R&B જિલ્લા પંચાયત, વહીવટી તંત્ર પોલીસ કાફલા સાથે દબાણ હટાવો ઝુંબેશ
છેલ્લા નવ મહિનાથી બોડેલીના રાજખેરવા માર્ગ પર વિવાદો ના કારણે અટવાયેલ 300 મીટર રોડ ની કામગીરી દબાણ હટાવ જુમ્બેશ શરૂ કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયત વહીવટી તંત્ર R&B જિલ્લા પંચાયત, 50 ઉપરાંત ના પોલીસ કાફલા સાથે કરવામા આવી હતી
નડતર રૂપ દબાણો હટાવવા સ્થાનિકોએ સહકાર આપતા અન્ય સોસાયટીના સેકંડો રહિશો એ રાહત નો શ્વાસ લીધો
ધારાસભ્ય દ્વારા ખાતમુરત કરી શરૂ કરાયેલા રસ્તાનુ કામ શરૂ કરાયેને નવ માસ બાદ પણ પૂર્ણ ન થતા રહિશો એ ભારે હાલાકી ભોગવવી હતી પરંતુ હાલ આજ રોજ સ્વેચ્છા એ દબાણો હટાવવા માં કોઇ એ અડચણ ઉભી ન કરતા અનેક સોસાયટી ના રહિશો એ હાશકારો અનુભવ્યો હતો
જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ગોપાલ ટોકીઝ થી લઈ રાજ ખેરવાના નવીન બની રહેલા માર્ગનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હતુ પરંતુ ગોપાલ ટોકીઝ થી ગજાનંદ પાર્ક સુધીનું કામ દબાણના વિવાદો મા અટવાઈ જતા અહીં ની અનેક સોસાયટી ના રહિશો ને પાછલા નવ મહીના થી ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી હતો રસ્તાની કામગીરી કરવાની હોય રોડને ખોદી નાખતા અહીં ગટરના ખુલ્લા ઢાંકણા ખૂબ દુર્ગંધ મારી રહ્યા હતા..
આ વિસ્તાર માં ગટરના ખુલ્લા ઢાકણા ના કારણે અહીંના લોકોના સ્વાસ્થ્યને પણ અસર પડી રહી હતી તો કેટલીક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાયા હતા જેથી સ્થાનિકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો
ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી દ્વારા વિકાસ ના કામો કરવાના હોય અહીં પણ રોડ બનાવવા માટે ખાતમુરત 15 માસ અગાઉ કરવામા આવ્યું હતુ જેને લઈ અહીંના લોકો માં આનંદની લાગણી છવાઈ ગઈ હતી પરંતુ રસ્તાની કામગીરી બાદ સાઈડમાં પેવર પેવર બ્લોક નાખવાની જગ્યા પર અમુક નડતરરૂપ દબાણોને લઈને વિવાદ સર્જાયો છે જેને લઇ ગ્રામ પંચાયત દ્વારા વારંવાર મીટીંગ ચર્ચાઓ કરવામાં આવી હતી જિલ્લા પંચાયતમાં RNB વિભાગ તેમજ તાલુકા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે લોકોને પડતી મુશ્કેલી કામગીરી પૂર્ણ કરવા માટે ગ્રામ પંચાયતને તેમજ કોન્ટ્રાક્ટરને પણ આ રોડનું કામ પૂર્ણ કરી દેવા લેટરપેડ પર આદેશ કરવામાં આવ્યો છે છતાં આ કામગીરી પૂર્ણ નહી થતા લોકોમાં ભારે રોશ જોવા મળ્યો હતો
આ રસ્તા પર સાધના નગર, રામનગર , ગંગાનગર,જ્ઞાનદીપ, જન કલ્યાણ, દિવાળીબાપાર્ક, ગજાનંદ પાર્ક, મણિનગર સહિત સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે તેમજ રાજખેરવા ગામ આવેલું છે અહીં અવરજવર કરવા માટે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ખરાબ રસ્તા ના કારણે કાર તેમજ બાઇક લઈને પસાર થતા લોકોને વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે અહીં અટકી ગયેલા કામને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી અને આ બાબતે ધારાસભ્ય પણ રસ લઈ અટવાઈ પડેલા વિકાસના કામ ને પૂર્ણ કરાવે જરૂરી બન્યુ હતુ
હવે સત્વરે ગોપાલ ટોકીઝથી ગજાનંદ પાર્ક સુધીના બાકી રહેલા કામ પૂર્ણ કરવામાં આવશે જેથી લોકોને મુશ્કેલી થી રાહત મળશે : ભૌમિક પટેલ
તાલુકા વિકાસ અધિકારી બોડેલી
આ વિવાદ નો અંત લાવવા વહીવટી તંત્ર એ 50 ઉપરાંત પોલીસ કુમક તેમજ બોડેલી પી.એસ.આઇ વી.એસ ચૌહાણ ત્રણ પી એસ આઇ તથા સી.પી આઈ.એસ બી વસાવા પણ હાજર રહ્યા હતા..
નવ મહિનાથી વિવાદમાં પડેલા ગોપાલ ટોકીઝથી લઈ ગજાનંદ પાર્ક સુધીના માર્ગ ઉપરના દબાણો હટાવવા ની કામગીરી બાદ હવે રસ્તા નું કામ શરૂ કરવાની તજવીજ હાથ ધરાતા સરપંચ, વહીવટી તંત્ર, પોલીસ કર્મીઓ સહિત તમામનો સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો છે
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર