- બોડેલી કન્યાશાળામાં પ્રાંત અધિકારી બોડેલીના હસ્તે પ્રવેશોત્સવ ઉજવાયો
- ધારોલી પ્રાથમિક શાળામા BJP કિસાન સંઘના જીલ્લા કોષાધ્યક્ષ ની ઉપસ્થિતિમા વૃક્ષા રોપણ કરી ઉજવાયો શાળા પ્રવેશોત્સવ
સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2023/24 ઉજવાઇ રહ્યો છે ત્યારે બોડેલી કન્યાશાળામાં પણ પ્રવેશોત્સવ ઉજવાયો.જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રાંત અધિકારી બોડેલી મૈત્રીદેવી સીસોદીયા ,બોડેલી ગામના સરપંચ કાર્તિકભાઈ શાહ , ડે સરપંચ આકાશભાઈ ઠક્કર ,ગ્રામ પંચાયતના સદસ્ય પાર્થ સોની , બી આર સી વિશાલ પંડ્યા,બી આ પી રૂપલબહેન પંડ્યા,શાળાના નિવૃત્ત શિક્ષક પંચોલી હિરલબહેન અને પરસોત્તમભાઈ પટેલ ,એસ એમ સી સભ્યો ,વાલીઓ અને ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા . સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યું.આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યકમને ખુલ્લો મુકવામાં આવ્યો.આવેલ મહેમાનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું. બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત કરવામાં આવ્યું.આવેલ મહેમાનો દ્વારા બાલવાટિકાના 10 અને ધોરણ 1 ના 4 વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવ્યો. જેમાં ધોરણ 1 ના ચાર વિદ્યાર્થીનીઓની દફતર કીટ જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા આપવામાં આવેલ હતી અને બાલવાટીકાની 10 બાળાઓને દફ્તરની કીટ તથા પ્રતિભાશાળી અને ગત વર્ષે ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે સિલ્ડ અને મેડલ ગામના સરપંચ અને દાતા એવા કાર્તિકભાઈ શાહ તરફથી આપીને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.જે બાબતની પ્રશંસા જાતે પ્રાંત અધિકારી બોડેલી દ્વારા કરવામાં આવી અને તેઓ દ્વારા દાતા એવા કાર્તિકભાઈને દાતાશ્રી સન્માનપત્ર પણ આપવામાં આવ્યું.ત્યારબાદ આવેલ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.બાળકોને તિથિ ભોજનમાં દાળ, ભાત ,શાક અને લાપસીનું ભોજન પીરસવામાં આવ્યું. પ્રાંત અધિકારી દ્વારા અને આવેલ મહેમાનો દ્વારા સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન માટે શાળાના આચાર્ય સંદિપભાઇ જયસ્વાલ સહિત તમામ સ્ટાફને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
તેમજ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બોડેલી તાલુકાની ધારોલી પ્રાથમિક શાળામા પણ પ્રવેશ ઉત્સવ યોજાયો દરમિયાન એક થી આઠ ધોરણ ના પ્રથમ સત્રમાં પાંચ વર્ષ ના ભૂલકાઓ ને શાળા પ્રવેશ અપાયો તેમજ પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને સટિઁફીકેટ નુ વિતરણ કરવામાં આવ્યું નાના ભૂલકાઓ દ્વારા પાણી બચાવો અભિયાન, વૃક્ષો નુ જતન ,યોગ. સ્વાસ્થ્ય, વૃક્ષા રોપણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકો એ કયુઁ હતુ
ધારોલી ગામના સમાજ સેવી અને BJP કિસાન સંઘના જીલ્લા કોષાધ્યક્ષ રાજ ચંદ્રસિંહ તેમજ શાળા ના શિક્ષકો શિક્ષક ગણ શનાભાઈ,રાઠવા પીનાબેન પટેલ ,લીલાબેન રાઠોડ , હેતલબેન પટેલ, રવિન્દ્રભાઈ રોહિત ,રાજેન્દ્રભાઇ , તેમજ ગામના સરપંચ વાલીઓ નગરજનો મળી શાળા પ્રવેશ ઉત્સવ ઉજવ્યો
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર