Author: 1nonlynews

મહારાષ્ટ્રના પુણેથી એક હ્ર્દય હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે સાંજે પૂણે-સોલાપુર હાઈવે પર ઈન્દાપુર નજીક જગદંબા રેસ્ટોરન્ટમાં એક હિસ્ટ્રીશીટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ અવિનાશ બાલુ ધનવે તરીકે થઈ છે. તે તેના ત્રણ મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં બેઠો હતો ત્યારે પાછળથી આવેલા હુમલાખોરે તેને માથામાં ગોળી મારી દીધી હતી. આ પછી અન્ય હુમલાખોરોએ તેના પર તલવાર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ હત્યામાં સામેલ 8 હુમલાખોરોની ઓળખ કરી લીધી છે. अति भयावह! महाराष्ट्र में एक होटल में एक युवक की बेरहमी सै हत्या कर दी…

Read More

પંજાબી સિંગર મૂસેવાલાના ઘરે ફરી એકવાર ખુશીઓ આવી છે. તેની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો છે અને સિદ્ધુ મૂસેવાલાના પિતાએ પોતે ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે, જેના કારણે ચાહકોમાં ખુશીની લહેર છે અને તેઓ કહી રહ્યા છે કે અમારા સિદ્ધુ મૂસેવાલા પાછા આવી ગયા છે. છે. તેના પિતાએ તેના પ્રિય પુત્રની તસવીર શેર કરી છે. સિદ્ધુની માતાએ 58 વર્ષની ઉંમરે IVF ટેકનિકની મદદથી ગર્ભ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. સિદ્ધુની માતા ચરણ કૌરે IVF ટ્રીટમેન્ટ કરાવી હતી અને ગર્ભધારણ કરવામાં સફળતા મળી હતી અને સિદ્ધુ મૂઝવાલાના કાકા ચમકૌર સિંહે આ વાતની પુષ્ટિ કરી હતી. IVF…

Read More

આઝાદી બાદ આશરે ચાર દાયકા સુધી ભારતીય રાજનીતિમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કોંગ્રેસઓ દબદબો રહ્યો હતો. 1980માં ભાજપ અસ્તિત્વમાં આવ્યું હતું અને 1984માં તેણે લોકસભાની ચૂંટણીમાં ફક્ત 2 જ બેઠકો હાથ લાગી હતી. ત્યારબાદ વર્ષ 1989ની લોકસભા ચૂંટણી આ રાજકીય દ્રશ્યમાં ઘણો ફેરબદલ લઈને આવી હતી. આ સમયે ભાજપ એક મોટી રાજકીય તાકાત તરીકે ઉભરી હતી અને આગામી એક દાયકામાં તેણે દેશની રાજનીતિને દ્વિધ્રુવીય બનાવી દીધી હતી. જનસંઘના નેતા શ્યામા પ્રસાદ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારતની રાજનીતિમાં આ ફેરફારનો શ્રેય આપવામાં આવે છે.  જવાહરલાલ નેહરુનો સમય કોંગ્રેસે જવાહરલાલ નેહરુના નેતૃવમાં 1951, 1957…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકસભા ચૂંટણીમાં NDA માટે ‘આ વખતે 400 પાર’નું સૂત્ર આપ્યું છે. આ સાથે તેમણે પોતાની પાર્ટી માટે 370નો લક્ષ્યાંક પણ રાખ્યો છે. પીએમની આ જાહેરાત બાદ રાજકીય પંડિતો સામે આ દિવસોમાં એક મોટો પ્રશ્ન ઉભો થયો છે કે સાથી પક્ષો હોવા છતાં ભાજપ આ લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે. ચાલો ભાજપની છેલ્લી લોકસભા ચૂંટણીના રાજ્યવાર પ્રદર્શન પર એક નજર કરીએ. ભાજપે દેશના નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા સીટો પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ છે ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, દિલ્હી, ચંદીગઢ અને દમણ અને દીવ. દમણ અને દીવ…

Read More

નોકરીઓની વ્યાપકપણે અછત, રહેવાની સમસ્યા, ઓછી આવક સામે વધુ ખર્ચ હવે ભારતથી કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને રિવર્સ માઈગ્રેશન (પાછા આવવા) માટે મજબૂર કરી રહ્યો છે. દર વર્ષે ભારતમાંથી એક લાખ જેટલાં વિદ્યાથીઓ કેનેડા જતા હોય છે પરંતુ આ વર્ષે કેનેડા જવા કરતાં કેનેડાથી પાછા આવવાનો ધસારો મોટા પાયે જોઈ શકાય છે. હાલ તો સાવ મશીન જેવા થઈ ગયા છીએ. જેવું વીડિયોમાં જોયું હતું એવું જ કેનેડા છે પરંતુ વધુ ઊંડા ઊતરીએ તો અહીંનું જીવન ખૂબ જ સંઘર્ષ ભર્યું છે. નોકરીઓ છે નહીં અને રહેવા- જમવાના સામાન્ય ખર્ચ પણ વધારે મોંઘા છે. આવી સ્થિતિમાં અહીં રહેવું ખૂબ કપરું છે. એક નાનકડી નોકરી…

