છોટાઉદેપુર જિલ્લાના બોડેલી માં હાલોલ રોડ પર આવેલ CNG પમ્પ ઉપર રીક્ષા ચાલકોએ બુસ્ટરને લઈ પંપ પર પ્રેશર ના મળતુ હોય CNG પુરાવા આવતા વાહન ચાલકોની હજી પણ મુશ્કેલી દૂર થઇ નથી
પાવાગઢ દર્શનાર્થે જઈ રહેલા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હોય અહીં CNG ગેસ પુરાવવા આવતા વાહન ચાલકોને પૂરતો ગેસ ના મળતા તે મુશ્કેલી મા મુકાતા હોવાની વાત કોઇ નવાઈ ની નથી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં હાલોલ રોડ ઉપર આવેલ કરણ પેટ્રોલ પંપ ઉપર પાછલા 12 વર્ષથી ચાલતા CNG પમ્પ પર ગુજરાત ગેસ દ્વારા બુસ્ટર તો બે મહિના થી ફિટિંગ થઇ ગયુ પરંતુ હજી પણ તેને ઉપયોગ મા ના લેવાતા વાહન ચાલકો ને રાહત થઇ નથી
માત્ર રીક્ષા ઉપર પોતાનું તેમજ પરિવારનું જીવન ગુજરાન ચલાવતા રીક્ષા ચાલકોને બુસ્ટર નહીં હોવાથી પ્રેસર મળતું નથી જેથી દિવસ દરમિયાન રીક્ષા ચાલકોને દિવસમાં ચારથી પાંચ વાર ગેસ પુરાવા આવવું પડે છે અને તે પણ બુસ્ટર નહીં હોઈ કલાકો સુધી લાઈનોમાં પડી રહેવું પડે છે
બોડેલીના રીક્ષા ચાલકો એ બોડેલી નગરના હાલોલ રોડ ઉપર આવેલ ગુજરાત ગેસ સંચાલિત પમ્પ ઉપર બુસ્ટર નહીં લગાવતા રીક્ષા ચાલકોએ CNG પમ્પ પર બુસ્ટર લગાવવા વારંવાર રજૂઆતો કરાઈ હતી ત્યાર બાદ બુસ્ટર નુ ફિટિંગ કરાયું છે પરંતુ હાજી પ્રોસેસ પૂરો ના થતા તેને ચાલુ કરાયું નથી
અહીં થી અવર-જવર કરતા અન્ય જિલ્લાના વાહન ચાલકો અટવાય છે જેમાં કેટલાક દક્ષિણ ગુજરાતના પાવાગઢ માતાજીના દર્શને જઈ રહેલા દર્શનાર્થીઓ તેમજ ઉત્તર ગુજરાતમાંથી વર્લ્ડની અજાયબી સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહેલા પ્રવાસીઓ પણ અટવાયા છે પૂરતો ગેસ ના મળતો હોય હાલોલ નેશનલ હાઇવે ઉપર આવેલ આ પંપ ઉપર રીફિલરો સાથે પણ વાહન ચાલકોને અવાર નવાર કોઈને કોઈ કારણ સર શાબ્દિક બોલા ચાલી થતી હોય છે
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં રોજે રોજ ગ્રામીણ વિસ્તારો માંથી હજારો લોકો કોઈના કોઈ કામ અર્થે બોડેલી આવતા હોય છે અને બોડેલી નગર એક ઔદ્યોગિક નગર છે અને અહીં બોડેલી નગર જીનિંગ તેમજ પાઇપો ના ઉત્પાદનમાં પણ સમગ્ર એશિયા ખંડમાં પ્રચલિત છે જેથી અહીં સમગ્ર ગુજરાત સહિત આસપાસ ના રાજ્યો મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ઉત્તર પ્રદેશ ના પણ નાના મોટા વેપારીઓ તેમજ વર્કરો રહે છે અને ત્યાંથી પણ અહીં બોડેલી નજીક આવેલા પંચમહાલ જિલ્લાના મહાકાળી માતાજીના મંદિર પાવાગઢ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સરદાર સરોવર આવતા પ્રવાસીઓ તથા જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં આવેલ ઝંડ હનુમાન ખાતે વાહનો લઇ આવતા પ્રવાસી ઓ પણ અહીં બોડેલી CNG પમ્પ ઉપર ગેસ પુરાવા આવતા હોય છે
છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલીમાં ગુજરાત ગેસ દ્વારા સીએનજી પમ્પ ઉપર વહેલી તકે બુસ્ટર નાખવામાં આવે તેવી રિક્ષા ચાલકો તેમજ વાહન ચાલકો ની ઉગ્ર માંગ ઉઠી હતી હાલ બુસ્ટર તો ફિટિંગ કરી દેવાયું છે પરંતુ તેને ઉપયોગ મા ના લેવાતાં તે શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યુ છે હવે જોવાનું એ રહે છે કે તેને કેટલા સમય મા ચાલુ કરાય છે અને અહીં ગેસ ભરાવવા આવતા વાહન ચાલકોને ક્યારે રાહત મળે છે.
સુલેમાન ખત્રી ; છોટાઉદેપુર