Author: 1nonlynews

કાનપુરનો વૈભવ અને ઈન્દોરનો દીપ પ્રેમમાં પડ્યા હતા. જે બાદ વૈભવે દીપ સામે શરત મૂકી કે જો તે સેક્સ ચેન્જ કરાવશે તો તે દીપ સાથે લગ્ન કરવા તૈયાર છે. દીપે એક કરોડ રૂપિયા ખર્ચીને છોકરામાંથી છોકરીમાં બદલાવ કર્યો, પરંતુ બાદમાં વૈભવે લગ્ન કરવાની ના પાડી દીધી, જેના કારણે દીપ ગુસ્સે થઈ ગયો અને તેણે વૈભવના ઘરની સામે પાર્ક કરેલી કારને આગ ચાંપી દીધી. હાલમાં જ કાનપુરના ચકેરી વિસ્તારમાં બે યુવકોએ અનૂપ શુક્લાના ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પર પેટ્રોલ રેડીને મોડી રાત્રે આગ લગાવી દીધી હતી. આ કેસમાં પોલીસે બંને આરોપી ઈન્દોરના રહેવાસીઓની ધરપકડ કરી છે. આ વાતનો ખુલાસો કરતા…

Read More

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકનું સર્વર ડાઉન થયું છે. કરોડો યુઝર્સને ફેસબુકના વપરાશમાં તકલીફ પડી રહી છે. સર્વર ડાઉન થતાં facebook ની સેવાઓ ખોવાઈ ગઈ છે. અને કરોડો યુઝર શો પરેશાન થઈ રહ્યા છે. facebook માં લોગીન કરી શકતા નથી જેને લોગીન છે તે લોકો પણ લોગ આઉટ થયા છે. Instagram યુઝર્સને પણ વપરાશમાં તકલીફ આવી રહી છે instagram નું એકાઉન્ટ પણ facebook ની માફક લોગ આઉટ થઇ રહ્યું છે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક અને instagrams ના યુઝર્સને હેકિંગ નો ડર લાગી રહ્યો છે છેલ્લા અડધા કલાકથી વપરાશ કરતાઓ પરેશાન થઈ રહ્યા છે પરંતુ હજી સુધી મેટા ના સંચાલકો તરફથી આ…

Read More

4થી વેસ્ટ ઝોન બોક્સિંગ ચેમ્પિયનશીપ નું ઉદઘાટન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના ડાયરેક્ટર જનરલ શ્રી આર. એસ. નિનામા એ કર્યુ. આ સ્પધૉમાં ગુજરાત ઉપરાંત ગોવા અને મહારાષ્ટ્ર ના બોક્સરો ભાગ લઇ રહ્યા છે. નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચાલી રહેલ આ ચેમ્પિયનશીપ ને એસ.એ.જી. દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. આવતીકાલે આ સ્પધૉના મુખ્ય મહેમાન તરીકે એસ.એ.જી.ના ચીફ કોચ શ્રી એલ.પી.બારીયા ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ્સ તથા પ઼માણપત્ર એનાયત કરશે. સ્ટેટ બોક્સિંગ એસો. ના પ઼મુખ શ્રી ઇન્દૃવદન નાણાવટી એ શાલ તથા મોમેન્ટો આપી શ્રી નિનામા સાહેબનું બહુમાન કર્યુ .

Read More

કોરોના કાળમાં સુરતમાં રેમડેસિવર ઈન્જેક્શન ને લઈ ભારે વિવાદ થયો હતો આ  ઇન્જેક્શન વિતરણમાં ગેર રીતી આચાર્ય હોવાના પણ આક્ષેપ થયા હતા જેને લઇ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કોર્ટમાં પીઆઈએલ નોંધાવી હતી.  કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ વિરુદ્ધ PIL(જાહેરહિતની અરજી) કરી હતી, આ અરજી હવે પરેશ ધાનાણીએ પરત ખેંચી લીધી હોવાના અહેવાલો આવ્યા છે.  મીડિયા રિપોર્ટ મુજબ રેમડેસિવર ઇન્જેકશનનો જથ્થો દાતાઓએ ખરીદીને સારા હેતુ સાથે વહેંચ્યો હતો. જરૂરિયાતમંદોના કાગળો તપાસીને વિતરણ થયું હતું. ડ્રગ્સ વિભાગના રિપોર્ટ પ્રમાણે હર્ષ સંઘવી કે સીઆર પાટીલની કોઈ ભૂલ નહોતી. ઇન્જેક્શનનું વિતરણ કાયદેસર રીતે કરાયાનું તારણ તપાસમાં બહાર આવ્યું હતું, તેથી…

Read More

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટા ઝટકા લાગી રહ્યાં છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. આ પહેલા પૂર્વ ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર અને ધર્મેશ પટેલે રાજીનામું આપ્યું હતું. આ વચ્ચે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, હું કોગ્રેસ પાર્ટી સાથે છું અને કોગ્રેસમાં જ રહીશ. હું કોંગ્રેસ પાર્ટીમાં જ રહીશ- ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે એક્સ (પહેલા ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યુ, “રાજકીય જીવનનો પ્રારંભ કર્યો ત્યારેથી સત્તા મેળવી ને જ લોકસેવા કરવી તેવો ઈરાદો,લક્ષ્યાંક કે હેતુ ક્યારેય મનમાં આવવા નથી દીધો….રાજકીય જીવનમાં…

