@પી.ડી ડાભી તળાજા
Bhavnagar જિલ્લા કક્ષાની કાયદો અને વ્યવસ્થા અંગેની સમિક્ષા બેઠકમાં ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ દારૂ, જુગાર, ગેરકાયદેસર નાણા ધીરાણ કરી લોકો પાસેથી ઉંચા દરે વ્યાજ વસુલવા જેવી બાબતોમાં મારામારી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવી અને જાહેર જનતાની સાથે મારામારી કરી લોકોમાં ભય ફેલાય તેવી અસામાજીક પ્રવૃત્તિઓ કરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા ચર્ચા કરવામાં આવેલ હતી.
જે અનુસાર ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના તથા મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઈસમોની સામે PASA (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ) હેઠળ પગલા લેવાની દરખાસ્ત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિન્દ્ર પટેલ દ્વારા તૈયાર કરી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને મોકલી આપવામાં આવેલ હતી.
આ દરખાસ્તનો અભ્યાસ કરતા જણાયેલ કે ગુજરાત નશાબંધી અધિનિયમ, ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ કરેલા નિયમો અને હુકમોનું ઉલ્લંધન કરી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ અને મારામારી જેવી પ્રવૃતિઓ કરી અવારનવાર ગુનાઓ કરેલ છે. જેથી દર્શાવેલ ઈસમોને જાહેર લોકોની શાંતિ અને સલામતી તથા જાહેર વ્યસ્થાને પ્રતિકૂળ હોઈ તે રીતે અટકાવવા જરૂરી જણાતા, જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા રજુ થયેલ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે. મહેતા દ્વારા માન્ય કરી તેઓની વિરુદ્ધ PASA હેઠળ પગલા લેવાના હુકમો પસાર કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.
જેમાં સાગરભાઈ ગોવિંદભાઈ રાઠોડ, રહે.રૂવા ગામ, તાજિ ભાવનગરને ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે, અતીશભાઈ જીવણભાઈ ચૌહાણ, રહે,રૂવા ભાવનગરને ધોધા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ, સાબરમતી, અમદાવાદ ખાતે, વિરેનભાઈ હકાભાઈ વાઘેલા, રહે.કુંભારવાડા, ભાવનગરને ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે, મુકેશભાઈ ઉર્ફે ચોટલી મીઠાભાઈ ધાપા, રહે. આખલોલ, ઈન્દીરાનગર, ભરવાડ શેરી ભાવનગરને વરતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે, ચીરાગભાઈ ગોવિંદભાઈ લકુમ, રહે. ઈન્દીરાનગર, આખલોલ જકાતનાકા, ભાવનગરને વરતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ ખાસ જેલ ભુજ ખાતે, સંજયભાઈ પ્રવિણભાઈ વડલીયા, રહેનારી ગામ, તા.જિભાવનગરને વરતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે, હરપાલસિંહ જીતેન્દ્રસિંહ ગોહીલ, રહે.ફ્લેટ નં.૬૦૪, ૩-વિંગ, ગોકુલધામ ફ્લેટ ટોપ થ્રી સામે ભાવનગર મુળ રહે-ધારડી તા.તળાજા, જિ.ભાવનગરને તળાજા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે, સંતોષભાઈ ઉર્ફે સતો હીરાભાઈ બોળીયા, રહે-રાજવાડી, પાલીતાણા જિ.ભાવનગરને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મારામારીના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે, પારસભાઈ ઉર્ફે અભી કાળુભાઈ મેર, રહે-રાજવાડી પાલીતાણા જિ.ભાવનગરને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મારામારીના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે, મેહુલભાઈ ભોજાભાઈ મેર, રહે-રાજવાડી, પાલીતાણા, જિ.ભાવનગરને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મારામારીના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ, સાબરમતી અમદાવાદ ખાતે, જગદિશભાઈ ઉર્ફે લાલો શેફર્ડ દાઢી દેવાભાઈ પરમાર, રહે-નજરબાગ, પાલીતાણા જિ.ભાવનગરને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મારામારીના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે, તમામ ઈસમોને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તથા કાયદાની કડક અમલવારી તથા જાહેર જનતાની શાંતી અને સલામતી માટે અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.