- બોડેલી પંથકના વિસ્તારોમાં ભારે વાવાઝોડું કમોસમી વરસાદ
- ઠેર ઠેર વૃક્ષો ધરાસહી તો કયાંક પતરા ઉડ્યા
બોડેલી ડભોઇ રોડ પર વૃક્ષો ધરાસહી થતા વાહન વ્યવહાર બંધ
@સુલેમાન ખત્રી – છોટાઉદેપુર
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી આસપાસના વિસ્તારોમાં ભારે વાવાઝોડું કમોસમી વરસાદ ખાબક્યો હતો આજે સવારના નવ વાગ્યા ના અરસામા ભારે પવન સાથે વરસાદ ખાબકતા બોડેલીના બોડેલી – ડભોઇ હાઇવે પર અનેક વૃક્ષ ધરાશાયી થયા પાવીજેતપુર તરફ ના રસ્તા પર વૃક્ષ પડવાના બનાવ
હવામાન ખાતાની આગાહી મુજબ છોટાઉદેપુર જીલ્લાના બોડેલી આસપાસના વિસ્તારોમાં ભારે વાવાઝોડું કમોસમી ધોધમાર વરસાદ ખાબક્યો હતો
બોડેલી થી ડભોઇ તરફ ના રસ્તાઓ પર વૃક્ષો ધરાસહી થતા વાહન વ્યવહાર પ્રભાવિત છોટાઉદેપુર જીલ્લામા ભારે વાવાઝોડું તેમજ વિજળી સાથે કડાકા ભડાકા વાવાઝોડું શાંત થતાં વરસાદી માહોલ બન્યો જ્યારે ભારે વાવાઝોડા ને લઇ જીલ્લાના અનેક રસ્તાઓ પર વૃક્ષો ધરાસહી થતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો હતો બોડેલી થી ડભોઇ તરફ સહિતના રસ્તાઓ પર વૃક્ષો ધરાશહી થતા વાહન વ્યવહાર બંધ રહ્યો હતો
છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન ખાતે કાયમી પ્રગટાવેલ રાષ્ટ્રીય ધ્વજ ત્રીરંગો કારણે ક્ષતિયુક્ત જોવા મળ્યો જયારે છોટાઉદેપુર કસ્બા વિસ્તાર મા એક મકાનની ઉપર ના માળની દિવાલ ધરાસહી થઇ હતી
પાંચ દિવસ અગાઉ જ ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા જીલ્લામા કેળા,તલ સહીત ના પાકને ભારે નુકસાન થયુ હતુ વારંવાર થતા કમોસમી વરસાદને લઇ ખેડુતોને થતુ નુકસાન એક ચિંતા નો વિષય બન્યો છે