@સોહીલ એમ ધડા, ઝાલોદ
Birsa Credit Society: માનવ ધર્મ સૌથી મોટો ધર્મ હોય છે તે ખરા અર્થમા સાબિત કરતી સાચી હકીકત સમાજ માટે લાભદાયક તેમજ પરેણાદાયક કાર્ય કરનાર બિરસા સોસાયટીને અભિનંદન…..
માતા પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ બાળકોને નવીન ઘર બનાવી આપનાર બિરસા ક્રેડિટ સોસાયટી પોતાનુ અમુલ્ય યોગદાન આપી દરેક સમાજ તેનાથી પરેણા લઇ માનવ સેવા કરી શકે તેનુ આજે ઉત્તમ ઉદાહરણ આપ્યુ…..
– ફતેપુરા તાલુકાના પટીશરા ગામના માતા – પિતાની છત્રછાયા ગુમાવનાર ત્રણ અનાથ બાળકો(Orphanless children) ઘર વિહોણા હતા જેમના નવીન ઘર માટે જાગૃત યુવા ટીમ ફતેપુરા અને ઝાલોદના યુવાઓએ પહેલ કરી હતી જેમાં ફતેપુરા અને આજુબાજુના વિસ્તારના લોકો મદદરૂપ થયેલ હતા , અંતે થોડી આર્થિક સંકડામણ થતા છેલ્લે બિરસા ક્રેડિટ સોસાયટી(Birsa Credit Society) પરિવારજનોએ જવાબદારી લઈને ઘરના બાકી રહેલા કામ માટે સભાસદો દ્વારા “લાહ ” કરીને 50 હજાર રૂપિયા કરતા પણ વધારેની આર્થિક મદદ અનાથ બાળકોના રહેણાંક મકાન બનાવવા(HOME ) માટે કરી આદિવાસી સમાજની વર્ષોથી ચાલતી આવતી પરંપરા “લાહ ” નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતું