@ કાર્તિક વાજા ઊના
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની નિયત કાર્યક્રમ મુજબ જીલ્લા ભાજપની સુચનાથી સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા ઉના તાલુકાના ગરાળ ગામે ભુતડાદાદા આશ્રમની મુલાકાત લય પ.પુજય અમરગીરી બાપુના આશીર્વાદ મેળવીને ત્યાં ઉપસ્થિત અનુયાયીઓ તથા ભકતો સાથે બેઠક કરી કેન્દ્ર સરકારની 9 વર્ષની લોક કલ્યાણકારી કામગીરી અંગે જાણકારી આપી હતી. ત્યાર બાદ ઉનાના નામાંકીત ડો.મુકેશભાઈ બલદાણીયા તથા ડો.મનોજભાઈ માનસેતાની શુભેચ્છા મુલાકાત કરી ભાજપની વિકાસલક્ષી કામગીરીની ચર્ચા વિચારણાઓ કરી હતી. ત્યાર બાદ ઉના બાર એશોશિએશનના વકીલ મીત્રો સાથે હળવા મૂડમાં સરકારની ન્યાય પ્રક્રિયા અને ન્યાયાલયના આધુનિકરણ અંગે વિચાર વિમર્શ કર્યા હતા. આ તકે શહેરના પ્રબુદ્ધ નાગરિક અને જાણીતા વેપારી રમણીકલાલ રસીકલાલ શાહ (કમળશી મુળજી પૅટ્રૉલ પંપ)ને મળી સરકારની આર્થિક સિધ્ધિઓ અંગે માહીતગાર કર્યા હતા. જે બાદ ઉના તાલુકાના ઐતિહાસિક એવા ગુપ્ત પ્રયાગ તીર્થ સ્થળે કાર્યરત પુ.મુકતાનંદજી બાપુ પ્રેરીત વૃધ્ધાશ્રમ પુજ્ય વિવેકાનંદજીબાપુ તથા ટ્રસ્ટી ગણને મળ્યા હતા. જ્યાં પુજ્ય વિવેકાનંદજીબાપુએ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બપોરનુ ભોજન દેલવાડા પેઈજ સમિતિના પ્રમુખ રમેશભાઇ બાંભણીયાના વાડી સ્થિત નિવાસ સ્થાને લીધું હતું.
કાર્યકમના અંતમાં વિકાસ તીર્થ નવાબંદરમાં કરોડોના ખર્ચે બની રહેલ જેટીના કામની તથા સોમનાથ થી ભાવનગર સુધીના નેશનલ હાઈવેના કામની મુલાકાત લઈ કામનું નિરીક્ષણ કર્યું હતું. આ સમગ્ર પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની સાથે જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઇ ડાભી, શહેર ભાજપા પ્રમુખ મિતેષભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ ચૌહાણ, ગીરગઢડા તાલુકા પ્રમુખ કાળુભાઇ રૂપાલા, મહામંત્રી વિજાભાઈ સોચા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, ઉપપ્રમુખના પ્રતિનિધિ પાલાભાઈ વાળા, ગીરગઢડા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ ધીરુભાઈ ગજેરા, તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ રાઠોડ, તાલુકા યુવા ભાજપા પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, જીલ્લા પંચાયતના સદસ્ય ડાયાભાઇ જાલોંધરા, લખમણભાઇ બાંભણીયા, બાબુભાઈ બાંભણીયા, ભીગરણના માજી સરપંચ રામસિંહભાઈ વાજા, શહેર મહામંત્રી સુનિલભાઈ મુલચંદાણી, કાંતીભાઇ છગ, દેલવાડાના યુવા આગેવાનો રાહુલભાઈ બાંભણીયા, હિરેનભાઈ બાંભણીયા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.