Author: 1nonlynews
અરવલ્લી જિલ્લા નો વધુ એક પરિવાર વિદેશ જવાની ઘેલછામાં છેતરાયો છે. મોડાસાના બાયપાસ રોડ પરના તિરુપતિ રાજ બંગલોમાં રહેતા અને મૂળ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં આવેલાં વઘાસ ગામના પરિવાર ને 29.45 લાખ રૂપિયાનો ચુનો લાગ્યો છે. જગદીશભાઈ પ્રજાપતિએ લંડન મુકામે મોકલવા અને ત્યાં નોકરી આપવવા માટે કહેવાતો વ્યવસાય કરતા મામા – ભાણીયા અને બહેનની માયાજાળમાં ફસાઈ પોતે – પત્ની અને એક પુત્ર સાથે લંડન જવા તૈયારી દર્શાવી હતી. ત્રણેયને લંડન પહોંચાડી દેવાનો કુલ ખર્ચ 32 લાખ રૂપિયા કહેતા પરિવાર આ ત્રિપુટીની વાકજાળમાં ફસાઇ ગત 18/8/22 થી 12/7/23 સુધીમાં જુદીજુદી રીતે રોકડ અને બેન્ક માંથી રૂપિયા 29,45,000/- ત્રિપુટીએ ઓળવી લીધા હતાં.…
આજે ફાગણ સુદ-આઠમ શનિવારે છે અને તેની સાથે જે હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે. 24 માર્ચે હોલિકા દહન સાથે જ હોળાષ્ટકની સમાપ્તિ થશે. હોળાષ્ટક દરમિયાન લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યોનો નિષેધ રહેશે. આઠ દિવસ કેટલાક મહત્ત્વપૂર્ણ કામ કરવા જોઈએ નહીં ફાગણ મહિનાના શુક્લ પક્ષની પાંચમે બપોરેના 12:37 બાદ સૂર્યદેવે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જેની સાથે જ મીનારક કમૂર્તાની શરૂઆત થઈ હતી. આગામી 13 એપ્રિલના મીનારક કમૂરતાની સમાપ્તિ થશે. આ દરમિયાન હવે હોળાષ્ટકનો પણ પ્રારંભ થયો છે. હોળી 24 માર્ચે છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું જ્યોતિષીઓનું માનવું છે. જેના પગલે રાત્રે 10:50 બાદ જ હોલિકા…
સમગ્ર વિશ્વમાં હાફૂસ કેરીથી વલસાડ જિલ્લો જાણીતો છે, પરંતુ જે હાફૂસ કેરીનો વલસાડ જિલ્લો ગર્વ લઈ રહ્યો છે ત્યાં ઉત્પાદન દર વર્ષે ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેને જોતા અહીં પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે, આવનારા વર્ષોમાં નવી પેઢીને વલસાડી હાફૂસ કેરીનો સ્વાદ ચાખવા મળશે કે કેમ ? જે રીતે ખેડૂતો હાફૂસના વૃક્ષો કાપી તેના સ્થાને કેસર કેરીના વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે તે જોતા હવે હાફૂસનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ઘટી રહ્યું છે વલસાડી હાફૂસનું ઉત્પાદન વલસાડ જિલ્લામાં અંદાજિત 37,000 હેક્ટરમાં કેરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને દર વર્ષે 150 ટકા જેટલી કેરીનું ઉત્પાદન જોવા મળે છે.…
‘મેં હું મોદી કા પરિવાર..’: PM નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું સોન્ગ, શરુ કર્યો ચૂંટણી પ્રચાર, જુઓ વીડિઓ
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પીએમ મોદીએ ‘મેં હું મોદી કા પરિવાર..’ અભિયાન શરૂ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આને લગતો એક વીડિયો શેર કર્યો છે. પીએમ મોદીએ એક્સ પર વીડિયો શેર કર્યો અને લખ્યું- માય ઈન્ડિયા, માય ફેમિલી. તમને જણાવી દઈએ કે આ અભિયાનના વીડિયોમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. मेरा भारत, मेरा परिवार! pic.twitter.com/GzkIIvEIUb — Narendra Modi (@narendramodi) March 16, 2024 પીએમ મોદીના સમર્થનમાં સોશિયલ મીડિયા એકાઉન્ટનો ‘બાયો’ બદલાયો ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીના પરિવાર પર ટિપ્પણી કરી હતી. આ પછી ભાજપે લાલુ પ્રસાદના નિવેદન…
લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન) એક વાર ફરી કુદરતના ખોળે નોન ફિક્શન પક્ષીઓ ધરતી પર વસતા ખૂબ જ હત્વના જીવો છે, જે આહાર શૃંખલાનું સંતુલન જાળવી રાખે છે. જીવ જંતુ પક્ષીઓનો મુખ્ય આહાર છે. પાકની મોસમમાં જીવજંતુઓનો ઉપદ્રવ અનુકૂળ વાતાવરણના કારણે વધી જાય છે, જે પક્ષીઓ અને તેમના બચ્ચાઓનો ખોરાક છે. આ જ મોસમમાં પક્ષીઓ ઈંડા મૂકે છે અને તેમને સેવવાનું કાર્ય કરે છે. તેઓ તેમના બચ્ચાઓને પોષવા જીવજંતુ અને તેમના લાર્વા પર નિર્ભર રહે છે. આમ, પક્ષીઓ જીવજંતુની વસ્તીને કાબુમાં રાખે છે અને પાકને નુકસાન થતું અટકાવે છે. જીવજંતુઓને કાબુ કરે, પરાગનયનમાં નિમિત્ત બને અને ઈકોલોજીને જાળવી રાખે. પક્ષીઓ…
પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા. આખું વર્ષ અભ્યાસ કાર્ય બાદ બાળકો વેકેશનની રાહ જોતા હોય છે. વેકેશનમાં બાળકોને શાળાએ જવાથી રાહત મળે છે. પરીક્ષા પૂરી થતા જ બાળકોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળે છે. તાજેતરમાં જ કંઈક આવું જ જોવા મળ્યું છે. આ વિડિયો જોયા પછી તમારા ચહેરા પર પણ સુંદર સ્મિત આવી જશે. આવી જ એક બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પરીક્ષા પૂરી થવાની ખુશી યુવતીના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. વીડિયોમાં એક છોકરી પોતાનું છેલ્લું પેપર આપીને ઘરે પહોંચે છે. ‘જમલ કુડુ’ ગીત કદાચ…
‘વન નેશન, વન ઇલેક્શન’ પર ચર્ચા વચ્ચે આજે 2024 લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઇ જશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની ધરાવતી કમિટીએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યા બાદ એવી પણ ચર્ચા છે કે હવે રાજ્યની ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે જ કરાવવામાં આવશે. કહેવામાં આવે છે કે લોકસભાની સાથે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી શકે છે. આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાનો કાર્યકાળ જૂન મહિનામાં અલગ અલગ તારીખોએ પૂર્ણ થઇ રહ્યો છે. હવે લોકસભા ચૂંટણી એપ્રિલથી મે મહિના સુધી ચાલશે. એવામાં આ રાજ્યમાં સંભાવના છે કે વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે જ કરાવવામાં આવી શકે છે.…
પેઈનકીલર, એન્ટિબાયોટિક્સ અને ચેપ વિરોધી દવાઓની કેટેગરીમાં આવતી અંદાજે 800 જેટલી દવાઓના ભાવમાં પહેલી એપ્રિલથી વધારો કરી દેવામાં આવશે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં આવેલા બદલાવના પ્રમાણમાં તેમને ભાવમાં વધારો કરવામાં આવશે. આ દવાઓ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિનની યાદીમાં સ્થાન ધરાવે છે. શિડ્યુલ ડ્રગ્સની કેટેગરીમાં આવતી દવાઓના ભાવમાં વરસે એકવાર વધારો કરવા દેવાની છૂટ આપે છે. દવાઓ બનાવવા માટે જોઈતા કાચા માલના ભાવ વધી રહ્યા હોવાથી દવાનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ ભાવ વધારો માગી રહી હોવાથી પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારો 80થી 250 ટકા સુધીનો છે દવા બનાવવા માટેના રો મટિરિયલના ભાવમાં 15 ટકાથી 130 ટકા સુધીનો વધારો થયો હોવાની…
તારીખ 1-2-3 માર્ચના રોજ જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, પ્રી-વેડિંગ ઈવેન્ટમાં પરિવારે તેમના દેખાવ પર જ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. તેમ છતાં, એક વસ્તુ હતી જે પરિવારની દરેક સ્ત્રીમાં સામાન્ય હતી અને તે હતો કાળો દોરો. અંબાણી પરિવાર માટે તેમના કપડા અને ઘરેણાં પાછળ કરોડો રૂપિયા ખર્ચવા એ કોઈ મોટી વાત નથી. ત્રણ દિવસના ફંક્શનમાં પરિવારના સભ્યોએ લગભગ 30 વખત કપડાં બદલ્યા હશે. દરેક વખતે નવો લુક, નવી એક્સેસરી પણ એક જ વસ્તુ એકસરખી રહેતી હતી અને એ એટલે પરિવારની મહિલાઓનો કાળો દોરો. હંમેશા નીતા અંબાણી, તેમની પુત્રી ઈશા અંબાણી અને પુત્રવધૂ શ્લોકા…
રાજસ્થાનના ચુરુ વિસ્તારમાં એક ઘર આ દિવસોમાં ચર્ચામાં છે. જેનું કારણ આશ્ચર્યજનક છે. તે ઘરમાં રહેતા ત્રણ લોકો એક પછી એક રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા. ત્રણેય લગભગ સમાન સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. ત્રીજા અને છેલ્લા મૃત્યુ બાદ તે ઘરમાં અચાનક આગ લાગી હતી. હવે ત્રીજા મૃત્યુ અને આ આગનો ભેદ ઉકેલવા પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કાઢ્યો છે. જાતે જ લાગે છે આગ દિવાલ પર એક ખીંટી છે. ખીંટી પર કપડું લટકતું હોય છે. આસપાસ કંઈ નથી અને અચાનક તે કપડામાં આગ લાગી. પલંગ પર માત્ર ગાદલું છે, પલંગની આસપાસ કંઈ નથી. ઘરમાં પણ કોઈ બીડી કે સિગારેટ પીતું નથી,…