Read More

કોંગ્રેસ ખલાસ થઈ રહી છે જવાબદાર કોણ અને કયા કારણે તે વિચાર માંગી લેતો પ્રશ્ન ભરૂચ કોંગ્રેસીઓની ઢીલી અને બેધારી કામગીરી, અહમ, આંતરિક લડાઈઓના ક્લેશના પાપે કોંગ્રેસીઓ હાંસિયામાં ધકેલાયાની અટકળો ઇન્ડિયા ગઠબંધન મકકમ રહેતા કેટલાક કોંગ્રેસીઓએ ચૈતર વસાવાને ટેકો જાહેર કર્યો By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ: ભરૂચ લોકસભા ૨૦૨૪ ના ભણકારા સાથે જ રાજકીય પાર્ટીઓ દ્વારા ટીકીટ વહેંચણીનો દોર શરૂ થયો છે. ઉમેદવારો અને દાવેદારોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે રાજકીય નેતાઓ પક્ષ બદલવાની ફિરાકમાં ફરતા જોવા મળી રહ્યા છે. આ વખતે ભરૂચનું રાજકરણ કઈ અલગ જ રંગે રંગયું છે. ભાજપના ઉમેદવાર તરીકે ૬…

Read More

વડોદરામાં પૂર્વ કોચના ઘરેથી પકડાયેલા 1.39 કરોડ રૂપિયા મની લોન્ડરિંગના હોવાની શંકા છે. તેમજ રોકડ રકમ નાશિકથી જમા થઈ હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. હાઈ પ્રોફાઈલ કેસની તપાસમાં ઈન્કમટેક્સ વિભાગ જોડાયો છે તથા EDને પણ જાણ કરાઈ છે. તેમજ રિષી આરોઠેને હાજર થવા માટે એસ.ઓ.જી.એ નોટિસ ફટકારી છે. રૂ.1.39 કરોડ બ્લેકના વ્હાઈટ કરવા અથવા તો સટ્ટાના હોવાની પોલીસને આશંકા વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કૉચ તુષાર આરોઠેના નિવાસસ્થાનેથી એસ.ઓ.જી. દ્વારા કબજે કરવામાં આવેલા રોકડા રૂ.1.39 કરોડ બ્લેકના વ્હાઈટ કરવા માટેના અથવા તો સટ્ટાના હોવાની પોલીસને આશંકા છે. આ પ્રકરણની તપાસમાં હવે પોલીસની સાથે ઈન્કમટેક્સ વિભાગ…

Read More

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના વધુ એક નેતાએ વડાપ્રધાન મોદી વિશે વિવાદીત ટિપ્પમી કરીને ભાજપને મુદ્દો આપ્યો છે. RJDના નેતા લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાનની ટીકા કરતા ‘મોદીને તો પરિવાર જ નથી’ એવું નિવેદન આપ્યું હતું. જવાબમાં ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પરના પોતાના બાયોમાં ‘મોદીનો પરિવાર’ લખી પોતાને વડાપ્રધાન મોદીના પરિવારનો ભાગ ગણાવ્યા હતા. તેલંગાણાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ નવો નારો આપ્યો હતો, ‘સમગ્ર દેશ મારો પરિવાર  આવું જ કઇક 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ જોવા મળ્યું હતું ત્યારે ભાજપે ‘હું પણ ચોકીદાર’ નામથી અભિયાન ચલાવ્યું હતું. પરિણામ સામે આવ્યા તો તેની અસર પણ જોવા મળી હતી અને ભાજપને 2014ના મુકાબલે 2019માં…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓના વિશેષ યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ અવસર પર તમારા જીવન સાથે જોડાયેલી દરેક સ્ત્રીને, પછી તે પરિવારમાં હોય, શાળા-કોલેજમાં હોય કે ઓફિસમાં હોય, તેમને સ્પેશિયલ ફિલ કરાવો. અહીં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર છોકરીઓ માટે કેટલીક ભેટો છે, જે તમે તમારી માતા, પુત્રી, બહેન, પત્ની અથવા સ્ત્રી મિત્રોને આપી શકો છો. માતા માટે ભેટ વુમન્સ ડે પર તમે તમારી માતાને સમય ગિફ્ટ કરી શકો છો. તેમની સાથે સમય વિતાવો, વાત કરો અથવા રસોડાના કામમાં મદદ કરો. માતાને આનાથી વધુ કંઈ જોઈતું નથી. જો કે, જો તમે તેમને યાદગાર ભેટ આપવા માંગતા…

Read More

ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે. જેમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. ત્યારે હવે માર્ચ મહિનો ગરમ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. પ્રથમ સપ્તાહ બાદ ગરમી શરૂ થશે. તેમજ અમદાવાદમાં તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર 12.4 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી તાપમાન ગાંધીનગર 12.4 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી તાપમાન છે. જેમાં 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ ભુજમાં 13.2 ડિગ્રી, કંડલામાં 12.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજકોટમાં 10.4 ડિગ્રી, અમરેલીમાં 13 ડિગ્રી તેમજ પોરબંદરમાં 10.6 ડિગ્રી, કેશોદમાં 10 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર તરફથી…

Read More