અરવલ્લી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાવાનું શરુ થઇ ચૂક્યું છે.
બાયડના ડેમાઈ પાસે વાવાઝોડાની અસરથી એક વૃક્ષ ધરાશાયી થયું છે. બાવાના મઠ નજીક બાવળનું વૃક્ષ ધરસાઈ થયું
વૃક્ષ ધરસાઈ થતા વાહનવ્યવહારને થઈ અસર થઇ છે. તંત્ર દ્વારા તાકીદે વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવા માંગ કરાઈ છે. જાનમાલની કોઈ નુકશાન થયું નથી. તંત્ર દ્વારા જોખમરૂપ વૃક્ષો દૂર કરવા વાહનચાલકો દ્વારા માંગણી કરાઈ છે.
મોડાસામાં અસહ્ય ઉકળાટ વચ્ચે ભારેપવન ફૂંકાવાનો શરૂ થયો હતો.જિલ્લામાં શરૂ થયેલું વાવાઝોડું ભારે પવન સાથે ફૂંકાતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.