Read More

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિચકારી હુમલાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અસમાજીક તત્વોએ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં નમાઝ પઢવા મામલે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટીમાં ભણતા અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાનનાં વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની અટકળો સામે આવી રહી છે. બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગત રાત્રીના 10 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જોકે પોલીસ તપાસમાં સમગ્ર હકીકત સામે આવશે. તો બીજી તરફ યુનિવર્સિટી કેમ્પસમાં વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે .…

Read More

પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના ઘરમાં ખુશીનો માહોલ છે. તેની માતા ચરણ કૌરે એક પુત્રને જન્મ આપ્યો છે. મૂઝવાલાના પિતા બલકૌર સિંહે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. સિદ્ધુ મૂઝવાલાના પિતા બલકૌર સિંહે તેમના નાના પુત્રની તસવીર શેર કરતા લખ્યું, ‘શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે, અનંત ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં મૂક્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું ઋણી છું.

Read More

અમદાવાદમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસમાં સતટ વધારો જોવા મળી રહ્યો છે. નશાની હાલતમાં બેફામ કાર ચલાવી થતા અકસ્માતોની સંખ્યામાં પણ સાથે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખીપુરા ગામ સુધી નશાની હાલતમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ કાર ચાલકે 4થી વધુ વાહનોને અડફેટે લીધા હતા અને એક બાઇક ચાલકને ઇજા પહોંચી હતી. કાર ચાલક શખ્સ એટલો નશાની હાલતમાં હતો કે તેને ભાન જ નહોંતુ. બાઈક સવાર શખ્સને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ સુખીપુરા ગામમાં લોકોએ કાર ચાલકને દબોચીને મેથીપાક ચખાડ્યો હતો. જો કે કાર ચાલક તક જોઈને કાર…

Read More

મેષ- આજે તમારો દિવસ સારો રહેશે. કોર્ટના મામલામાં તમને સફળતા મળી શકે છે. તમારા જીવનસાથી વચ્ચે થોડો મતભેદ થઈ શકે છે, પરંતુ સાંજ સુધીમાં બધું ઠીક થઈ જશે. જો શક્ય હોય તો, અન્યનો અભિપ્રાય લઈને જ કોઈ પણ કાર્ય શરૂ કરો, તમને સફળતા મળી શકે છે. કોઈપણ નવા નિર્ણય લેવાનું ટાળો. તમારા કામને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. વૃષભ- આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. તમારા પારિવારિક જીવનમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. આ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે, તમને તમારી પ્રતિભા માટે પુરસ્કારો પણ મળશે. તમે તમારા જીવનસાથીને તમારા મનની વાત કરશો. તમે તેમને ક્યાંક બહાર…

Read More

ચૂંટણીપંચે આજે જાહેર કરેલા 18મી લોકસભાના કાર્યક્રમ અનુસાર ત્રણ રાજ્યમાં તમામ સાત તબક્કામં મતદાન થશે જ્યારે બે રાજ્યમાં પાંચ તબક્કામાં મતદાન થશે. કુલ સાત તબક્કામાં યોજાનાર મતદાન દરમિયાન ગુજરાત સહિત 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક તબક્કામાં એક જ દિવસે મતદાન યોજાશે. ચૂંટણીપંચે બિહાર, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળ જેવા સંવેદનશીલ તથા કદની રીતે વિશાળ રાજ્યોમાં તમામ સાત તબક્કામાં મતદાન યોજવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ બે રાજ્ય એવા છે જ્યાં પાંચ તબક્કામાં મતદાન યોજાશે. આ બે રાજ્યમાં મહારાષ્ટ્ર તથા જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે જમ્મુ-કાશ્મીરમાં પાંચ લોકસભા બેઠક છે અને પ્રત્યેક બેઠકની ચૂંટણી એક-એક તબક્કામાં થશે. આ ઉપરાંત ત્રણ રાજ્ય – ઝારખંડ, મધ્યપ્રદેશ તથા…

Read More