગર મિશ્રાએ કહ્યું કે નોઈડા પોલીસે યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા Elvish Yadavની ધરપકડ કરી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં પાર્ટીઓમાં મનોરંજન માટે સાપનું ઝેર આપવા બદલ Elvish Yadavની સાથે અન્ય પાંચ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ…
ગૌચર માફિયા એ ગૌચર માં તળાવ બનાવી સિંચાઈ કરતા ગ્રામજનો લાલઘૂમ. ગૌચર માફિયા વિરુદ્ધ ગ્રામજનોએ લૅન્ડગ્રેબિંગ દાખલ કરવા કરી રજુઆત. પાટણના ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામે આવેલ ગૌચર ની જમીન પર બહારથી આવી માથાભારે ઇસમે કબજો કરી તેમાં પોતાના ફાર્મ હાઉસમાં સિંચાઇ કરવા માટે ગૌચરની જમીનમાં તળાવ બનાવી ને સિંચાઈ કરવામાં આવતાં ધાણોધરડાના જાગ્રુત લોકોએ લૅન્ડગ્રેબિંગ દાખલ કરવા માટે રજુઆત કરી છે, ગ્રામજનોએ તેમજ રજૂઆત કર્તાઓએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે ધાણોધરડા ગામની હાઈવે રોડને અડીને આવેલી ગૌચર ની જમીન જેનો સર્વે નં.813 વાળી જમીનમાં મોઢેરા વાળા વિનોદકુમાર ઉર્ફે (સ્વામી) લાલજીભાઈ પટેલ એ પોતાના ફાર્મ હાઉસમાં સિંચાઈ હેતુ ગૌચર કબજે કરી…
અરવલ્લી ભિલોડાના મલાસામાં ખેડૂતની છાતીમાં ઘૂસ્યો સળિયો ખેડૂતની છાતીમાં ઘૂસ્યો સળિયો છાતીના ભાગે સળિયો ઘૂસતાં ખેડૂત ગંભીર રીતે ઘાયલ ઘાયલ ખેડૂતને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખસેડાયા વધુ સારવાર અર્થે ખેડૂતને હિંમતનગર રિફર કરાયા અરવલ્લી જિલ્લામાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. ભિલોડા તાલુકાના મલાસા ગામના ખેડૂત બળદગાડું લઇ આવ્યા બાદ બળદને બાંધવા જતા સમયે ખેડૂત એકાએક પશુ બાંધવાના સળિયા પર ઢળી પડતા સળિયો ખેડૂતના છાતીના ભાગે ઘૂસી ગયો હતો. ખેડૂતને ગંભીર હાલતમાં ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે લાવાયા હતા,સ્થિતી ગંભીર જણાતા વધુ સારવાર અર્થે,હિંમતનગર રિફર કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
સોશિયલ મીડિયા પર રોજ કઈ ને કઈ નવું જોવા મળે છે. હાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક બાળકનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. કહેવાય છે કે આ બાળક ચાર ઇંચ લાંચી પૂંછડી સાથે જન્મ્યું છે. જેને જોઈને માતા-પિતાની સાથે ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ જ કારણ છે કે હવે બાળકનો ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક તેને ‘ચમત્કાર’ કહી રહ્યા છે, તો કેટલાક તેને રોગ કહી રહ્યા છે. મિરરના રિપોર્ટ અનુસાર, વાયરલ થઈ રહેલો આ દુર્લભ કિસ્સો ચીનનો છે, જ્યાં હાંગઝોઉ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં 4 ઈંચ લાંબી પૂંછડી સાથે જન્મેલું બાળક અચાનક ચર્ચાનો વિષય બની…
શનિવારે રાત્રે એક ટોળાએ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધસી જઈને નમાઝ અદા કરી રહેલા આફ્રિકન દેશો, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર કથિત રીતે હુમલો કર્યો હતો, જેમાં પાંચ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ કેસ અંગે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે અને આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવા અને નિષ્પક્ષ તપાસ કરવા નિર્દેશ આપ્યો છે. વિદ્યાર્થીઓ કહે છે કે કેમ્પસમાં કોઈ મસ્જિદ નથી અને તેથી તેઓ તરાવીહની નમાજ પઢવા માટે હોસ્ટેલની અંદર ભેગા થાય છે, જે રમઝાન દરમિયાન રાત્રે અદા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે થોડી જ વારમાં લાકડીઓ અને છરીઓથી…
યુપીના પીલીભીતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વ્યંઢળો યુવકને બળજબરીથી ઘરે લઈ ગયા અને તેના પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા. આ યુવક બજારમાં ઘરવખરીનો સામાન ખરીદવા ગયો હતો. યુવકનું પ્રાઈવેટ પાર્ટ કાપ્યા બાદ તેને રસ્તાના કિનારે ફેંકી દેવામાં આવ્યો હતો. યુવાનને તાકીદે સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ આસપાસના વિસ્તારમાં થતાં જ ચકચાર મચી ગઈ હતી. શું છે મામલો? મામલો બિસલપુર કોતવાલી વિસ્તારના મીના બજાર પાસેનો છે. બે વ્યંઢળો પર યુવકના પ્રાઈવેટ પાર્ટ કાપવાનો આરોપ લાગ્યો છે. યુવાન ઘરવખરીનો સામાન ખરીદવા બજારમાં ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. બલિયામાં વ્યંઢળો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો તાજેતરમાં…