Author: 1nonlynews

ચૂંટણી પંચે કહ્યું છે કે આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે સામાન્ય ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો શનિવારે બપોરે 3 વાગ્યે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની પત્રકાર પરિષદ પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ પહેલા આજે ચૂંટણી પંચની બેઠક મળી હતી, જેમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ચૂંટણીની તારીખો શનિવારે બપોરે 3 વાગ્યે જાહેર કરવામાં આવશે સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ 16 માર્ચે જાહેર થશે ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું છે કે લોકસભા ચૂંટણીની તારીખો આવતીકાલે એટલે કે 16 માર્ચે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે સામાન્ય ચૂંટણીની સાથે કેટલાક…

Read More

પાટણ જિલ્લાના શંખેશ્વર હાઇવે રોડ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ડાલુ અને વેગેનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને ગાડીઓમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે હાઈવે માર્ગ ઉપર અફરતફડી મચી હતી તો આગને કારણે વેગેનાર ગાડીમાં સવાર બે મુસાફરો બળીને ભડથું થયા હતા. અકસ્માત અંગેની જાણ થતા શંખેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છાસવારે અકસ્માતોના નાના-મોટા બનાવો બનતા હોય છે ત્યારે આજે સવારે વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના બનવા પામી હતી. શંખેશ્વર થી દશાવડા હાઇવે માર્ગ ઉપર સંસ્કાર વિલા પાવાપુરી પાસે આજે સવારના સુમારે પિકઅપ ડાલુ અને વેગેનર…

Read More

ઉત્તર પ્રદેશનો ધર્માંતરણ વિરોધી કાયદો માત્ર લગ્નોને જ નહીં પણ લિવ- ઈન-રિલેશનશિપ્સ (live in relationship)ને પણ લાગુ પડે છે તેમ અલ્લાહાબાદ કોર્ટે તેના એક ચૂકાદામાં ઠરાવ્યું હતું. જસ્ટિસ રેનુ અગરવાલે પોલીસ રક્ષણ મેળવવા માટે એક કપલે કરી વિનંતીને નકારી કાઢતાં આ નિરીક્ષણ કર્યું હતું.  આ કેસમાં અરજદારે ધર્માંતરણ કરવાની અરજી કરી નથી : કોર્ટ અલ્લાહાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ। ગેરકાયદે ધર્માંતરણ પ્રતિબંધક ધારા 2021માં આંતરધર્મીય યુગલ (couples of opposite) માટે ધર્માંતરણ કરવાનું ફરજિયાત કર્યું છે. આ કેસમાં કલમ 8 અને 9 હેઠળ એક પણ અરજદારે ધર્માંતરણ કરવાની અરજી કરી નથી. આમ, અરજદારોના સંબંધને કાયદાની જોગવાઇઓને…

Read More

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના એક દિવસ પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તરફથી મળેલા ઈલેક્ટોરલ બોન્ડ્સનો ડેટા તેની વેબસાઈટ પર અપલોડ કર્યો છે. આ ડેટા સાર્વજનિક થતાં જ સૌથી વધુ દાન આપનારી કંપનીઓના નામ સામે આવ્યા છે. કઈ પાર્ટીએ કેટલા રૂપિયા મળ્યા તેની વિગતો પણ સામે આવી છે. ચૂંટણી દાનના આંકડા 12 એપ્રિલ 2019 થી 11 જાન્યુઆરી 2024 સુધીના છે. આ ડેટાથી એ પણ જાહેર થયું છે કે, ‘લોટરી કિંગ માર્ટિન સેન્ટિયાગો’એ સૌથી વધુ 1368 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. માર્ટિનની કંપની ‘ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ સર્વિસે’ આ બોન્ડ 21 ઓક્ટોબર, 2020 અને જાન્યુઆરી 2024 વચ્ચે ખરીદ્યા…

Read More

રશિયામાં હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દેશ અને વિશ્વભરના રશિયનો મતદાન કરી રહ્યા છે. ભારતમાં પણ રશિયન ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ભારતના કેરળ રાજ્યમાં પણ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એવી ચર્ચા છે કે આ ચૂંટણીમાં ફરી એકવાર વ્લાદિમીર પુતિનની જીત લગભગ નિશ્ચિત છે. દક્ષિણ ભારતના આ શહેરમાં યોજાયું મતદાન  કેરળમાં રહેતા રશિયન નાગરિકોએ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તિરુવનંતપુરમમાં મતદાન કર્યું હતું. તેઓએ અહીં રશિયન હાઉસમાં સ્થિત રશિયન ફેડરેશનના માનદ કોન્સ્યુલેટ ખાતે ખાસ આયોજિત બૂથ પર મતદાન કર્યું. રશિયાના માનદ કોન્સ્યુલ અને તિરુવનંતપુરમમાં રશિયન હાઉસના ડિરેક્ટર રતેશ નાયરે જણાવ્યું હતું કે આ ત્રીજી…

Read More

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ 2019થી જાન્યુઆરી 2024 વચ્ચે થયેલા ચૂંટણી બોન્ડના વેચાણના આંકડા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી પંચને સોંપ્યાના બીજા જ દિવસે તે વિગતો દેશના ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે.  ગુજરાતના ટોચના ઉદ્યોગોએ પણ રાજકીય પક્ષોને દાન આપ્યું લગભગ 18,860 જેટલા બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ટોચના ઉદ્યોગો કે ગુજરાતમાં મોટું કામ ધરાવતા ઉદ્યોગોએ પણ ચૂંટણી બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપલબ્ધ વિગત અનુસાર રાજ્યની ટોચની કંપનીઓમાંથી ટોરેન્ટ, ઝાયડસ, ઈન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ થાય છે તો બીજી તરફ રીઅલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રે વ્યાપક બિઝનેસ હિત ધરાવતા અરવિંદ, નિરમાનો પણ સમાવેશ થાય છે. આ…

Read More

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્ટોપ ક્લોક નિયમને કાયમી કરવાનો નિર્ણય લીધો છે, જે જૂન મહિનામાં રમાનારી T20 વર્લ્ડ કપ 2024 પહેલા ટ્રાયલ ધોરણે લાગુ કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2023માં, ICCએ આ નિયમને ટ્રાયલ તરીકે લાગુ કર્યો હતો, જેમાં ફિલ્ડિંગ ટીમે એક ઓવર પૂરી થયા બાદ નિર્ધારિત સમયની અંદર બીજી ઓવર શરૂ કરવાની હતી. આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ફિલ્ડિંગ ટીમોને ભારે નુકસાન વેઠવું પડશે. ICCએ આ નિયમ માત્ર T20માં જ નહીં પરંતુ ODIમાં પણ લાગુ કર્યો છે. એક મિનિટમાં શરૂ કરવાની રહેશે આગલી ઓવર  સ્ટોપ ક્લોક નિયમની વાત કરીએ તો, જ્યારે ICCએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેનો અમલ કર્યો હતો,…

Read More

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ (ECI) એ શુક્રવારે તેની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ માહિતી અપલોડ કરી દીધી. સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદનારી કંપનીઓમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ બીજા સ્થાને રહી છે. નંબર વન પર ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ હતી જેની સામે EDએ પણ તપાસ કરી હતી. મેઘાએન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) એ 1 કરોડ રૂપિયાના 821 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉલ્લેખનીય છે કે આ કંપનીએ એપ્રિલ 2023માં લગભગ 140 કરોડ રૂપિયાના બોન્ડ્સ ખરીદ્યા હતા અને તેના એક મહિના પછી તેને મહારાષ્ટ્રમાં 14,400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળી ગયો હતો. મહારાષ્ટ્રમાં ટ્વિન ટનલ પ્રોજેક્ટ મળ્યો… …

Read More

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ યેદિયુરપ્પા પર તેની 17 વર્ષની પુત્રીનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. સગીરાની માતાએ આ મામલે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદ મુજબ, કથિત જાતીય સતામણી 2 ફેબ્રુઆરીએ થઈ હતી, જ્યારે માતા અને પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માંગવા યેદિયુરપ્પા પાસે ગયા હતા.

Read More

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને ગુરુવારે સાંજે તેમના નિવાસસ્થાને પાછળથી ધક્કો મારવામાં આવ્યો હતો, જેના પગલે તેઓ પડી ગયા હતા અને તેમના કપાળ પર ઈજા થઈ હતી, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. મમતા બેનર્જીના માથા પર ત્રણ ટાંકા આવ્યા છે જ્યારે એક ટાંકો તેમના નાક પર છે. SSKM હોસ્પિટલના ડાયરેક્ટરે કહ્યું કે ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે ડોક્ટરોને કહેવામાં આવ્યું કે કોઈએ તેને ઘરમાં ધક્કો માર્યો છે જેના કારણે તેનું માથું અને નાક અથડાયું અને તેને લોહી નીકળવા લાગ્યું. મમતા બેનર્જીને તાત્કાલિક SSKM ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા જ્યાંથી તેમને રાત્રે 10.30 વાગ્યે રજા આપવામાં આવી હતી. મમતા…

Read More