Author: 1nonlynews
સ્થાનિક પાર્ટી પણ ક્યારેક મોટા પક્ષોને હંફાવી દે છે, છેલ્લી લોકસભા ચૂંટણીમાં 145 બેઠકો કબ્જે કરી હતી
સામાન્ય રીતે ચૂંટણી હોય ત્યારે દેશમાં બે જ પક્ષોના નામ સામે આવે છે. ભાજપ અને કોંગ્રેસ, પરંતુ ચર્ચાનો વિષય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ નહીં સ્થાનિક પાર્ટીઓ પણ મોટા પક્ષોને બરાબરની ટક્કર આપતી હોય છે. લોકસભા ચૂંટણીમાં બંને મોટા પક્ષો લગભગ 15 થી 25 ટકા બેઠકો માટે મુખ્ય સ્પર્ધામાંથી ગાયબ રહે છે. માત્ર પ્રાદેશિક પક્ષો જ એકબીજાનો સામનો કરવાની પ્રતિષ્ઠા ધરાવે છે.હાલમાં ભાજપ અને કોંગ્રેસ સહિત દેશમાં રાષ્ટ્રીય પક્ષના દરજ્જામાં માત્ર છ પક્ષો છે. લોકસભા ચૂંટણી 2019ના પરિણામો દર્શાવે છે કે દેશમાં 97 બેઠકો એવી છે કે જ્યાં છેલ્લી વખત કોંગ્રેસ કે બીજેપી નંબર 1 અને…
પ્રજ્ઞા ઠાકુર, મીનાક્ષી લેખી, રમેશ બિધુરી, હર્ષ વર્ધન… ભાજપની પ્રથમ યાદીમાં આ મોટા નામોની ટિકિટ કપાઈ
ભાજપે શનિવારે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદીમાં 34 મંત્રીઓના નામ સામેલ છે, જેમને પાર્ટીએ 2024ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી વારાણસીથી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌથી લડશે. આ ઉપરાંત ભાજપે ત્રણ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સર્બાનંદ સોનોવાલ અને બિપ્લબ કુમાર દેબને પણ લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે. શિવરાજ એમપીની વિદિશા, આસામના ડિબ્રુગઢથી સોનોવાલ અને પશ્ચિમ ત્રિપુરા સીટથી દેબ ચૂંટણી લડશે. હર્ષ વર્ધન, મીનાક્ષી લેખી, રમેશ બિધુરીની ટિકિટ કેન્સલ ભાજપે ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે. જેમાં પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય…
ભાજપે લોકસભા ચૂંટણી માટે જાહેર કરેલી પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, પરંતુ બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મોટા રાજ્યો બાકી છે, જ્યાં ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં મોટાભાગના જૂના ચહેરાઓ પર વિશ્વાસ દર્શાવ્યો છે, પરંતુ દિલ્હીમાં ભાવિ રણનીતિને જોતા ઘણા ચહેરા બદલાયા છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કેન્દ્રીય રાજકારણમાં લાવવામાં આવી રહ્યા છે. મેનકા અને વરુણ ગાંધી હજુ પણ મુશ્કેલીમાં છે, જ્યારે અભદ્ર ભાષાવાળા નેતાઓથી અંતર જાળવવામાં આવ્યું છે. પાર્ટીએ લોકસભા માટે રાજ્યસભાના 11 સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા છે. મોટા નેતાઓ ફરી મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
ગૂગલે સર્વિસ પે મામલે થયેલાં વિવાદને પગલે ભારતમાં તેના પ્લે સ્ટોરમાંથી લોકપ્રિય લગ્નસબંધી એપ્સ સહિત વિવિધ એપ્સ હટાવવાની શરૂ કરતાં જે તે કંપનીઓએ ગૂગલના આ પગલાંનો વિરોધ કર્યો હતો. ગૂગલે જણાવ્યું હતું કે ઘણી સુસ્થાપિત કંપનીઓ સહિત દસ કંપનીઓએ પ્લેટફોર્મ પરથી લાભ મેળવવા છતાં સર્વિસ ફી ચૂકવવાનું ટાળ્યું છે. ૯૪ ટકા ભારતીય ફોનમાં ગૂગલનું એન્ટ્રોઇડ પ્લેટફોર્મ કામ કરે છે. ગૂગલ દ્વારા કઇ કંપનીઓની એપ્સ હટાવવામાં આવી તેની વિગતો અપાઇ નથી પણ પ્લે સ્ટોર પર સર્ચ મારતાં મેટ્રિમોનિયલ એપ્સ જેમ કે શાદી, મેટ્રિમોનીડોટકોમ અને ભારત મેટ્રિમોની એપ્સ ગાયબ જણાઇ હતી. એ જ રીતે બાલાજી ટેલિફિલ્મ્સની એએલટીટી (જે અગાઉ અલ્ટ બાલાજી તરીકે…
પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષને કરી વિનંતી ગંભીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, “મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું.” આ સાથે ગંભીરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું, “મને લોકોની સેવા…
લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે રાજસ્થાનની ધૌલપુર (Dhaulpur) સરહદથી મધ્યપ્રદેશના મોરેના (Morena)માં પ્રવેશ કરશે. જો કે આ દરમિયાન નાસિક પોલીસને રાહુલ ગાંધીને તેમના પિતા રાજીવ ગાંધીની જેમ બોમ્બથી ઉડાવી દેવાની દેવામાં આવશે તેવા ઈનપુટ મળ્યા છે. રાહુલ ગાંધીના નિવાસ્થાનની સુરક્ષા વધારી દીધી મહારાષ્ટ્રના નાસિક પોલીસને એવા ઈનપુટ મળ્યા છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બોમ્બથી હુમલો કરવામાં આવશે. આ ઈનપુટ મળ્યા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે (Home Ministry) રાહુલ ગાંધીના નિવાસ્થાનની સુરક્ષા વધારી દીધી છે. આ ઉપરાંત…
દુમકામાં સ્પેનની એક મહિલા પ્રવાસી પર 7-8 યુવકોએ ગેંગરેપ કર્યો છે.અને તેને માર પણ માર્યો હતો. પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકીના આરોપીઓને પકડવા પોલીસે દરોડા પાડી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સ્પેનથી એક મહિલા અને એક પુરુષ પ્રવાસી બે અલગ-અલગ બાઇક પર આવ્યા હતા. મોડી સાંજ હોવાથી બંને હંસદીહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુરમહાટ પાસે આરામ માટે રોકાયા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે લગભગ 10 વાગે 7 થી 8 ની…
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયું છે. આ ત્રણ દિવસીય બિગ બેશ ફંક્શનમાં માત્ર ભારતીયો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી છે. હવે આ ફંક્શન દ્વારા બોલિવૂડ સ્ટાર્સની તસવીરો પણ સામે આવી છે. દીપિકા પાદુકોણ-રણવીર સિંહથી લઈને કિયારા અડવાણી સુધી દરેક બ્લેક લૂકમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતના જામનગરમાં થઈ રહેલી આ ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રથમ દિવસે (1 માર્ચ) કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે બોલિવૂડ સ્ટાર્સ પાર્ટીમાં સજ્જ થઈને પહોંચ્યા હતા. પ્રી-વેડિંગ ફંક્શનના પહેલા…
જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ પાર્ટીમાં, વૈશ્વિક પોપ સ્ટાર રિહાનાએ શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું. સાથે અંબાણી પરિવાર સાથે પણ ડાન્સ કર્યો હતો. રિહાનાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે ભવ્ય ડાન્સ પ્રદર્શન કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ખાનગી કોન્સર્ટમાં રિહાનાના ડાન્સ જોઈ લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. અંબાણી પરિવાર ઉજવણી કરવા માટે જાણીતા છે, અનંત અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટી તેનું ઉત્તમ ઉદાહરણ છે. Rihanna performing “B!tch Better Have My Money” 💰 at #anantradhikaprewedding in India pic.twitter.com/yMOOxSIQ72 — Megh Updates 🚨™ (@MeghUpdates) March 2, 2024 રિહાના, જે 2005 માં તેણીના ડેબ્યુ સિંગલથી પ્રસિદ્ધિ પામી હતી, તેણે તેના ગીતો અને હિટ નંબરોની…
ગરમીની સિઝનની શરૂઆત સાથે ભરૂચમાં ચૂંટણી માહોલનો ગરમાટો શરૂ થયો બી.ટી.પી.ના રાષ્ટ્રીય અધ્યક્ષની ભાજપાઈઓ સાથેની નિકટતા વધતા મહેશ છોટુ વસાવા કેસરિયો ધારણ કરશે તેવી અટકળો તેજ..! By: પ્રજ્ઞેશ પાટણવાડીયા દેશમાં યોજાનાર લોકસભા ચૂંટણી રસાકસી રહેશે તેમ જાણકારોએ જણાવ્યું છે. ત્યારે ભરૂચ લોકસભા માટે ચિત્ર વિચિત્ર થવાનું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. ૬ વખતના સાંસદ મનસુખ વસાવા પોતે ૭ મી વખત લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે. બીજી તરફ ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા આપ અને ઇન્ડિયા એલાયન્સમાંથી દાવેદારી નોંધાવી ચુક્યા છે. દર્શનાબેન દેશમુખ પણ ભાજપમાંથી દાવેદારી કરી રહ્યા છે. આ ચૂંટણી ઘમાસાણ વચ્ચે ગતરોજ પૂર્વપટ્ટીના નેતા…