Author: 1nonlynews
છોટાઉદેપુર જિલ્લામાં આવી પહોંચેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રામા ખીસા કાતરૂ ગેંગ ઉતરી પડતા અનેક ના ખીસા કપાવવાનો બનાવના ભોગ બનનારા અનેક પોલીસ મથકે જાણ કરવા માટે પહોંચ્યા હતા કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી પંચમહાલથી આજે બોડેલી થઈ રાજપીપળા તરફ આગળ જવાની હોય બોડેલીનાં અલીપુરા સર્કલ ખાતે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી કાર્યકરો તેમજ વડોદરા શહેર જિલ્લામાંથી પણ કોંગ્રેસના હોદ્દેદારો અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામા વિશાળ કાફલા સાથે ભારત જોડો ન્યાય યાત્રા લઈ અલીપુરા સર્કલ ખાતે આવી પહોંચી આ ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધીને આવકારવા મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની માં…
IT હબ બેંગલુરુ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, પૂરતો વરસાદ થયો નથી, જેના કારણે કાવેરી નદીમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. આ અછત માત્ર પીવાના પાણીને અસર કરતી નથી પણ સિંચાઈને પણ અસર કરે છે. વધુમાં, તાજેતરના મહિનાઓમાં વરસાદના અભાવને કારણે બેંગલુરુમાં બોરવેલ સુકાઈ રહ્યા છે. જેના કારણે પાણીના અછતની સમસ્યા સર્જાઈ છે. જો કે આ પાણીની સમસ્યા તો વૈશ્વિક છે. જેને પહોંચી વળવા દેશ ઘણી વ્યૂહરચના અપનાવતા હોય છે. જેમાં ઘણા દેશ દ્વારા વધુ પાણી લેતા પાકના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેના કારણે તેઓ અન્ય દેશોમાંથી પાણી તેમજ કૃષિ ઉત્પાદનો ખરીદે છે. જે બાબતે એક…
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના EOW ગેટ પાસે મહિલાનો મૃતદેહ મળી આવવાનો મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.જેમાં મૃતક મહિલા પાસેથી ડાયરી મળી આવી છે, જેમાં EOW ના PI બી.કે.ખાચરના નામનો ઉલ્લેખ જોવા મળ્યો.જોકે છેલ્લા ચાર વર્ષથી PI બી.કે.ખાચર અને મૃતક મહિલા એકબીજાના સંપર્કમાં હતા. આ મામલે પોલીસ અધિકારનું ભેદી મૌન પણ અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. નોઁધનીય છે કે હવે આ મામલે નવો શું વળાંક આવે છે તે હવે જોવાનું રહ્યું? ડાયરી મુજબ મહિલા ૪ વર્ષથી પીઆઈના પ્રેમમાં હતીઅને PI બી.કે ખાચર દ્વારા સબંધ ઓછા કરી દેતા યુવતી EOWમાં પીઆઈ ખાચરને મળવા આવી હતી.મહત્ત્વનું છે કે અમદાવાદ ક્રાઇમબ્રાંન્ચના પ્રાંગણમાં 32 વર્ષીય…
તિહાર જેલમાંથી આ રીતે નીકળશે જાન જોડી લેડી ડોનને પરણવા જશે ગેંગસ્ટર, સૂટ-બૂટ પહેરી જાનમાં જોડાશે પોલીસ 40 થી વધુ હત્યાના કેસ. માથા પર આઈપીસીની તમામ કલમો. બંબીહા અને બવાના ગેંગ સહિત ડઝનબંધ ગુંડાઓના જીવના દુશ્મન. આમ છતાં ખુલ્લો પ્રેમ અને હવે લગ્નની તૈયારી. હા, અમે વાત કરી રહ્યા છીએ કુખ્યાત ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જાથેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરીના આગામી લગ્નની. આ લગ્ન 12 માર્ચે દિલ્હીના દ્વારકાના બેન્ક્વેટ હોલમાં થવાના છે. આ માત્ર એક ગેંગસ્ટરના લગ્ન નથી પણ ત્રણ રાજ્યોની પોલીસ માટે માથાનો દુખાવો છે. કોર્ટે આ લગ્ન માટે માત્ર 6 કલાકનો સમય આપ્યો છે. આ દરમિયાન કાલા…
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને 1979માં હત્યાના કેસમાં ફાંસી આપવામાં આવી હતી. પરંતુ હવે 45 વર્ષ બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભુટ્ટોની ફાંસી અંગે મોટું નિવેદન આપ્યું છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે 1979માં પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલા કેસની સુનાવણી બંધારણ અનુસાર ન હતી. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઈસાની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બેંચે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાખલ કરેલા સંદર્ભ પર આ ટિપ્પણી કરી છે. વાસ્તવમાં, 2 એપ્રિલ, 2011ના રોજ ઝરદારીએ પાકિસ્તાની બંધારણની કલમ 189 હેઠળ પૂર્વ વડાપ્રધાન ભુટ્ટોને આપવામાં આવેલી ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો. ઝરદારીએ અરજીમાં કહ્યું…
