Author: 1nonlynews
લોકસભા ચૂંટણી 2024 ના ઉત્સાહ વચ્ચે મોટી રિકવરી કરવામાં આવી છે. EDની ટીમે આજે ઝારખંડમાં દરોડા પાડીને કરોડોની રોકડ જપ્ત કરી છે. EDની ટીમો આજે સવારે રાજ્ય મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરે પહોંચી હતી. ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા EDના અધિકારીઓએ ઘરના દરેક ખૂણામાં તપાસ કરી. અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી છે. તેને કાળું નાણું ગણીને કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ પણ દરોડા ચાલુ છે. EDના અધિકારીઓ સંજીવ લાલના નોકરની પૂછપરછ કરી રહ્યા છે. તેના બેંક ખાતા અને અંગત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. રાંચીમાં 9 સ્થળો પર દરોડા…
રન ફોર વોટ’ થકી અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવતુ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર મતદાનના દિવસે મોટી સંખ્યામાં નાગરિકોને મતદાન કરવા આહવાન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા મોટી સંખ્યામાં વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ જોડાયા… લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તારીખ ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે, છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં નાગરિકો મતદાન અગે જાગૃત બનીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે છોટાઉદેપુર ખાતે ‘રન ફોર વોટ’ યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી…
લોકસભા ચૂંટણીના પ્રારંભથી જ રાજકોટ બેઠક ચર્ચામાં રહી છે. હવે ‘જાગો લેઉઆ પટેલ જાગો ‘એવા શિર્ષક સાથે અનામી પત્રિકા સોશિયલ મીડિયા વાયરલ થતા રાજકારણ ગરમાયુ છે. આ પત્રિકા કાંડમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પરેશ ધાનાણીના ભાઈની ધરપકડ થઈ શકે છે રાજકોટમાં લેઉવા પટેલ સમાજની પત્રિકા વાયરલ થવા મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમણે લેઉવા અને કડવા પટેલો વચ્ચે વૈમનસ્ય ફેલાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ કમિશનરને સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવા માંગ કરી છે. જો કે, જાગો લેઉવા જાગો પત્રિકા મામલે…
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે ગુજરાતના ભરૂચ પહોંચ્યા હતા. ત્યાં તેમણે AAP ઉમેદવાર ચૈતર વસાવા માટે પ્રચાર કર્યો. ભગવંત માને ત્યાં એક મોટો રોડ શો કર્યો અને વાગરા, જંબુસર અને કરજણમાં લોકોને સંબોધિત કર્યા. તેમને સાંભળવા માટે હજારો લોકો એકઠા થયા હતા. લોકોએ ‘ગુજરાતમાં ફરી કેજરીવાલ’, ‘લડશે અને જીતશે’ અને ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. લોકોને સંબોધતા ભગવંત માને જણાવ્યું હતું કે, ભરૂચની જનતા ક્રાંતિકારી હોવાથી અહીં શું થશે તેના પર સૌનું ધ્યાન ભરૂચ પર છે. તેમણે કહ્યું કે ભરૂચની જનતાએ, અરવિંદ કેજરીવાલ અને તેમના ઉમેદવાર ચૈતર વસાવાને આપેલા પ્રેમનું ક્યારેય ઋણ ચૂકવી શકશે નહીં. માનએ કહ્યું કે ચૈતરભાઈ લોકો…
ગુજરાતમાં ભરૂચ બેઠક ગુજરાતની સૌથી હોટ સીટ બની છે. અહીં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે અલગ પ્રકારનું રાજકારણ જોવા મળી રહ્યું છે. ચૈતર વસાવાના નિવેદનનો જવાબ આપતા મનસુખ વસાવાએ પલટવાર કર્યો છે. મનસુખ વસાવા ચૈતર વસાવા પર શબ્દોના બાણ ચલાવી રહ્યાં છે. ગુજરાતની રાજનીતિમાં હવે ગંગુ તૈલીની એન્ટ્રી થઈ છે. ભરૂચ લોકસભાથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ હરીફ ઉમેદવાર ચૈતર વસાવાને ગંગુ તૈલી અને મચ્છર કહેતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. એટલું જ નહીં, મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મચ્છર કક્ષાના ગણાવ્યા છે. લોકસભા ઈલેક્શનમાં ભરૂચ બેઠકમાં રાજા ભોજ અને ગંગુ તૈલીની એન્ટ્રી થઈ છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મચ્છર અને…
ધોયા વિના શાકભાજી નહીં વાપરવાની સલાહ રાજ્યના કૃષિ વિભાગે બજારમાં મળતા શાકભાજીમાં જંતુનાશક તત્વોનું પ્રમાણ આપી છે. તેમણે જણાવ્યું છે કે શાકભાજીમાં આરોગ્યને હાનિકર્તા હોવાથી અને તે ઝડપથી નિકળી શકતું ન હોઈ સ્વચ્છ પાણીથી પદાર્થો હોવાથી સાવચેતીથી તેનો ઉપયોગ કરવો જોઈએ. રાજ્યના ખેડૂતોને પણ ખેતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેત પેદાશની કાપણી કરીને ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે ત્યાં સુધી તેમાં જંતુનાશકો રહેતા હોય છે. આ અવશેષોને નિવારવા માટે જાહેર કરાયેલા નિયંત્રણ પગલાંમાં જણાવ્યું છે કે જંતુનાશકોની વિઘટન પ્રક્રિયા ધીમી હોવાથી લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહે છે અથવા તો ચરબીમાં દ્વાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતિકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા…
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આતંકીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. મળતી માહિતી મુજબ, પૂંચના સુરનકોટમાં આતંકીઓએ એરફોર્સના વાહનો પર ફાયરિંગ કર્યું છે. હુમલાને અંજામ આપીને આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. વિસ્તારને ઘેરી લીધા બાદ આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શાહસિતાર પાસેના જનરલ એરિયામાં એરબેઝની અંદર વાહનોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોના અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો.…
*પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરેલ ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે રાજકોટના જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે ભાજપના પ્રચારમાં ગયેલ “”પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને”” ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ગામમાંથી ભગાડવામાં આવ્યા… *1nonly news આ વીડિયો ની પુષ્ટિ કરતું નથી*
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કામાં સાત મેએ મતદાન યોજાશે. રાજ્યમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિરોધ શાંત થયો નથી ત્યા બીજો એક વિવાદ સામે આવ્યો છે. કેન્દ્રીય નેતાની ટિપ્પણી બાદ હવે રાજ્ય નાણા મંત્રીની કોળી સમાજને લઇને કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ થઇ રહ્યો છે કોળી સમાજે નાણા મંત્રીનું માંગ્યુ રાજીનામું નાણા મંત્રી કનુ દેસાઇએ કોળી સમાજને લઇને ટિપ્પણી કરી હતી જેનો વિરોધ થઇ રહ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના ઉપ પ્રમુખ પ્રવિણ સોલંકીએ કહ્યું કે, નાણા મંત્રી દરજ્જાના વ્યક્તિ આ રીતનો વાણી વિલાસ કરે તો કોળી સમાજ કોઇ દિવસ સાથે નહીં રહે. આ…
પરિવારવાદ! ભાજપમાં પણ છે ઉત્તરથી દક્ષિણ સુધી ‘પરિવારવાદ’નો દબદબો સત્તાધારી પાર્ટી હંમેશા કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવતા આવ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં પણ પરિવારવાદનું પ્રમાણ વધ્યું છે. ભાજપમાં પણ હવ કોંગ્રેસ અને અન્ય પાર્ટીની જેમ નેતાના પુત્ર કે પરિવારના કોઇ સભ્યની નવી પેઢીને રાજકારણમાં લાવવાનું ચલણ જોવા મળી રહ્યું છે. ભાજપનું કોંગ્રેસીકરણ અને ક્યાંક ને ક્યાંક બેઠક ગુમાવવાનો ડર ભાજપને પરિવારવાદ તરફ લઇ જઈ રહ્યો છે. ભત્રીજાવાદને લઈને અન્ય રાજકીય પક્ષો પર ટિપ્પણી કરનાર ભાજપે તેના પક્ષના નેતાઓના ઘણા સંબંધીઓને આ લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં રાજકારણમાંથી ભત્રીજાવાદને ખતમ કરવાની વાત કરવી બેઈમાન હશે કારણ કે…