Author: 1nonlynews
સારું છે રામજી રાવણ સાથે યુદ્ધમાં વાંદરાઓને લઇ ગયા…’ : અયોધ્યામાં ભાજપની હાર પર મહંત રાજુદાસ આવું કેમ બોલ્યા લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. યુપીમાં આ ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ રામ મંદિરના મુદ્દે સત્તામાં આવી, પરંતુ અયોધ્યા બેઠક પર જ ચૂંટણી હારી ગયું છે. અયોધ્યાથી સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ 54567 મતોથી જીત્યા છે. તેમને કુલ 5,54,289 વોટ મળ્યા. જ્યારે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને 4,99,722 વોટ મળ્યા હતા. બીએસપીના સચ્ચિદાનંદ પાંડે ત્રીજા ક્રમે રહ્યા, તેમને 46,407 વોટ મળ્યા. મહંત રાજુદાસે શું કહ્યું? હનુમાન ગઢીના મહંત રાજુદાસે X હેન્ડલ પર…
દેશભરમાં આજથી એક્સપ્રેસ-વે પર મુસાફરી પણ મોંઘી, ટોલ ટેક્સમાં એકઝાટકે 5 ટકા સુધીનો વધારો લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થવાની સાથે જ એનએચએઆઈએ દેશભરમાં સોમવારથી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો લાગુ કર્યો છે. દેશમાં લોકસભા ચૂંટણીના કારણે એપ્રિલમાં લાગુ થનારો ભાવ વધારો જૂન સુધી પાછો ઠેલવામાં આવ્યો હતો તેમ અધિકારીઓનું કહેવું છે. દેશમાં સોમવારથી 1100 ટોલ પ્લાઝા પર ટેક્સમાં ભાવ વધારો કરાયો છે. નવા દર રવિવારે રાતે 12 વાગ્યા પછીથી લાગુ થઈ જશે. દેશમાં મોંઘવારીને અનુરૂપ ટોલ દરમાં વાર્ષિક ફેરફાર કરવામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા પૂરી…
ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે બાળકો સહિત 27 લોકોના અકાળે મોત થયા હતા, આ જ આગમાં ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરણનું પણ મોત થયું હતું. હવે હરણના મૃત્યુની પુષ્ટિ થઈ છે. અધિકારીઓએ ડીએનએ પરીક્ષણ દ્વારા પ્રકાશ હિરણની ઓળખની પુષ્ટિ કરી છે. ઘટનાસ્થળેથી મળેલા અવશેષોમાંથી લીધેલા નમૂનાઓ પ્રકાશની માતાના ડીએનએ સાથે મેચ થયા હતા, જે તેમના મૃત્યુની પુષ્ટિ કરે છે. સીસીટીવી ફૂટેજમાં છેલ્લે જોવા મળ્યો હતો પ્રકાશ હિરન TRP ગેમ ઝોનના મુખ્ય શેરહોલ્ડર હતા. આગના સમયે સીસીટીવી ફૂટેજમાં પ્રકાશ ઘટના સ્થળે જોવા મળ્યો હતો, જે આગ દરમિયાન તેની હાજરીની પુષ્ટિ કરે છે. જ્યારે પ્રકાશના ભાઈ જિતેન્દ્ર હિરને પોલીસમાં…
દેશની રાજધાની દિલ્હીના શાહદરા જિલ્લાના વિવેક વિહાર વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે બેબી કેર સેન્ટરમાં આગ લાગી હતી. આગમાંથી 12 બાળકોને બચાવી લેવાયા હતા.ઘટના સમયે હોસ્પીટલમાં 12 નવજાત શિશુઓ હજાર હતા. જેમથી 6ના મોત થયા છે. જ્યારે 6 ની હાલત ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું કે ઈમારતમાંથી 12 નવજાત શિશુઓને બચાવી લેવાયા હતા પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન છના મોત થયા હતા. વેન્ટિલેટર પર રહેલા અન્ય છ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની હાલત પણ નાજુક છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે લગભગ 11:32 વાગ્યે દિલ્હીના શાહદરા વિસ્તારમાં IIT બ્લોક બી, વિવેક વિહાર સ્થિત…
શાહજહાંપુરમાં શનિવારે મોડી રાત્રે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ઢાબાની સામે ઉભેલી પેસેન્જર બસ પર કપચી ભરેલું ડમ્પર પલટી ગયું હતું. આમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો સીતાપુર જિલ્લાના રહેવાસી હતા અને પૂર્ણાગિરી માતાના દર્શન માટે જઈ રહ્યા હતા. પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટના શનિવાર રાત્રે લગભગ 11 વાગ્યે શાહજહાંપુરના ખુતાર વિસ્તારમાં ગોલા-લખીમપુર રોડ પર બની હતી. જેમાં સામેથી આવી રહેલા કપચી ભરેલું ડમ્પર ખાનગી બસની ઉપર પલટી ગયું હતું. જેના કારણે બસમાં બેઠેલા લોકો તેની નીચે દબાઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને…
