Author: 1nonlynews

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. લોકસભાની 25 બેઠકોની ચૂંટણીના પ્રચાર માટે તેઓ બે દિવસમાં 6 જેટલી વિજય વિશ્વાસ માટેની જાહેરસભાઓ કરશે. રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનના પગલે મોદીની સભાઓના સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. આ પહેલાં વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. પહેલી મેના રોજ બપોરે 2.30 કલાકે તેઓ ઉત્તર ગુજરાતમાં ડીસા અને ત્યારબાદ સાંજે 4.15 કલાકે હિંમતનગરમાં જાહેર સભાઓને સંબોધન કરશે. ચૂંટણીની આચાર સંહિતા હોવાથી તેમનું રાત્રી રોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસમાં…

Read More

બૃહદ મુંબઇ રાજ્યનું વિભાજન અને ગુજરાત – મહારાષ્ટ્ર રાજ્યને સ્વતંત્ર રાજ્યનો દરજજો તો આપવામાં આવ્યો, મુંબઇ મહારાષ્ટ્રમાં સમાવવામાં આવ્યું. પણ કોણ હતું જે ઇચ્છતું હતું કે મુંબઇ મહારાષ્ટ્રનો ભાગ નહીં પણ સ્વતંત્ર કેન્દ્રશાસિત પ્રદેશ જ રહે. ગુજરાતે આજે 64 પૂર્ણ કરી 65માં વર્ષમાં પ્રવેશ કર્યો. કાળાંતરની દ્રષ્ટિએ ગુજરાત આમ તો વયો વૃધ્ધતાનો દરજ્જો પામી ગયું છે. નજીકના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 1 મે 1960ના દિવસે દ્વીભાષી રાજ્ય એવા “બૃહદ મુંબઈ” માંથી ભાષાનાં આધારે ઉત્તર ભાગનાં ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને દક્ષિણ ભાગનાં મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચનાને તત્કાલીન ભારત સરકાર દ્વારા ‘સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956’ના આધારે મંજૂરીની મહોર…

Read More

શું મારી નવી પેઢી ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા અને ગોળીબારમાં શહીદ થયેલા ચાર વિદ્યાર્થી સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા ને ઓળખે પણ છે ? કેમ, ક્યાં અને શું કામે થયો હતો વિદ્યાર્થી પર ગોળીબાર ? ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો તેને 64 વર્ષ વીતી અને આજે એટલે કે 1 મે 2024નાં દિવસે ગુજરાત સ્વાયતતાનાં 65માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે શું આજનો ગુજરાતી અને આજની પેઢી એટલે કે આપણી યુવા પેઢી ગુજરાતને સ્વતંત્ર રાજ્યની ગરીમા મળવાની ગાથા કે હકીકત કે ઇતિહાસ જાણે છે ? આમ તો ભારત વિશ્વમાં સૌથી યુવા દેશ કહેવામાં આવે…

Read More

લોકસભા ચૂંટણી 2024માં અનામતનો મુદ્દો ચર્ચાનો વિષય છે. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવી રહી છે કે પાર્ટી બંધારણમાં ફેરફાર કરીને અનામત ખતમ કરશે. સાથે જ ભાજપ અને પીએમ મોદી પણ મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યા છે. હવે પીએમ મોદીએ અનામત મુદ્દે કોંગ્રેસ પર વધુ એક પ્રહાર કર્યો છે. PM એ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કરતા કહ્યું કે જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેઓ દલિત, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો (OBC) માટે મુસ્લિમોને ધર્મના આધારે અનામત નહીં આપવા દે. મુસ્લિમોને રાતોરાત OBC તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાઃ PM મોદી કોંગ્રેસ પર પ્રહાર…

Read More

કલોલમાં આવેલા સૂર્યનારાયણ મંદિરમાં તોડફોડ કરી મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઉત્તર ભારત સેવા સમાજ સંસ્થાના સૂર્યનારાયણ મંદિરમાં અજાણ્યા લોકો દ્વારા સાત જેટલી મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે.  સાત દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી મળતી માહિતી અનુસાર, કલોલ હાઈવે સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીની પાછળ સૂર્યનારાયણનું મંદિર આવેલું છે. વહેલી સવારે અજાણ્યા લોકો દ્વારા મંદિરમાં પ્રવેશી અહીં સ્થાપિત ભગવાન સૂર્યનારાયણની મૂર્તિને ખંડિત કરી હતી. અજાણ્યા લોકોએ હનુમાનજી, ગણેશજી તથા અંબા…

