@Munir Pathan, Bharuch
ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ નર્મદા ચોકડી નજીક એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારની માસુમ બાળકીને એક ટામેટા વેચવાવાળા નરાધમે બાળકીને નજીકમાં ઝાડી ઝાંખરાઓમાં લઈ જઈ તેની સાથે ગંભીર પ્રકારના શારીરિક અડપલાં કરી રહ્યો હોવાના ચોંકાવનારા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રંગે હાથ ઝડપાયેલા નરાધમને લોકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો છે.
ઝાડી ઝાંખરામાં લઇ જઇ ગયો
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર આવેલ નર્મદા ચોકડી નજીકથી જીએનએફસી કંપની પાસે જવાના રસ્તા ઉપર એક શ્રમજીવી પરિવારનું ઝુંપડું આવેલું છે અને તેમાં રહેલી એક માસુમ બાળકીને નજીકમાં જ ટામેટાવાળાએ પોતાની હાથ લારી મૂકી માસુમ બાળકીને ચોકલેટની લાલચ આપી તેને નજીક બોલાવી તેને ઝાડી ઝાંખરામાં લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતા કેટલાક જાગૃત લોકોની નજર પડી હતી અને આ જાગૃત નાગરિકોએ પોતાના મોબાઈલ ચાલુ રાખી ટામેટાવાળો બાળકીને જ્યાં લઈ ગયો હતો તે અવાવરું જગ્યા ઉપર પહોંચ્યા હતા જ્યાં ટામેટાવાળો માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરવા સાથે અઘટીત ઘટના કરવાના પ્રયાસો કરી રહ્યો હતો અને સમગ્ર કૃત્ય જાગૃત નાગરિકોના મોબાઇલમાં કેદ થયું હતું જેના પગલે જાગૃત નાગરિકોએ નરાધમને રંગે હાથ દબોચી લઈ મેથીપાક ચખાડ્યો હતો.
લોકોએ નરાધમને ઝાડ સાથે બાંધી દીધો
માસુમ બાળકી સાથે કૃત્ય થાય તે પહેલા જાગૃત નાગરિકો પહોંચી ગયા હતા જેના કારણે મોટી ઘટના ઘટતા ટળી હતી અને જાગૃત નાગરિકોએ નરાધમને ઝડપી પાડી લાફા વાળી કરી હતી અને તે દરમિયાન જાગૃત નાગરિકોની ચુંગાલમાંથી નરાધમે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે ઝડપાઈ ગયો હતો અને નરાધમને લોકોએ ઝાડ સાથે બાંધી નબીપુર પોલીસને જાણ કરી હતી અને પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત કરી હતી.
સમય સૂચકતાના કારણે માસુમ બાળકીનો બચાવ
ઝડપાયેલો નરાધામ પરપ્રાંતિય હોવાના કારણે આવા નરાધમોને શોધવા માટે પોલીસે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે સાથે જાગૃત નાગરિકોની સમય સૂચકતાના કારણે માસુમ બાળકીનો બચાવ થયો હતો.