છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીકના કકરોલીયા ખાતે આવેલી ભક્ત મીડીયમ સ્કુલ ગ્રાઉન્ડ ખાતે (KPL) એટલે કે ખત્રી પ્રીમિયર લીગ સિઝન 2 નુ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ ત્રણ દિવસની આ ટુર્નામેન્ટમાં 10 ટીમો એ ભાગ લીધો હતો જેમાં બે ટીમ મધ્યપ્રદેશથી આવી હતી
ગુજરાતમા રહેતા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ ના યુવાનો દ્વારા બીજી વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા એડવોકેટ ખત્રી ઇબ્રાહીમભાઇ નાસીરભાઈ એડવોકેટ,ખત્રી સરફરાજભાઈ, ભરૂચ ખત્રી સોયબ ભાઈ હાફેઝી બોડેલી ખત્રી યાસીનભાઈ રંગવાલા, ખત્રી વસીમભાઈ ડેડીયાપાડા વાલા તેમજ કમિટી મેમ્બર તરીકે ખત્રી ફજલભાઇ દાદાવાલા, ખત્રી અબ્દુલ સતાર આમોદ, ખત્રી સિદ્દીકભાઈ રામેશરા, ખત્રી રફિકભાઈ વડોદરા, ડોક્ટર હનીફ સુખી હોસ્પિટલ બોડેલી, ખત્રી સમદભાઈ જોલી ખત્રી હનીફ ભાઈ ભયજી વાલા સહિત સમાજના અગ્રણીઓ ના સહકારથી ખત્રી પ્રીમિયર લીગ (KPL) નું બીજી સિઝનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું
10 ટીમો વચ્ચે લીગ મેચ રમાઇ જેમાં 8 ટીમો ગુજરાતની તેમજ 2 MP ની ટીમોએ ભાગ લીધો હતો તારીખ 19-11-23 પેહલા દિવસે ટોટલ પાંચ મેચ રમાઇ બીજા દિવસે ટોટલ પાંચ મેચ રમાઇ મેચ સવારે 8:00 અને ત્યાર બાદ સતત બીજી મેચો રમાઇ હતી ત્રીજા અને છેલ્લા દિવસે ટોટલ ત્રણ મેચ રમાઇ જેમા 2 સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ રમાઇ હતી 4 ટીમો વચ્ચે 2 સેમી ફાઇનલ મેચ રમાઇ 1. સુપરમેન Vs. MP ટાઈગર્સ 2. ગુજ્જુ ટાઇગર Vs. બોડેલી બુલ્સ બંને સેમિફાઇનલ વિજેતાઓ ગુજ્જુ ટાઈગર અને સુપરમેન વચ્ચે ફાઈનલ મેચ બપોરે બાદ રમાઈ હતી ગત વર્ષે પણ ખત્રી પ્રીમિયર લીગ (KPL) સીઝન વન નુ આયોજન અંકલેશ્વરના આલુંજ ખાતે કરવામાં આવ્યું હતુ
ત્રણ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના અગ્રણીઓ તેમજ મધ્યપ્રદેશથી પણ ટુર્નામેન્ટ જોવા માટે મુસ્લિમ ખત્રી બાવીસી જમાતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ બોડેલી નગરના નગરજનો તેમજ મુસ્લિમ ખત્રી બાવીસી જમાતના ખૂબ મોટી સંખ્યામાં ને ટુર્નામેન્ટ ની ફાઇનલ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટ મા બેસ્ટ પ્રદર્શન માટે મેન ઓફ ધ સિરીઝ આમોદના મોઈન ખત્રીને અપાયો હતો જ્યારે ફાઈનલ મેચમાં ધમાકેદાર ઇનિંગ થી મેચની બાજી પલટાવતા બોડેલી ના સોયબ ખત્રી હાફેજી ને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો રનર્સ-અપ તરીકે સુપરમેન ટીમને તેમજ ફાઈનલ વિજેતા ટીમ ગુજ્જુ ટાઈગર ચેમ્પિયનનો ખિતાબ અપાતા ભારે ઉત્સાહપૂર્વક સેલિબ્રેશન સમારોહ યોજાયો હતો..
બોડેલી ખાતે આવેલ ભક્ત મીડીયમ સ્કુલ ના ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવાની મંજૂરી આપવા બદલ આયોજકોએ ભક્ત મિડીયમ સ્કૂલ મેનેજમેન્ટ કર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા માટે મુસ્લિમ ખત્રી બાવીસી જમાતના અગ્રણીઓ ભરૂચ, નર્મદા, વડોદરા, જિલ્લામાંથી તેમજ મધ્યપ્રદેશના ખત્રી સમાજના યુવાનો પણ મેચમા ભાગ લીધો હોય ત્યાંથી પણ સેમી ફાઇનલ અને ફાઈનલ મેચ મા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા બોડેલી નગરના અગ્રણીઓ નગરજનો ખૂબ મોટી સંખ્યામા ટુર્નામેન્ટ ની ફાઇનલ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર