- બાયડ-દહેગામ હાઈવે ઉપર ગુલાબપુરા નજીક ઈક્કો અને બુલેટ વચ્ચે અકસ્માત
@rutul prajapati , aravalli
વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બાયડ-દહેગામ હાઈવે ઉપર બપોરના સુમારે ગુલાબપુર સીમ નજીક સામેથી આવતી ઈકો કારે બુલેટને ટકકર મારતાં વિદ્યાર્થીનીનું રોડ ઉપર પટકાતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બીબીની વાવની દીકરી બોર્ડની પરીક્ષા આપવા માટે ગઈ હતી અને ત્યારબાદ પેપર પુરૂ કરીને પોતાના ઘરે પરત જઈ રહી હતી ત્યારે ગુલાબપુરા નજીક ઈકો
કારના ચાલકે બાઈકને અડફેટે લેતાં દિકરીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, બુલેટ ઉપર ત્રણ લોકો સવાર હતા, જેમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે આજુ બાજુના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આંબલીયારા પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથધરી હતી.