Read More

છોટાઉદેપુર : જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન આગામી તા.૭ મે ના રોજ તમામ જિલ્લાવાસીઓને અચુક મતદાન કરવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા અધિકારીઓ પણ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બની શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓએ આજે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ પણ લોકશાહીના આ પર્વમાં…

Read More

લોકસભા ચૂંટણીની શરૂઆતથી જ ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય મંત્રી તથા રાજકોટથી ઉમેદવાર રૂપાલાએ જ્યારથી ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરી છે ત્યારથી તેઓ ભાજપ માટે મુશ્કેલી બની ગયા છે. જોકે તેમ છતાં ભાજપ તેમના મુદ્દે પીછેહઠ કરવા તૈયાર નથી અને તે આંદોલનકારી ક્ષત્રિયોને મનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે. આ વચ્ચે ચાલો જાણીએ કે અત્યાર સુધી ભાજપે ક્ષત્રિયોના આંદોલનને ડામવા કેવા કેવા પ્રયાસો કર્યા…  1. રૂપાલાના અયોગ્ય નિવેદન સામે ભાજપના નેતાઓએ નારાગી વ્યક્ત કરતાં રૂપાલાએ પોતાનો વીડિયો ઉતારીને માફી માગી. 2. ગોંડલ પાસે જયરાજસિંહના ફાર્મહાઉસમાં ભાજપનું ક્ષત્રિય સંમેલન યોજીને જાહેર માફી મંગાઈ અને ક્ષત્રિયોએ માફ કરી દીધાનો દેખાવ કરાયો. 3.પરંતુ…

Read More

યોગ ગુરુ બાબા રામદેવના પતંજલિ ગ્રુપની મુસીબતોનો અંત આવતો જણાતો નથી. પ્રથમ, ઉત્પાદનોની ભ્રામક જાહેરાતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં આજે 30મી એપ્રિલે સુનાવણી થવાની છે. હવે કંપનીના 14 ઉત્પાદનોના મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આને બાબા રામદેવ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડના ડ્રગ રેગ્યુલેટરે આ નિર્ણય લીધો છે. રેગ્યુલેટરે 15મી એપ્રિલે પ્રતિબંધ લાદ્યો હતો ઉત્તરાખંડ ડ્રગ રેગ્યુલેટર દ્વારા 15 એપ્રિલે લેવામાં આવેલા આ નિર્ણયમાં બાબા રામદેવની એક કંપનીના 14 ઉત્પાદનોના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાં અસ્થમા, બ્રોન્કાઇટિસ અને ડાયાબિટીસ જેવા રોગોની દવાઓનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડના ડ્રગ રેગ્યુલેટર…

Read More

ઇસ્લામમાં માનતી ન હોય તેવી મહિલા સફિયા પીએમની અરજી પર વિચાર કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે, જેમાં સફિયાએ વિનંતી કરી છે કે તેની પૈતૃક સંપત્તિમાં તેનો હિસ્સો શરિયત અનુસાર નહીં પરંતુ ભારતીય વારસા કાયદા અનુસાર વહેંચવામાં આવે. મહિલાના પૂર્વજો મુસ્લિમ બની ગયા હતા. આ મુજબ, તેણી ચોક્કસપણે એક મુસ્લિમ પરિવારમાં જન્મી હતી પરંતુ તેના પિતાની પેઢીથી તેમણે ઇસ્લામમાં આસ્થા છોડી દીધી છે. આવી સ્થિતિમાં, તેમની રિટ પિટિશન પર, CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે એટર્ની જનરલ આર વેંકટરામાણીને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા અને તેમને આ જટિલ મુદ્દાની વિવિધ કાનૂની, વ્યવહારિક અને ન્યાયશાસ્ત્રીય…

Read More

યુકેની પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેની કોવિડ -19 રસી લોકોમાં TTS જેવી આડઅસર કરી શકે છે. કંપનીએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસી થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નામની દુર્લભ આડઅસર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. તમને જણાવી દઈએ કે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમના કારણે શરીરમાં લોહીના ગંઠાવાનું નિર્માણ થઈ શકે છે જે પાછળથી સ્ટ્રોક અથવા કાર્ડિયાક અરેસ્ટ જેવી ઘટનાઓનું કારણ બને છે. એસ્ટ્રાઝેનેકાએ કોવિશિલ્ડ રસી બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે સહયોગ કર્યો હતો. કંપની હાલમાં દાવો કરીને દાવો કરી રહી છે કે તેમની રસીના કારણે મૃત્યુ થયા છે અને જેઓએ રસી લીધી છે તેમને…

Read More