ધરતી પર રહેલા સંશાધનો અને આડેધડ વધી રહેલા પ્રદુષણ, જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિગથી દુનિયાભરના વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો ચિંતામાં છે. બધાને ડર છે કે જો આને રોકવામાં નહી આવે તો એક દિવસ ધરતી પર જીવનનો અંત થઈ જશે. આ વિશે માત્ર વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો જ નહી પરંતુ ટેક ફિલ્ડના દિગ્ગજો પણ આ ડર વિશે જણાવી રહ્યા છે. એટલા માટે ટેક ફિલ્ડમાં કેટલાક દિગ્ગજ દુનિયાના સર્વનાશના દિવસ માટે સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છે. તો કોઈ એવા ગ્રહની શોધમાં જોડાયેલા છે, જે ધરતીના વિનાશ પછી માનવીને રહેવા લાયક નહી રહે.
આ બાબતે બુદ્ધિજીવી ડગલસ રેશ્કોફે દુનિયાની અંતિમ સમયની તૈયારી કરી રહેલા અબજોપતિઓની આ પરેશાન દુર કરવાવાલી પ્રવૃતિ વિશે એક બુક લખી છે. ડગલસે 2022માં ‘સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટઃ એસ્કેપ ફેટેસીજ ઓફ ધ ટેક બિલિયનેયર્સ ‘નામની પુસ્તક લખી છે. જે અબજોપતિની વાતચિત પર આધારિત છે.
સુરક્ષિત બંકરની શોધમાં છે અબજોપતિ
ડગલસની પુસ્તક પ્રમાણે કેટલાય અબજોપતિ પ્રલયના દિવસે સુરક્ષિત બંકરની શોધ માટે ન્યુઝીલેન્ડ અથવા અલાસ્કામાંથી કઈ જગ્યા સૌથી સારી છે? રશકોફે ટેક અબજોપતિના એક ગ્રૃપ સાથે રણમાં પોતાના અનુભવ કહ્યા હતા. તેઓએ પોતાના બંકર વિશે પુછ્યુ હતું.
ઓલ્ટમેનનો અલ્ટરનેટિવ પ્લાન
આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ સેક્ટરમાં કિંગનું નામથી મશહુર સેમ ઓલ્ટમેનને થિએલ સાથે એક સોદો કર્યો હતો. તમને જણાવી દઈએ કે થિએલ એક એક રુઢિવાદી ઉદારવાદી અબજોપતિ અને અમેરિકા ગુપ્તચર કંપની પલાંટિરના પ્રમુખ છે. ઓલ્ટમેનની કંપની ઓપન-એઆઈએ પોતાના કામથી આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ઓલ્ટમેને સર્વનાશના દિવસ માટે થિએલ સાથે સોદો કર્યો છે. ઓલ્ટમેને 2016 માં કહ્યું હતું કે, જો કોઈ પણ ભયાનક સ્થિતિ બને તો તેણે થિએલ સાથે તેના ખાનગી જેટમાં ન્યુઝીલેન્ડ જવા માટેની યોજના બનાવી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8