લોકસભા ચૂંટણી પહેલા દેશની રાજનીતિમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. BJP અને BJD 15 વર્ષ પછી એકબીજા સાથે હાથ મિલાવી શકે છે અને નવીન પટનાયકની પાર્ટી ફરી NDAમાં જોડાઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બંને પક્ષો વચ્ચે ગઠબંધનને લઈને વાતચીત ખૂબ જ આગળના તબક્કામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત થઈ શકે છે. અહેવાલો અનુસાર સીએમ નવીન પટનાયકે મહાગઠબંધનના સ્વરૂપને લઈને ભુવનેશ્વર સ્થિત તેમના નિવાસસ્થાને બીજેડીના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી છે. ભાજપે ઓડિશાના તેના નેતાઓ સાથે આ સંભવિત જોડાણ અંગે પણ ચર્ચા કરી છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જુઅલ ઓરમે નવી…
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ હજુ સુધી રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા ચૂંટણી બોન્ડની વિગતો શેર કરી નથી. સુપ્રીમ કોર્ટે એસબીઆઈને બુધવાર સુધીમાં ચૂંટણી પંચને વિગતો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ આ સમયમર્યાદા પણ પસાર થઈ ગઈ છે. સ્ટેટ બેંકે સોમવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા માટે 30 જૂન સુધીના સમયની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં, સ્ટેટ બેંકે દલીલ કરી હતી કે ‘દરેક સાઇલો’માંથી માહિતી મેળવવાની અને એક ‘સાઇલો’માંથી અન્ય માહિતીને મેચ કરવાની પ્રક્રિયામાં સમય લાગશે. સ્ટેટ બેંકની અરજી હજુ સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવી નથી.…
દિલ્હી નજીક ગાઝિયાબાદમાં એક ફેક્ટરી પર દરોડા દરમિયાન એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. અહીં આ LED બલ્બના કારખાનામાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એન્ટાસિડની નકલી દવાઓ બનાવીને બજારમાં વેચાતી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ ફેક્ટરી અને વેરહાઉસમાંથી 1 કરોડ 10 લાખ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરી છે. પોલીસનું કહેવું છે કે આ ફેક્ટરીમાં બ્રાન્ડેડ દવાઓની નકલ કરીને નકલી દવાઓ બનાવવામાં આવતી હતી. આ તમામ દવાઓ ભારતમાં સૌથી વધુ વેચાય છે. એ પણ શક્ય છે કે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ આ દવાઓ લેતી હોય. મોટી વાત એ છે કે અહીં જે નકલી દવાઓ બનાવવામાં આવી રહી છે તે હૈદરાબાદ…
ભારતના આઇટી હબ અને સિલિકોન વેલી તરીકે ઓળખાતા બેંગલોરમાં પાણીની અછત વર્તાઇ રહી છે. એટલે સુધી કે ડે. સીએમ શિવ કુમારે એન કહેવું પડ્યું કે તેમના પણ બોરવેલમાં પાણી સુકાઈ ગયું છે. તો સામાન્ય જનતાની વાત જ કયા કરવી રહી.. તો સિલિકોન વેલીની આવી દુર્દશા ભારતના અન્ય વિકસતા રાજ્યો માટે ખતરાની ઘંટી સમાન છે. ભારતની સિલિકોન વેલી કહેવાતા બેંગલુરુ શહેરમાં પાણીનું ભયંકર સંકટ છે. સ્થિતિ એવી છે કે બેંગલુરુની ઘણી સોસાયટીઓમાં પીવાના પાણીના દુરુપયોગ માટે 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. દેખરેખ માટે ખાસ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. બેંગલુરુ એ ભારતનું એક શહેર છે જેની સરખામણી અમેરિકાની…
હરિયાણા બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ છે જે 26મી માર્ચ 2024ના રોજ સમાપ્ત થશે. તે જ સમયે, 12માની બોર્ડની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી 2જી એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ પરીક્ષા હરિયાણાના 1484 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી રહી છે, આ પરીક્ષા કેન્દ્રોમાંથી એક એવું કેન્દ્ર પણ છે જ્યાં ચોરીનો વીડીયો તમને ચોંકાવી દેશે. આ ચોરી કરાવતા પરિજનોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો હરિયાણાના તાવડુની ચંદ્રાવતી સ્કૂલના પરીક્ષા કેન્દ્રનો છે, જ્યાં 10ની પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે. પરીક્ષા શરૂ થયાના થોડા સમય બાદ પરીક્ષા કેન્દ્ર પરથી ફોટા પાડીને પેપરની માહિતી પણ લીક…