રામલલ્લા અયોધ્યા મંદિરમાં બિરાજમાન થવા માટે તૈયાર છે. હવે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટે મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કર્ણાટકના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી મૂર્તિને મંદિરમાં સ્થાન મળશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરનો અભિષેક સમારોહ યોજાવા જઈ રહ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ શેર કરી તસવીર
પ્રહલાદ જોશીએ માહિતી આપતા કહ્યું કે કર્ણાટકના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિ રામ મંદિરમાં બિરાજમાન થશે. તેઓએ એક્સ (X) પર મૂર્તિની તસવીર શેર કરતા લખ્યું, ‘જ્યાં રામ છે, ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી થઇ ગઈ છે. દેશના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિ અયોધ્યામાં બિરાજમાન કરવામાં આવશે. રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ બીજું ઉદાહરણ છે.’
“ಎಲ್ಲಿ ರಾಮನೋ ಅಲ್ಲಿ ಹನುಮನು”
ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಕಾರ್ಯಕ್ಕೆ ವಿಗ್ರಹ ಆಯ್ಕೆ ಅಂತಿಮಗೊಂಡಿದೆ. ನಮ್ಮ ನಾಡಿನ ಹೆಸರಾಂತ ಶಿಲ್ಪಿ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಶ್ರೀ @yogiraj_arun ಅವರು ಕೆತ್ತಿರುವ ಶ್ರೀರಾಮನ ವಿಗ್ರಹ ಪುಣ್ಯಭೂಮಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೊಳ್ಳಲಿದೆ. ರಾಮ ಹನುಮರ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧಕ್ಕೆ ಇದು… pic.twitter.com/VQdxAbQw3Q
— Pralhad Joshi (@JoshiPralhad) January 1, 2024
‘હું તેને મૂર્તિ તૈયાર કરતા જોવા માંગતી હતી’
અરુણ યોગીરાજની માતાએ ગઈકાલે કહ્યું હતું કે, ‘આ અમારા માટે ખુબ જ ખુશીની ક્ષણ છે. હું તેને મૂર્તિ તૈયાર કરતા જોવા માંગતી હતી, પરંતુ તેણે કહ્યું હતું કે મને છેલ્લા દિવસે લઈને જશે. જે દિવસે હું પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે હું જઈશ.’