Author: 1nonlynews

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. ભાજપે 15 બેઠકો પર મુરતિયા જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે કેટલાક નેતાઓને ફોન કરીને તૈયારીઓ કરી દેવા જણાવ્યું છે. પરંતુ ભાજપમાંથી મહેસાણા બેઠક પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી નોંધાવ્યા બાદ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. તેમ કોંગ્રેસમાં પણ બે નેતાઓએ જાણે સાનમાં સમજી ગયા હોય અને સમય પારખી ગયા હોય તેમ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા બાદ હવે ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. અનેક નેતાઓએ પક્ષપલટો કરીને કોંગ્રેસને મુશ્કેલીમાં મુકી…

Read More

વડોદરાના બાગ બગીચામાં તમારા બાળકને રમવા લઈને જાવ તો સાવધાન રહેજો. કારણ કે, અહીં રમતગમતના સાધનો ક્ષતિગ્રસ્ત છે. જેના કારણે તમારા બાળકને ઈજા થઈ શકે છે. આ ચોંકાવનારી ઘટના વડોદરાના તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનની છે. જ્યાં ત્રણ વર્ષના બાળકની પગની આંગળી સ્લાઈ્ડ્સ એટલે કે લપસણીમાં ફસાઈને કપાઈ ગઈ. જેનું ઓપરેશન કરીને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ નિષ્ફળ રહ્યો. જેથી બાળકને પગમાં ખોડ રહી ગઈ છે. આ ઘટના બન્યા બાદ તંત્રની ઊંઘ ઉડી અને બાળકને જેનાથી ઈજા થઈ તે લપસણીને હટાવવામાં આવી. પરિવારે કોર્પોરેશન પર બેદરકારીનો આરોપ લગાવી રોષ વ્યક્ત કર્યો છે. વડોદરા કોર્પોરેશનના પાપે ત્રણ વર્ષના માસૂમ બાળકે પગની આંગળી…

Read More

ભારત સરકારે સોમવારે નાગરિકતા બંધારણ અધિનિયમ સાથે સંબંધિત નિયમોને સૂચિત કર્યા છે. આ પછી દેશમાં CAA લાગુ કરવામાં આવ્યો છે. એવામાં કેટલાક લોકો આ કાયદાને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક ટીકા કરી રહ્યા છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાંથી ગેરકાયદે ભારતમાં આવેલી સીમા હૈદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના પરિવાર સાથે CAA લાગુ થયા બાદ ઊજવણી કરતી દેખાય છે. CAA લાગુ થયા બાદ સીમા હૈદરે રસગુલ્લા વહેંચ્ય વાયરલ થઈ રહેલા સીમા હૈદરના વીડિયોમાં તે પોતાના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની તસવીરો પકડીને ઉભી જોવા મળી રહી છે. વીડિયોમાં સીમા…

Read More

આજના યુગમાં યુવાનોને સ્ટંટ કરવા વધુ ગમે છે પરંતુ આ સ્ટંટ કરવામાં જીવ પણ જાય છે. આવી એક ઘટના અમદાવાદમાં બની છે. શહેરના વેજલપુર વિસ્તારમાં એક યુવક રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરતો હતો. આ દરમિયાન રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતાં તેના માથામાં ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, ફાયરિંગ કરનાર યુવક નશાની હાલતમાં તેના મિત્ર સાથે મોડી રાત્રે સોસાયટીમાં ઉભો હતો અને રિવોલ્વર સાથએ મજાક કરતાં તેણે ગોળી ચલાવી દીધી હતી. મજાક મજાકમાં લમણે ગોળી મારી દીધી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં રવિવારે મોડી રાત્રે વેજલપુર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય…

Read More

તિલક લગાવી, ફૂલ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત થતા પરિક્ષાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ રાજ્યમાં ગત સોમવારથી બોર્ડની પરીક્ષા એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-૧૦ અને ૧૨ સામાન્‍ય–વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ભરૂચ જિલ્લામાં બોર્ડ પરીક્ષા માટે ધો.૧૦ નાં ૮૨ બિલ્ડીંગમાં ૨૩,૩૮૪ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહની ૩૧ બિલ્ડીંગમાં ૯,૫૫૨ વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૯ બિલ્ડીંગમાં ૩,૮૨૦ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર…

