ગુજરાતના પૂર્વ IPS અને હવે ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડાના ભિલોડા સ્થિત ઘરમાં તેમની પત્નીને બંધંક બનાવીને લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ભાજપના ધારાસભ્ય પી.સી. બરંડા ચોમાસુ સત્ર ચાલતુ હોવાથી ગાંધીનગર હતા. ઘરમાં લૂંટ હતી. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે.
આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પડ્યા છે. મેઘરજના વાંકાટીબા ગામે ધારાસભ્ય પી.સી. બરંડાના ઘરે 16.30 લાખના મત્તાની ચોરી કરી આ શખ્સો નાસી છૂટ્યા હતા.
ધારાસભ્યના ઘરમાં ઘરકામ કરતા ઘરઘાટીએ 15 સપ્ટેમ્બરે ધારાસભ્યના પત્નીએ બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પકડાયેલ આરોપીઓ પૈકી નંદલાલ ઉર્ફે મોહનલાલ વરસાત નોકર તરીકે બજાવતો હતો
બે માસ અગાઉ ઘરના કબાટ માંથી 50 હજારની ચોરી કરી હતી. બનાવના દિવસે શક ન જાય તે માટે નોકર નંદલાલ રજા લઈ ઘરે જતો રહ્યો હતો.
સહઆરોપીઓ સાથે મળીને લૂંટની ઘટનાંને અંજામ આપ્યો હતો. પોલીસે રાજસ્થાનના ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
ઋતુલ પ્રજાપતિ અરવલ્લી