‘માત્ર 30 સેકન્ડ અને 32 જિંદગી હોમાઈ ગઈ’ : રાજકોટ ગેમઝોનમાં આ રીતે લાગી હતી આગ ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનાથી ચારેકોર હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીનો મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો હોવાના અહેવાલ છે. મૃતકોના શબ એટલા ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવા માટે હવે ડીએનએ ટેસ્ટનો સહારો લેવાની ફરજ પડી રહી છે આગ કેમ લાગી તેનું કારણ સામે આવ્યું? માહિતી અનુસાર આગ કેમ લાગી તેના વિશે કારણો હવે સામે આવી રહ્યા છે. એવું કહેવાય છે કે એસીમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. જે બેકાબૂ થઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ત્યાં…
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી રહી છે. અહેવાલો પ્રમાણે, આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે. મોટા ભાગના મૃતકો ગોંડલના, તમામને રાજકોટ સિવિલ લવાયા ગેમ ઝોનની સફરે આવીને આગના કારણે…
છોટાઉદેપુર જિલ્લા અને બોડેલી પંથક અંગ દઝાડતી ગરમીના કારણે બપોરના સમયે રાજમાર્ગો સુનકાર ગરમીનો પારો 44 ડિગ્રી ની જેટલો ઉંચો રહેતા બપોર ના સમયમા જાણે નગરો અગનભઠ્ઠીમાં ફેરવાઈ જતા કાળઝાળ ગરમીથી બચવા લોકો વિવિધ નુસખા અપનાવી રહ્યા છે વહીવટી તંત્ર તરફથી ગરમીથી અને ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા સૂચનાઓ અપાઈ જિલ્લામા જાણે આકાશમાંથી સૂર્ય નારાયણ અગનગોળા વરસાવી રહ્યા હોવાથી – | છોટાઉદેપુર જિલ્લામા ગરમીના કારણે લોકો – બહાર જવાનું ટાળી રહ્યા છે જેને લઈ કેટલાક લોકો ગરમીથી બચવા મોઢે – માથે ઓઢી રહ્યા છૅ બપોર ના સમયે લોકો ઘર ની બહાર જવાનું ટાળતા હોવાથી રસ્તાઓ પર બજારોમા સન્નાટો છવાઈ…
આ દિવસોમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સાઉથ સ્ટાર પ્રભાસ અને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘Kalki 2898 AD’ સમાચારોમાં છે.વર્ષની સૌથી મોટી ફિલ્મ ‘કલ્કી 2898’ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2024ની આ એકમાત્ર એવી ફિલ્મ છે, જેનું બજેટ ખૂબ જ વધારે છે અને તે પ્રોડક્શનની દ્રષ્ટિએ પણ ઘણો ખર્ચ કરવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને ઘણી જાહેરાતો થઈ હતી. દર્શકોની સામે એક પછી એક સેલેબ્સનો લૂક જાહેર કરવામાં આવ્યો અને હવે હૈદરાબાદમાં એક ભવ્ય કાર્યક્રમ યોજીને ફિલ્મમાંથી પ્રભાસનો લૂક જાહેર કરવામાં આવ્યો છે. પ્રભાસે તેના લુક સાથે “બુજ્જી” વિશે સસ્પેન્સ ઉભું કર્યું હતું, ત્યારે લોકોમાં…
ઋષિકેશ એઈમ્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીઓની વચ્ચે ગાડી લઈને ઈમરજન્સી વોર્ડમાં પ્રવેશી ગઈ હતી. ખરેખર અહીં મહિલા ડોક્ટરની છેડતીનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ ગઇ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. The cops drove their car inside AIIMS Rishikesh.pic.twitter.com/rZDkCvHipM — Divya Gandotra Tandon (@divya_gandotra) May 22, 2024 ક્યારે બની હતી ઘટના? માહિતી મુજબ, 19 મેની સાંજે AIIMS ઋષિકેશના ઓપરેશન થિયેટરમાં સર્જરી ચાલી રહી હતી. તે…