@ Rutul Prajapati, arvalli
અરવલ્લીના બાયડમાં બીપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગઈકાલથી તાલુકાના સમગ્ર વિસ્તારમાં ભારે પવનની સ્થિતિ યથાવત છે. ક્યાંક મકાનના પતરા ઉડ્યા તો ક્યાંક રોડ પર વૃક્ષ ધરાશાઈ થયા છે. વીજતાર પર વૃક્ષ ધરાશાઈ થતા નુકશાન થયું છે. અને અનેક જગ્યાએ અંધારપટ છવાયો છે.
બાયડના ધડુશીયા મઠ ગામે વીજ તાર પર વૃક્ષ થયું ધરાશાઈ થતા અંધારપટ છવાયો હતો. તો બાયડના બારીયાના મુવાડા ગામે મકાનના પતરા ઉડી દૂર સુધી ફંગોળાયા હતા. પતરાં ઊડતાં ગરીબ પરિવારને ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ સહારોના હોય તેવી સ્થતિનું નિર્માણ થયું હતું. બાયડ વારેણા રોડ પર વીજપોલ થયો ધરાશાઈ થયો હતો. ઘટનાની જાણ થતા વીજતંત્રના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
મોડાસા
મોડાસા પંથકમાં અનેક વૃક્ષ અને વીજ પોલ ધરાશાઈ થવાની ઘટના બની હતી. શહેરના કોલેજ અને મેઘરજ રોડ પર વૃક્ષ ધરાશાઈ થયા હતા. બાગેશ્વરી સોસાયટી વિસ્તારમાં વીજપોલ અને વૃક્ષ ધરાશાઈ થયા હતા. શહેરની મેઘરજ રોડ પરની પાવન સિટી પાસે વૃક્ષ પડવાની ઘટના બની હતી. વૃક્ષ ધરાશાઈ થવાની ઘટનાથી ટ્રાફિકને અવરોધ ઉભો હટ્યો હતો. મોડાસા નગર પાલિકાની ફાયર ટીમ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.
ભિલોડા
ભિલોડામાં પણ બિપરજોય વાવાજોડાની અસર જોવા મળી હતી. ભિલોડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસી રહ્યો છે ધોધમાર વરસાદ થી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતો આગામી દિવસોમાં ચોમાસુ ખેતીની કરશે શરૂઆત
ધનસુરા
અરવલ્લી જિલ્લામાં બીપરજોય વાવાજોડાથી નુકશાન થયું છે. ધનસુરાના ખીલોડિયા ગામે પતરાંનો શેડ હવામાં ઉડ્યા હતા. તબેલાનો શેડ ઉડીને 50 ફૂટ દૂર ઉડીને પડ્યો હતો. તબેલામાં 15 થી વધુ ગાયો અને વાછરડાં હતા. વાવાજોડાને કારણે શેડમાં લાગેલા 5 પંખા, વાયરિંગ, લોખંડની એંગલોને પણ નુકશાન થયું હતું. અલવા ગામે વૃક્ષ પણ થયું ધરાશાયી થયું હતું. સદનસીબે કોઈ જાનહાની નહીં
મોરબી માં એપાર્ટમેન્ટ ઉપર નો ટેલીફોન નો ટાવર ધરાશાયી થયો!
સ્માર્ટ સીટી બનાવવામાં સરકારી જમીનોના હાથ ધરાયેલ સર્ચ અભિયાનમાં…
Biparjoy cycloneનો સામનો કરવા માટે સુરક્ષા દળો તૈયાર, જાણો કેવી છે એરફોર્સ અને નેવીની તૈયારી
Biparjoy cyclone: ઘરનો સામાન ત્યાં જ છોડી આવ્યા, ખબર નથી કે આ તોફાન પછી શું બચશે અને શું મળશે’
Biparjoy cyclon ટૂંક સમયમાં ટકરાશે કચ્છના દરિયા કિનારે, 7 જિલ્લામાં રેડ એલર્ટ
sexual heressment : ‘મને ખોટી રીતે સ્પર્શ કર્યો,’ : સંસદની અંદર પણ મહિલાઓ સલામત નથ, સંસદમાં જાતીય શોષણનો ચોંકાવનારો કિસ્સોશું રોહિત શર્માની જગ્યાએ બીજાને કેપ્ટ્ન બનાવવાથી સમીકરણો બદલાઈ જશે..?
આધુનિક ટ્રેન નહીં પરંતુ સલામત મુસાફરીની જરૂર …
અહીં ધાર્મિક વિધિના નામ પર યુવતીઓ અને મહિલાઓ સાથે થાય છે બળજબરી સેક્સ, જાણો કોણ છે હાયના
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?