Read More

શક્તિનાથ કલેકટર રોડ પર ખાણીપીણીની લારી ઉપર રોફ જાડવો સરકારી બાબુને ભારે પડ્યું By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ ભરૂચ જિલ્લામાં જિલ્લા પોલીસની ચાંપતી નજર સામે ભરૂચના બુટેલગરો દારૂનો વેપલો કરી રહ્યા હોય જેનું ઉત્તમ ઉદાહરણ ભરૂચની જનતાને જોવા મળ્યું હતું. ભરૂચ R&B વિભાગનો એક્સિકુટિવ એન્જિનિયર જયેન્દ્ર વસાવા દારૂના નશામાં ચકચુર બની રોફ ઝાડતો હોવાનો વિડીયો સોસિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં સરકારી કર્મચારી જયેન્દ્ર વસાવા મોટરગાડી નં.જીજે-૧૬-સીએન-૦૩૮૭ સાથે કલેકટર કચેરી-શક્તિનાથ રોડ પર આવેલ નાસ્તાપાણીની લારીઓ પર આવી સરકારી કર્મચારી હોવાનો પોતાનો પાવર બતાવવા ફોન ઉપર કહ્યું આ બધું દબાણ હટાવવાનું છે, ત્યારબાદ તેને હંગામો શરૂ કર્યો હોવાનું કહેવાય છે. જોકે…

Read More

By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ ભરૂચના ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે નવજીવન ન્યુઝના પ્રખર પત્રકાર પ્રશાંત દયાળના સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પત્રકારત્વ અને સામાજિક જીવન શૈલી અંગે પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓના પત્રકારત્વના અનુભવો વર્ણવ્યા હતા. ૬ વખતની દેશદ્રોહની લાગેલ કલમોની પણ વાત કરી પોતાના જીવનના પત્રકારત્વ દિવસો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પત્રકારોના જીવનમાં આવતા આવતા ઉતાર ચઢાવ, દાબ દબાણ, કપરા સમયમાં નિર્ણયો પર મક્કમ બની કામગીરી કરવી તેમજ પરિજનો દ્વારા મળતા આત્મબળને તેઓએ યાદ કર્યું હતું. મૂળ મરાઠી બ્રાહ્મણ અને ભરૂચના જમાઈ એવા પ્રશાંત દયાળના વક્તવ્યનો લ્હાવો લેવા જિલ્લાભરના પત્રકારો અને સામાજિક…

Read More

દેશભરમાં CAA લાગુ, મોદી સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ એક મોટું પગલું છે. આ અંતર્ગત ત્રણ પડોશી દેશોના લઘુમતીઓ હવે ભારતીય નાગરિકતા મેળવી શકશે. આ માટે તેઓએ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ઢંઢેરામાં CAAનો સમાવેશ કર્યો હતો. પાર્ટીએ આને મોટો મુદ્દો બનાવ્યો હતો. ગૃહ પ્રધાન અમિત શાહે તેમના તાજેતરના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA લાગુ કરવાની વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ…

Read More

ભારતીય બંધારણમાં 42મો સુધારો સૌથી વધુ વિવાદો અને ચર્ચાઓનો વિષય રહ્યો છે. ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે તેને 1976માં પસાર કર્યો હતો. આ અધિનિયમને ‘મિની-બંધારણ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ભારતીય બંધારણમાં મોટી સંખ્યામાં સુધારા કરવામાં આવ્યા હતા. તેને ’42મો સુધારો કાયદો’ અથવા બંધારણ અધિનિયમ, 1976 પણ કહેવામાં આવે છે. ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત હેગડેએ કહ્યું છે કે બંધારણમાં સુધારો કરવા માટે ભાજપને બે તૃતિયાંશ બહુમતી મળવી જોઈએ. તેમણે કહ્યું કે, લોકસભામાં અમારી પાસે બે તૃતીયાંશ બહુમતી છે. પરંતુ રાજ્યસભામાં અમારી પાસે બહુમતી નથી. જો આગામી લોકસભા ચૂંટણીમાં NDAને 400થી વધુ બેઠકો મળે છે…

Read More

કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો 2019 (CAA) લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CAA સંબંધિત નોટિફિકેશન આજે મોડી રાત સુધી એટલે કે સોમવાર (11 માર્ચ) સુધી જારી કરવામાં આવી શકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આજે રાત્રે 8 વાગ્યે CAA સંબંધિત નોટિફિકેશન બહાર પાડી શકે છે. સમાચાર છે કે પીએમ નરેન્દ્ર મોદી પોતે આની જાહેરાત કરશે. CAA પહેલા જ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ચૂક્યું છે.મોદી સરકારનો આ નિર્ણય એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે હવે થોડા દિવસોમાં ચૂંટણી પંચ દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે.

Read More