કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી પંચમહાલથી આજે બોડેલી થઈ રાજપીપળા તરફ આગળ જવાની હોય બોડેલીનાં અલીપુરા સર્કલ ખાતે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી કાર્યકરો તેમજ વડોદરા શહેર જિલ્લામાંથી પણ કોંગ્રેસના હોદ્દેદારો અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં બોડેલી ખાતે સવારે 7:00 વાગ્યાથી જ આવી પહોંચ્યા હતા અને બરોબર 09:00 કલાકનાં અરસામાં રાહુલ ગાંધી તેમના વિશાળ કાફલા સાથે ભારત જોડો ન્યાય યાત્રા લઈ અલીપુરા સર્કલ ખાતે આવી પહોંચતા તેઓનુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના હોદ્દેદારો અગ્રણીઓ અને કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ત્યારે સવારથી જ આદિવાસી મહિલાઓ પણ તેમના પરંપરાગત પોશાક પરિધાન કરી મોટા ઢોલ લઈ અલીપુરા સર્કલ પર આદિવાસી નૃત્ય સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર