સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરાના ભેંસાવાડા ગામે જન્માષ્ટમીના પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી,, ગામના પ્રજાપતિ સમાજ દ્વારા જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી,, જન્માષ્ટમીના પાવનપર્વે પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું,, મંડળની મહિલાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના ભજનો ગાઈને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું,.
આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી,, રાત્રીના 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ થતા જ હાથીઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,, સાથે જ સમાજના સૌ લોકો એ ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી,, આ પ્રસંગે પ્રજાપતિ સમાજની મહિલાઓ દ્વારા રાસગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી,, આમ જન્માષ્ટમીના પર્વની ભેસાવાડા પ્રજાપતિ સમાજ દ્વારા અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી…
ઋતુલ પ્રજાપતિ , અરવલ્લી
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8